HomeDeshTri-Nation Series: ઈન્ડિયા-Aનો ધમાકો: અફઘાનિસ્તાન-A સામે ખડક્યો 349 રનનો પહાડ; પ્રભસિમરન, ગાયકવાડ...

Tri-Nation Series: ઈન્ડિયા-Aનો ધમાકો: અફઘાનિસ્તાન-A સામે ખડક્યો 349 રનનો પહાડ; પ્રભસિમરન, ગાયકવાડ અને તિલકની શાનદાર ફિફ્ટી

Tri-Nation Series: ટ્રાઈ નેશન વન-ડે સિરીઝની બીજી મેચમાં ઈન્ડિયા-A ની ટીમે શાનદાર બેટિંગનું પ્રદર્શન કરીને અફઘાનિસ્તાન-A સામે જીતવા માટે ૩૫૦ રનનો મજબૂત ટાર્ગેટ મૂક્યો છે. દામ્બુલામાં રમાઈ રહેલી આ મેચમાં વરસાદે વિઘ્ન નાખતા બંને ઇનિંગ્સમાં એક-એક ઓવરનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે ૪૯ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૩૪૯ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

Tri-Nation Series: યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીની તોફાની બેટિંગ

મેચની શરૂઆતમાં પીચ બોલર્સને મદદ કરી રહી હતી, તેમ છતાં ભારતના યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ આક્રમક વલણ અપનાવ્યું હતું. વૈભવ અને પ્રભસિમરન સિંહે ધમાકેદાર શરૂઆત કરતા માત્ર ૪૩ બોલમાં ૭૪ રનની ઓપનિંગ પાર્ટનરશીપ કરી હતી. વૈભવે માત્ર ૨૨ બોલમાં ૪૪ રનની તોફાની ઇનિંગ રમી આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ પ્રિયાંશ આર્યા (૮ રન) અને આયુષ બદોની (૦ રન) સસ્તામાં આઉટ થઈ ગયા હતા.

Tri-Nation Series: ભારતના ૩ ધુરંધર બેટર્સે ફટકારી અડધી સદી

Tri-Nation Series

શરૂઆતી વિકેટો પડ્યા બાદ ભારતીય મિડલ ઓર્ડરે ઇનિંગને ખૂબ જ મજબૂતાઈથી સંભાળી હતી:

Tri-Nation Series
  • પ્રભસિમરન સિંહ: ઓપનિંગમાં આવીને શાનદાર પ્રદર્શન કરતા ૮૪ રનની શાનદાર ઇનિંગ રમી હતી.
  • ઋતુરાજ ગાયકવાડ: અનુભવી બેટર ઋતુરાજે ક્લાસિક બેટિંગ કરીને ૬૬ રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.
  • તિલક વર્મા: કેપ્ટનની જવાબદારી નિભાવતા તિલક વર્માએ પણ આક્રમક ૬૬ રન ફટકાર્યા હતા.
  • મિડલ ઓર્ડરમાં સૂર્યાંશ શેડગેએ પણ ઉપયોગી ૪૦ રન બનાવ્યા હતા, જેના કારણે ટીમ ૩૪૯ ના સ્કોર સુધી પહોંચી શકી હતી.

અફઘાનિસ્તાનના અહમદઝઈએ ઝડપી ૫ વિકેટ: અફઘાનિસ્તાન-A તરફથી બોલિંગમાં અબ્દુલ્લા અહમદઝઈએ ઘાતક બોલિંગનું પ્રદર્શન કરતા ૫ ભારતીય બેટર્સને પેવેલિયન ભેગા કર્યા હતા. જ્યારે ફરમાનુલ્લાહ સફીને ૩ અને કેપ્ટન ઇમરાન મીરને ૧ સફળતા મળી હતી.

Tri-Nation Series: બંને ટીમની પ્લેઇંગ-11

Tri-Nation Series
  • ઈન્ડિયા-A: વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા (કેપ્ટન), આયુષ બદોની, સૂર્યાંશ શેડગે, અરશદ ખાન, વિપરાજ નિગમ, અનુકૂલ રોય, અંશુલ કમ્બોજ.
  • અફઘાનિસ્તાન-A: ઇમરાન મીર (કેપ્ટન), હસન ઇસાખિલ, ખાલિદ તનિવાલ, ઇજાઝ અહેમદ અહેમદઝઈ, બહીર શાહ, ઇશાક રહીમી (વિકેટકીપર), ખલીલ ગુરબાઝ, ઝહીર ખાન, અબ્દુલ્લાહ અહેમદઝઈ, મોહમ્મદ ઇબ્રાહિમ, ફરમનુલ્લાહ સફી

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: પાદરાની દીકરીનો કમાલ ૧૭ વર્ષની વિધિ પરમારની ભારતીય અન્ડર-19 ક્રિકેટ ટીમમાં પસંદગી, શ્રીલંકા સામે બતાવશે ઓલ રાઉન્ડર જલવો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments