HomeAmreliTogether Nothing is Impossible: અમરેલીમાં રાજ્યકક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: CM...

Together Nothing is Impossible: અમરેલીમાં રાજ્યકક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન

Together Nothing is Impossible: આજરોજ દેશના 80મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી અમરેલી ખાતે કરવામાં આવી રહી છે. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી, જેને વધાવવા માટે મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Together Nothing is Impossible: મુખ્યમંત્રીનું સંબોધન અને મહત્વની જાહેરાતો

ધ્વજવંદન બાદ નાગરિકોને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો જો એકસાથે મળીને સંકલ્પબદ્ધ થઈને કામ કરે, તો કંઈપણ અશક્ય નથી. આ સાથે જ તેમણે રાજ્યના નાગરિકોની સુવિધા અને સુખાકારી માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો અને જાહેરાતો પણ કરી હતી.

Together Nothing is Impossible: સાહસિક અને સાંસ્કૃતિક આકર્ષણો

Together Nothing is Impossible

ઝરમર વરસાદ વચ્ચે યોજાયેલા આ ભવ્ય સમારોહમાં પોલીસ જવાનોની શિસ્તબદ્ધ પરેડ અને મહિલા જવાનો દ્વારા આકર્ષક રાઇફલ ડ્રીલ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ઉત્સાહવર્ધક સાંસ્કૃતિક કૃતિઓ, યોગ પ્રદર્શન, રોમાંચક બાઈક સ્ટંટ્સ, ડોગ-શો અને માઉન્ટેડ અશ્વ-શો જેવા વિવિધ સાહસિક આકર્ષણોએ ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા.

સ્વાતંત્ર્ય પર્વના આ અવસરે સમગ્ર અમરેલી નગરી દેશભક્તિના રંગમાં રંગાઈ ગઈ છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: હક્કની સાથે ફરજમાં પણ સમર્પિત રહીએ, એ જ સાચી રાષ્ટ્રભક્તિ: પદ્મકાંત ત્રિવેદી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments