HomeGujaratTradition Meets Modernity: અમદાવાદમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ: ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિ

Tradition Meets Modernity: અમદાવાદમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ: ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિ

Tradition Meets Modernity: અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર, મેમનગર ખાતે લાઇફ મિશન યુથ ટીમ દ્વારા ભવ્ય ‘ગુરુપૂર્ણિમા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે ગુજરાત રાજ્યના ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Tradition Meets Modernity: કાર્યક્રમના મુખ્ય આકર્ષણો:

  • દિવ્ય દર્શન અને આશીર્વાદ: પ્રદેશ અધ્યક્ષે બ્રહ્મલીન પરમ પૂજ્ય રાજર્ષિ મુનિજીના દિવ્ય દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
  • પવિત્ર આયુધ દર્શન: ભગવાન શ્રી લકુલીશ દાદાજી દ્વારા પૂજ્ય ગુરુજીને અર્પણ કરાયેલા દિવ્ય આયુધના દર્શનનો લહાવો લીધો હતો.
  • પુસ્તક વિમોચન: આ પ્રસંગે વિશેષરૂપે રાધા પુરુષોત્તમ સ્વરૂપ’ કૃતિનું વિમોચન કરવામાં આવ્યું હતું.

Tradition Meets Modernity: જગદીશભાઈ વિશ્વકર્માનું પ્રેરણાદાયી સંબોધન:

Tradition Meets Modernity

કાર્યક્રમને સંબોધિત કરતા જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ગુરુપૂર્ણિમા એ ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો મહાપર્વ છે.”

તેમણે આજના આધુનિક યુગ વિશે વાત કરતા ઉમેર્યું કે, ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગમાં પણ આવા આધ્યાત્મિક ઉત્સવો શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવાતા રહે છે, જે આપણી સનાતન સંસ્કૃતિની જીવંત પરંપરાનું ઉત્તમ પ્રતીક છે.

ગુરુ-શિષ્ય પરંપરાનું મહત્વ સમજાવતા તેમણે ભારપૂર્વક કહ્યું કે આ પરંપરા માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે માનવજીવનમાં સંસ્કાર, મૂલ્યો અને ચારિત્ર્યનું સિંચન કરતી દિવ્ય પરંપરા છે. ગુરુ એ દરેક વ્યક્તિના જીવનને સાચી દિશા આપનાર સર્વોચ્ચ માર્ગદર્શક છે.

Tradition Meets Modernity: યોગ અને વૈશ્વિક સંસ્કૃતિની પ્રશંસા:

Tradition Meets Modernity

પ્રદેશ અધ્યક્ષે લકુલીશ યુનિવર્સિટી દ્વારા યોગના પ્રચાર અને પ્રસાર માટે થઈ રહેલા કાર્યોની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ અને વિઝનના કારણે જ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને વૈશ્વિક ઓળખ મળી છે, જે સમગ્ર ભારત દેશ માટે ગૌરવની ક્ષણ છે.

મહાનુભાવોની ઉપસ્થિતિ:

Tradition Meets Modernity

આ આધ્યાત્મિક મહોત્સવમાં અમદાવાદના મેયર હિતેષભાઈ બારોટ, પૂર્વ મંત્રી આઈ. કે. જાડેજા, અતિસન્માનનીય સંત-મહાત્માઓ, લાઇફ મિશન યુથ ટીમના હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ: બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સક્રિય, ૩૧ જુલાઈથી ભારેથી અતિભારે વરસાદની આગાહી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments