HomeGujaratTragedy in Ahmedabad: અમદાવાદમાં ફટાકડાની ગેરકાયદે ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ: 9ના મોત બાદ...

Tragedy in Ahmedabad: અમદાવાદમાં ફટાકડાની ગેરકાયદે ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ: 9ના મોત બાદ તંત્ર સફાળું જાગ્યું

Tragedy in Ahmedabad: અમદાવાદના રામોલ વિસ્તારમાં વસ્ત્રાલ નજીક ચાલતી ફટાકડાની એક ગેરકાયદે ફેક્ટરીમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં 9 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાના પગલે તંત્રમાં દોડધામ મચી જવા પામી છે અને જવાબદાર સંચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Tragedy in Ahmedabad: શું હતી સમગ્ર ઘટના?

Tragedy in Ahmedabad

વસ્ત્રાલ ગામની સીમમાં પતરાના શેડ બનાવીને ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવાનું કામ છેલ્લા 25 દિવસથી ધમધમી રહ્યું હતું. શુક્રવારે (18 જુલાઈ) કામદારો જ્યારે બોમ્બમાં ગન પાવડર ભરી રહ્યા હતા, ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે 500 મીટર દૂર આવેલી એક ફેબ્રિકેશનની ફેક્ટરીના કાચ પણ તૂટી ગયા હતા. આ દુર્ઘટનામાં દાહોદના સંજેલી ગામના રહીશો સહિત કુલ 9 લોકોએ જીવ ગુમાવ્યા છે.

Tragedy in Ahmedabad
Tragedy in Ahmedabad

Tragedy in Ahmedabad: પોલીસ કમિશનર દ્વારા SITની રચના

Tragedy in Ahmedabad

શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. જોકે, આ ટીમમાં માત્ર પોલીસ અધિકારીઓનો જ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ફાયર, AMC કે ઈલેક્ટ્રિક વિભાગના નિષ્ણાતોનો અભાવ જોતા આશ્ચર્ય સર્જાયું છે. પોલીસ કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે, તપાસમાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓ—જમીન માલિક, ફાઇનાન્સર અને ગન પાવડર સપ્લાય કરનાર—ને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે.

Tragedy in Ahmedabad: સંચાલકો સામે કડક કાનૂની કાર્યવાહી

Tragedy in Ahmedabad

પોલીસે ‘ન્યૂ ગુજરાત ફાયર વર્ક્સ’ના સંચાલક રમીલાબેન ડોડિયા, મેહુલ ડોડિયા અને ભાગીદાર સાદિક સૈયદ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને વિસ્ફોટક કાયદા હેઠળ ગંભીર ગુના નોંધ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, વર્ષ 2026ના માર્ચ મહિનામાં જ આ ફેક્ટરીનું લાયસન્સ સમાપ્ત થઈ ગયું હતું, છતાં સંચાલકો ગેરકાયદેસર રીતે કામ ચલાવી રહ્યા હતા.

તંત્રની સખ્ત કામગીરી

  • ડિમોલેશન: દુર્ઘટનાના 24 કલાકમાં જ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
  • ફેક્ટરીઓ સીલ: રામોલ, ગ્યાસપુર અને નારોલ વિસ્તારમાં ધમધમતી અન્ય ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીઓ (જેમ કે ‘કિંગ્સ ફાયર વર્ક્સ’ અને ‘જોય એન્ડ એન્જોય વર્કર’)ને સીલ કરી દેવામાં આવી છે.
  • સઘન તપાસ: શહેરના છેવાડાના વિસ્તારોમાં પોલીસ, ફાયર વિભાગ અને AMCની સંયુક્ત ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટના ટાળી શકાય.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: માઉન્ટ એવરેસ્ટના ‘ડેથ ઝોન’માંથી 30 વર્ષ બાદ પરત ફરશે જવાનનો પાર્થિવ દેહ, લદ્દાખના દોરજે મોરુપના પરિવારની પ્રતીક્ષાનો અંત

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments