HomeUncategorizedકોંગ્રેસ જેટલી મોદીજીને ગાળો આપશે, કમળ તેટલું જ ખીલશે : અમિત શાહ

કોંગ્રેસ જેટલી મોદીજીને ગાળો આપશે, કમળ તેટલું જ ખીલશે : અમિત શાહ

કેન્દ્રીય સહકારિતા અને ગૃહમંત્રી અમિત શાહે ધારવાડ ખાતે કોંગ્રેસ પર અનેક શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમગ્ર વિશ્વ સન્માન કરે છે અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમને ઝેરીલા સાપ કહે છે. સોનિયા ગાંધી તેમને મોતના સોદાગર કહે છે. કોંગ્રેસના લોકોની મતિ મારી ગઈ છે, પરંતુ તેઓ જેટલી મોદીજીને ગાળો આપશે તેટલું જ કમળ ખીલશે. કોંગ્રેસે મારી વિરુદ્ધ પોલીસમાં FIR નોંધાવી છે. અમે પીએફઆઈ પર પ્રતિબંધ મૂકીને કર્ણાટકને સુરક્ષિત કર્યું છે. હું ડરતો નથી. જો તમને કોઈ વાંધો હોય તો આવો અને કહો કે શા માટે પીએફઆઈ ચાલુ રાખવું જોઈએ? કોંગ્રેસે વોટ બેંકના લોભથી પીએફઆઈને માથે બેસાડી હતી. કોંગ્રેસ અનુચ્છેદ 370ને 70 વર્ષથી ખોળામાં બાળકની જેમ રમાડી રહી હતી. કોંગ્રેસ, JDS, SP, BSP, મમતા બધા કહેતા હતા કે તેને હટાવો નહીં, કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે. કલમ 370 હટાવી દેવાઈ, લોહીની નદીઓ છોડો, કાંકરા ફેંકવાની પણ કોઈની હિંમત નથી.”

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments