Home State Gujarat No Immediate Relief: ગુજરાતમાં નિયમિત ચોમાસા માટે હજી જોવી પડશે રાહ, મહારાષ્ટ્રમાં...

No Immediate Relief: ગુજરાતમાં નિયમિત ચોમાસા માટે હજી જોવી પડશે રાહ, મહારાષ્ટ્રમાં મોન્સૂન સ્થિર, આગામી દિવસોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી

0
88
No Immediate Relief
No Immediate Relief

No Immediate Relief: ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા નાગરિકો માટે હવામાન વિભાગ તરફથી મહત્વના સમાચાર આવ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્રના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, રાજ્યમાં નિયમિત અને સાર્વત્રિક ચોમાસા માટે હજી થોડી રાહ જોવી પડશે. હાલમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્રમાં આવીને સ્થિર થઈ ગયું છે, જેના કારણે ગુજરાતમાં ચોમાસાની આગળ વધવાની ગતિ ધીમી પડી છે. જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવો વરસાદ વરસી શકે છે.

No Immediate Relief

No Immediate Relief: ૧૭ થી ૨૩ જૂન સુધી વરસાદી માહોલ, બે દિવસ ખાસ આગાહી

હવામાન વિભાગની અગાઉથી જાહેર કરાયેલી આગાહી મુજબ, ૧૭ જૂનથી ૨૩ જૂન દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ સાત દિવસો પૈકી આગામી બે દિવસ ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની પ્રબળ શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાં પડી શકે છે.

No Immediate Relief: ૧૭ અને ૧૮ જૂનનું વરસાદી ચિત્ર: કયા જિલ્લામાં પડશે વરસાદ?

  • ૧૭ જૂન (આજે): ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.
  • ૧૮ જૂન (આવતીકાલે): મધ્ય અને ઉત્તર ગુજરાતના મહીસાગર, અરવલ્લી અને દાહોદ જિલ્લાના વિસ્તારોમાં પણ છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

No Immediate Relief: પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, અમદાવાદમાં ગરમીનો પારો ૪૦ને પાર

હવામાન વિભાગના ડાયરેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં ઉત્તર પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ પસાર થઈ રહ્યા છે, જેની અસર ઉત્તર-પશ્ચિમ ભારતના વાતાવરણ પર જોવા મળી રહી છે. હાલ રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે. ભેજવાળા પવનોના કારણે બફારાનું પ્રમાણ વધ્યું છે. બીજી તરફ, અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન ૪૦.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેના કારણે શહેરીજનો અસહ્ય ગરમી અને પસીનાથી તોબા પોકારી ઉઠ્યા છે. આગામી દિવસોમાં વરસાદી માહોલ જામ્યા બાદ જ લોકોને ગરમીથી કાયમી રાહત મળશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૧૦૦ વર્ષ પૂર્ણ, શતાબ્દી વર્ષની અનોખી ઉજવણી, અધિકારીઓ અને વિદ્યાર્થીઓએ સાથે મળી શાળા પરિસર સાફ કર્યું

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે