Amreli Lioness Horror: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીકથી એક હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક સિંહણે પરપ્રાંતીય યુવક પર ઘાતકી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો છે. સિંહણના આ હિંસક આક્રમણમાં યુવકનો શિકાર એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળેથી માત્ર તેની ખોપરી અને પાંસળીના ટુકડા જ મળી આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકના સ્થાનિક લોકોમાં ભારે ભય અને વનવિભાગ સામે રોષનો માહોલ વ્યાપી ગયો છે.

Amreli Lioness Horror: વતન જવા નીકળેલા યુવકનો કરાયો શિકાર
મળતી માહિતી મુજબ, ભોગ બનનાર યુવકનું નામ પ્રકાશ ચંદ્ર હતું, જે મૂળ ઉત્તરાખંડનો રહેવાસી હતો અને સ્થાનિક હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. મોડી રાત્રે તે પોતાના વતન જવા માટે નીકળ્યો હતો, તે દરમિયાન ૩ થી ૪ વન્ય પ્રાણીઓ ત્યાં ધસી આવ્યા હતા અને તેને ઢસડીને દૂર લઈ ગયા હતા. સિંહણે યુવકનું માથું ધડથી અલગ કરી દીધું હતું અને આખું શરીર ફાડી ખાધું હતું.

Amreli Lioness Horror: ‘અહીં કૂતરાની જેમ સિંહ રખડે છે’ : સ્થાનિકોની વ્યથા
ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં વનવિભાગની કામગીરી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ખાનગી કંપનીના કર્મચારી અમરુભાઈ વાઘે જણાવ્યું હતું કે:
“અહીં આસપાસ પાંચ-સાત કંપનીઓ આવેલી છે, જ્યાં લોકો દિવસ-રાત શિફ્ટમાં નોકરી કરે છે. અહીં અવારનવાર સિંહો કૂતરાની જેમ આંટા મારતા હોય છે. હાલમાં પણ કંપનીના ગેટની બિલકુલ આગળ જ આઠ સિંહો બેઠા છે! ફોર-વ્હીલર સિવાય ટુ-વ્હીલર કે પગપાળા જતા લોકો માટે અહીં કોઈ સુરક્ષા નથી.”

Amreli Lioness Horror: સરપંચની વન મંત્રીને અપીલ: વળતર અને ટ્રેકર્સની ભરતી નહીંતર આંદોલન
કોવાયા ગામના સરપંચ ઝીણાભાઈ લાખણોત્રાએ આ ઘટના અંગે ઉગ્ર પ્રતિક્રિયા આપતા સરકાર અને વન મંત્રીને સીધી રજૂઆત કરી છે કે, આવી ઘટનાઓનું પુનરાવર્તન રોકવા માટે સ્થાનિક સ્તરે વધુમાં વધુ લોકલ ટ્રેકર્સની ભરતી કરવામાં આવે. સાથે જ તેમણે મૃતક યુવકના પરિવારને તાત્કાલિક આર્થિક સહાય (વળતર) આપવાની માંગ કરી છે. સરપંચે ચીમકી ઉચ્ચારી છે કે જો વનવિભાગ દ્વારા સુરક્ષાના યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો ગ્રામજનોને એકઠા કરીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
Amreli Lioness Horror: નરભક્ષી સિંહણને પકડવા વનવિભાગનું ‘મેગા ઓપરેશન’
ઘટનાની ગંભીરતાને જોતાં વનવિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે. પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના ACF વિરલ સિંહ ચાવડા અને RFO સહિતનો વનકર્મીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.
- કોર્ડન વિસ્તાર: આસપાસની બાવળની ઝાડીઓમાં સિંહણ સહિત અન્ય સિંહો છુપાયેલા હોવાથી સમગ્ર વિસ્તારને ચારેય તરફથી ઘેરી લેવામાં આવ્યો છે.
- સ્પેશિયલ ટીમ: નરભક્ષી સિંહણને પાંજરે પૂરવા માટે વન્યજીવ ડૉક્ટરોની વિશેષ ટીમો પણ સ્થળ પર તહેનાત કરાઈ છે અને તેને પકડવા માટે મેગા ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




