Home State Gujarat Surat Road Horror: સુરતમાં પ્રી-મોન્સૂન કામગીરીના લીરેલીરા, લિંબાયતમાં ડ્રેનેજ લાઇન બાદ બનેલો...

Surat Road Horror: સુરતમાં પ્રી-મોન્સૂન કામગીરીના લીરેલીરા, લિંબાયતમાં ડ્રેનેજ લાઇન બાદ બનેલો નવો નકોર રોડ ધસ્યો, ડમ્પર ખૂંપી જતાં કલાકો સુધી ટ્રાફિક જામ

0
87
Surat Road Horror
Surat Road Horror

Surat Road Horror: ચોમાસાની શરૂઆત થતાં જ સુરત મહાનગરપાલિકા (SMC) ની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરના લિંબાયત ઝોનમાં આવતા ડિંડોલી વિસ્તારમાં પાલિકા અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં તાજેતરમાં જ કરોડોના ખર્ચે બનેલો નવો નકોર રોડ અચાનક બેસી ગયો હતો. આ રોડ ધસી પડવાને કારણે ત્યાંથી પસાર થઈ રહેલું એક ભારેભરખમ ડમ્પર રસ્તાની વચ્ચે જ ખૂંપી ગયું હતું. પીક અવર્સમાં બનેલી આ ઘટનાને કારણે હજારો વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાયા હતા, જેને પગલે જનતામાં પાલિકા તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

Surat Road Horror

Surat Road Horror: યોગ્ય પુરાણ કર્યા વિના જ ઉતાવળે બનાવી દીધો રોડ

સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, લિંબાયત ઝોન હેઠળ આવેલી માનસી રેસિડેન્સીની સામે અને પાણીની ટાંકી નજીક થોડા સમય પહેલાં જ ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી હતી. સ્થાનિક રહીશોનો સીધો આક્ષેપ છે કે, ડ્રેનેજ લાઇન માટે જે મોટો ખાડો (ટ્રેન્ચ) ખોદવામાં આવ્યો હતો, તેને પુરવામાં પાલિકાના કોન્ટ્રાક્ટરે ભારે વેઠ ઉતારી હતી. યોગ્ય ટેકનિકલ ધોરણો મુજબ માટીનું પુરાણ કે રોલિંગ કર્યા વિના જ, ચોમાસા પહેલાં કામગીરી પૂર્ણ બતાવવાની ઉતાવળમાં ઉપરથી ડામરનો નવો રોડ બનાવી દેવાયો હતો.

Surat Road Horror: સવારે પીક અવર્સમાં રોડ બેસી ગયો અને ડમ્પર ફસાયું

તંત્રની આ નબળી અને લોલંલોલ કામગીરીનું પરિણામ આજે સવારે જોવા મળ્યું હતું. સવારના સમયે જ્યારે રોડ પર વાહનોની ભારે અવરજવર હતી, ત્યારે અચાનક રસ્તા પર મોટી તિરાડો પડવા લાગી હતી અને જોતજોતામાં રસ્તાનો એક મોટો ભાગ અંદર તરફ ધસી પડ્યો હતો. બરાબર એ જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલું એક ડમ્પર આ ખાડામાં ફસાઈ ગયું હતું. ડમ્પર રસ્તાની વચ્ચે જ નમી પડતાં આખો માર્ગ બ્લોક થઈ ગયો હતો. ઑફિસ, ધંધા-રોજગાર કે શાળા-કોલેજે જવા નીકળેલા હજારો નાગરિકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ પડ્યા હતા.

Surat Road Horror: ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે જનતાનો ભારે આક્રોશ

ચોમાસું માથે છે ત્યારે જ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તાઓ સામાન્ય વરસાદ કે વાહનોના વજનથી તૂટી જાય, તે પાલિકાની ગુણવત્તા સામે મોટા સવાલો ઊભા કરે છે. લિંબાયતના રહીશોએ રોષે ભરાઈને જણાવ્યું કે, આ કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જનતાના ટેક્સના પૈસાનું પાણી કરનારા જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ તાત્કાલિક કડક તપાસ કરી પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Surat Road Horror: મોડે મોડે જાગેલું પાલિકા તંત્ર દોડતું થયું

ઘટનાની ગંભીરતાને જોતાં સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક અને રોડ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓનો કાફલો જેસીબી અને ક્રેન સાથે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ભારે જહેમત બાદ ફસાયેલા ડમ્પરને બહાર કાઢવાની અને રસ્તાના તાકીદના સમારકામ (પેચવર્ક) ની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, આ ઘટનાએ સુરત પાલિકાના સ્માર્ટ સિટીના દાવાઓ અને પ્રી-મોન્સૂન તૈયારીઓની ગુણવત્તા પર મોટું પ્રશ્નાર્થચિહ્ન મૂકી દીધું છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગુજરાતમાં નિયમિત ચોમાસા માટે હજી જોવી પડશે રાહ, મહારાષ્ટ્રમાં મોન્સૂન સ્થિર, આગામી દિવસોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે