Home State Gujarat Gujarat Police: ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે કમર કસી: તમામ પોલીસ સ્ટેશનો હવે...

Gujarat Police: ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે કમર કસી: તમામ પોલીસ સ્ટેશનો હવે NDPS કેસ નોંધશે, DGP જી.એસ.મલિકનો કડક આદેશ

0
118
Gujarat Police
Gujarat Police

Gujarat Police: ગુજરાતમાં નશીલા પદાર્થો (ડ્રગ્સ)ના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે રાજ્ય પોલીસે એક ખૂબ જ મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યભરમાં ડ્રગ્સ વિરોધી અભિયાનને વધુ આક્રમક અને વ્યાપક બનાવવા માટે રાજ્ય પોલીસ વડા (DGP) શ્રી જી.એસ. મલિકે તમામ પોલીસ એકમોને કડક આદેશો જારી કર્યા છે. હવેથી NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સિસ) એક્ટ હેઠળ ગુના નોંધવાની જવાબદારી માત્ર ક્રાઇમ બ્રાન્ચ કે સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ રાજ્યના તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનોએ પણ ડ્રગ્સના કેસો શોધીને ફરજિયાત નોંધવાના રહેશે.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતે ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવી છે. આ નીતિ અંતર્ગત ડ્રગ્સના વેપાર, વિતરણ અને હેરફેર સાથે સંકળાયેલા તત્વો સામે કડકમાં કડક કાનૂની પગલાં લેવા માટે પોલીસ તંત્રને સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે.

Gujarat Police: ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો અને આદેશો:

  • સ્થાનિક પોલીસની જવાબદારી નક્કી થઈ: જો કોઈ બાહ્ય એજન્સી દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનની હદમાં આવીને NDPSનો ગુનો પકડશે, તો તે વિસ્તારના સંબંધિત પોલીસ અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવશે અને તેમની સામે પગલાં લેવાશે.
  • નાની માત્રા પર પણ કડક નજર: ઓછી માત્રામાં નશીલા પદાર્થો મળતા હોય તેવા કેસોમાં પણ સહેજ પણ ઢીલાશ રાખ્યા વિના કડક કાર્યવાહી કરવા DGP દ્વારા સૂચના અપાઈ છે.
  • ગુપ્તચર આધારિત ઓપરેશન: ડ્રગ્સ પેડલરો અને મોટા સ્મગલરોનું નેટવર્ક તોડવા માટે ગુપ્ત માહિતી (Intelligence) આધારિત ચોક્કસ ઓપરેશન્સ હાથ ધરવામાં આવશે.

Gujarat Police: સપ્લાય ચેઇન તોડવા વ્યસનીઓની પૂછપરછ કરાશે

Gujarat Police

પોલીસ વડાએ સ્પષ્ટ કર્યું છે કે ડ્રગ્સના કેસમાં પકડાતા વ્યસનીઓની માત્ર ધરપકડ જ નહીં, પરંતુ તેમની વિસ્તૃત પૂછપરછ કરવામાં આવશે. આ પૂછપરછ પાછળનો હેતુ એ છે કે ડ્રગ્સ ક્યાંથી આવ્યું, તેનો મુખ્ય સપ્લાયર કોણ છે અને તેનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની મૂળભૂત માહિતી મેળવી આખી સપ્લાય ચેઇનનો પર્દાફાશ કરી શકાય.

Gujarat Police: કાયદાકીય કડકાઈ સાથે માનવતાવાદી અભિગમ: કાઉન્સેલિંગ પર ભાર

Gujarat Police

ગુજરાત પોલીસ આ અભિયાનમાં માત્ર ગુનેગારોને પકડવા પૂરતી સીમિત નહીં રહે, પરંતુ નશાની લતમાં ફસાયેલા યુવાનોને બહાર લાવવા માટે માનવતાવાદી અભિગમ પણ અપનાવશે. પોલીસ વિભાગ નશાથી પ્રભાવિત વ્યક્તિઓ માટે કાઉન્સેલિંગ અને પુનર્વસન (Rehabilitation) ની સુવિધાઓ પૂરી પાડવામાં સક્રિય સહયોગ આપશે, જેથી પીડિતો ફરી સામાન્ય જીવન જીવી શકે.

સારું કામ કરનાર પોલીસકર્મીઓને અપાશે ઇનામ ડ્રગ્સ વિરોધી આ ઝુંબેશમાં જે પોલીસ કર્મચારીઓ ઉત્કૃષ્ટ કામગીરી કરશે, સફળતાપૂર્વક NDPSના કેસો શોધી કાઢશે અને તેની સચોટ તપાસ કરશે, તેમને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ તરફથી ખાસ ઇનામો અને સન્માન આપવામાં આવશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સુરતમાં પ્રી-મોન્સૂન કામગીરીના લીરેલીરા, લિંબાયતમાં ડ્રેનેજ લાઇન બાદ બનેલો નવો નકોર રોડ ધસ્યો, ડમ્પર ખૂંપી જતાં કલાકો સુધી ટ્રાફિક જામ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે