The Ultimate Co-existence: ગીરની ધરતી પર માનવ અને વન્યજીવન વચ્ચેના અનોખા સહઅસ્તિત્વ (Co-existence) વધુ એક વખત દુનિયા સામે આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાતાપુર ગામમાંથી એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને સૌકોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે. એક તરફ જંગલના રાજા સિંહોનો પરિવાર મસ્તીથી આગળ વધી રહ્યો છે, તો બીજી તરફ એક ખેડૂત કોઈ પણ જાતના ડર વગર પોતાની વાડી તરફ આગળ વધતા નજરે પડી રહ્યા છે.
The Ultimate Co-existence: શું છે સમગ્ર વીડિયોમાં?
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે, પાતાપુર ગામના રસ્તા પર સિંહોનો પરિવાર આરામથી ચાલી રહ્યો છે. આ દૃશ્ય સામાન્ય રીતે કોઈના પણ રૂંવાડા ઉભા કરી દે તેવું છે, પરંતુ આ જ રસ્તા પર મસરીભાઈ નામના સ્થાનિક ખેડૂત સંપૂર્ણપણે નિર્ભય થઈને શાંતિથી પોતાની વાડી તરફ ચાલી રહ્યા છે. સિંહોથી માત્ર થોડા જ અંતરે ખેડૂતની આ નિડરતા અને શાંત ચાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.
The Ultimate Co-existence: ગીરની માટીની આગવી ઓળખ: મનુષ્ય અને સિંહનું સહઅસ્તિત્વ

ગીરના જંગલોની આસપાસ વસતા લોકો માટે સિંહો હવે કોઈ અજાણ્યા કે ડરબનાવનાર જીવ નથી, પરંતુ તેઓ આ કુદરતી વાતાવરણ સાથે એકરસ થઈ ગયા છે. ખેડૂત મસરીભાઈની આ નિર્ભયતા સાબિત કરે છે કે ગીરના લોકો સિંહોના સ્વભાવથી સારી રીતે પરિચિત છે અને બંને વચ્ચે વર્ષોથી એક અનોખો વિશ્વાસ અને તાલમેલ બંધાયેલો છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: રાજકોટમાં પોણા ત્રણ ઈંચ વરસાદ,આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી