HomeGujaratSurat DRI Crackdown: બ્રેકિંગ ન્યૂઝ સુરતમાં અઢી કિલો જેટલા પ્રતિબંધિત 'એમ્બરગ્રીસ' સાથે...

Surat DRI Crackdown: બ્રેકિંગ ન્યૂઝ સુરતમાં અઢી કિલો જેટલા પ્રતિબંધિત ‘એમ્બરગ્રીસ’ સાથે ત્રણ આરોપીઓ દબોચાયા; DRIની ઊંડી તપાસ શરૂ.

Surat DRI Crackdown: ગેરકાયદે વન્યજીવ વેપાર અને તસ્કરી સામે સુરત ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ એક મોટી અને સફળ કાર્યવાહી હાથ ધરી છે. DRI ની ટીમે એક ગુપ્ત ઓપરેશન દરમિયાન પ્રતિબંધિત અને અત્યંત કિંમતી વન્યજીવ પેદાશ ‘એમ્બરગ્રીસ’ (Ambergris) ના ગેરકાયદે વેપારનો પર્દાફાશ કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

Surat DRI Crackdown: લાખોની કિંમતનું ૧.૫ કિલો એમ્બરગ્રીસ જપ્ત

 મળતી માહિતી મુજબ, DRI ને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુરતમાં એક ખાસ દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ અંદાજે ૧.૫ કિલોગ્રામ એમ્બરગ્રીસનો જથ્થો જપ્ત કર્યો હતો. બજારમાં આ જપ્ત કરાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત આશરે રૂ. ૧.૮૦ લાખ આંકવામાં આવી રહી છે. (નોંધ: વૈશ્વિક બજારમાં ક્વોલિટીના આધારે આ પદાર્થની કિંમત કરોડોમાં પણ હોઈ શકે છે).

Surat DRI Crackdown: પરફ્યુમ ઉદ્યોગમાં ભારે માંગ, ભારતમાં છે પ્રતિબંધ

Surat DRI Crackdown

 એમ્બરગ્રીસ એ સ્પર્મ વ્હેલ માછલીના પાચનતંત્રમાંથી નીકળતો એક અત્યંત દુર્લભ, પથ્થર જેવો મીણયુક્ત પદાર્થ છે, જેને સામાન્ય ભાષામાં ‘વ્હેલની ઊલટી’ પણ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ મુખ્યત્વે દુનિયાના સૌથી મોંઘા અને બ્રાન્ડેડ પરફ્યુમ (સુગંધિત દ્રવ્યો) બનાવવામાં ફિક્સેટિવ તરીકે થાય છે. ભારતમાં વન્યજીવ સંરક્ષણ કાયદા (Wildlife Protection Act) હેઠળ વ્હેલ માછલી સુરક્ષિત હોવાથી, તેનાથી મળતા આ પદાર્થના સંગ્રહ, ખરીદી કે વેપાર પર સંપૂર્ણ કડક પ્રતિબંધ છે.

Surat DRI Crackdown: મોટા ખુલાસા થવાની શક્યતા

DRI ની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓ આ પ્રતિબંધિત માલ ક્યાંથી લાવ્યા હતા અને સુરતમાં કોને સપ્લાય કરવાનો ઇરાદો હતો, તે દિશામાં કડક તપાસ શરૂ કરવામાં આવી છે. આ ગેરકાયદે નેટવર્કના મૂળ ક્યાં સુધી જોડાયેલા છે, તેના સંભવિત ખરીદદારો કોણ છે અને આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ સાથે કોઈ કનેક્શન છે કે નહીં, તે અંગે DRI ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આગામી દિવસોમાં આ રેકેટમાં વધુ ધરપકડો અને મોટા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: વલસાડમાં ભયનો માહોલ: જાહેરમાં યુવકને લાતો અને ઢીકાપાટુનો માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments