HomeGujaratSchool Negligence in Surat: સુરતની સરકારી શાળામાં કાળમુખો પીટીનો પિરિયડ: ધાબા પર...

School Negligence in Surat: સુરતની સરકારી શાળામાં કાળમુખો પીટીનો પિરિયડ: ધાબા પર વીજકરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું કરુણ મોત

School Negligence in Surat: સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલી સુમન શાળા નંબર 16 (ઉર્દૂ શાળા) ખાતે ચોમાસાની ઋતુ વચ્ચે એક હૃદયદ્રાવક અને દુર્ઘટના સર્જાઈ છે. પીટી (PT) ના પિરિયડ દરમિયાન શાળાના ટેરેસ પર રહેલા લાઈટના થાંભલાને અડી જવાથી ધોરણ-9ના વિદ્યાર્થી અબ્દુલ રહેમાન મહમદ સલીમનું વીજકરંટ લાગવાથી કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

School Negligence in Surat: ઘટના કેવી રીતે બની?

comp 14 1 1785224648

સાક્ષી વિદ્યાર્થી મોહમ્મદ ઇરફાનના જણાવ્યા મુજબ, શાળા સમય દરમિયાન પીટીના વર્ગમાં વિદ્યાર્થીઓનું ગ્રુપ ટેરેસ પર હતું. પિરિયડ પૂરો થયા બાદ વિદ્યાર્થીઓ નીચે ઉતરી રહ્યા હતા તે દરમિયાન અબ્દુલ રહેમાન દીવાલ તરફ દોડ્યો હતો. ત્યાં ટેરેસ પર આવેલા લાઈટના થાંભલા અથવા ખુલ્લા વાયર/સપાટીના સંપર્કમાં આવતા તેને ભારે વીજકરંટ લાગ્યો હતો. સાથી વિદ્યાર્થીઓએ તેને બચાવવાના પ્રયાસો કર્યા હતા અને ત્યારબાદ શિક્ષકો તથા પ્રિન્સિપાલ દ્વારા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું.

School Negligence in Surat: શાળા તંત્રની ઘોર બેદરકારી સામે સવાલો

  • ચોમાસામાં ટેરેસ પર કેમ લઈ ગયા?: શાળા પરિસરમાં જ ખુલ્લું રમતનું મેદાન હોવા છતાં, ચોમાસા અને વરસાદી વાતાવરણ વચ્ચે બાળકોને ટેરેસ પર શા માટે લઈ જવામાં આવ્યા તે મોટો પ્રશ્ન છે.
  • ખુલ્લા વાયરો અને થાંભલો: ચોમાસામાં શોર્ટ સર્કિટ અને કરંટનો ભય રહેતો હોવા છતાં શાળા તંત્ર દ્વારા કોઈ અગાઉથી તકેદારી કે ચકાસણી કરવામાં આવી નહોતી.

School Negligence in Surat: પરિવારને મોડી જાણ કર્યાનો આક્ષેપ અને હોસ્પિટલે હોબાળો

મૃતક વિદ્યાર્થીના પરિજનોએ આક્ષેપ કર્યો છે કે બાળકના મૃત્યુ બાદ શાળાના આચાર્ય મલિક અને તંત્ર દ્વારા સમયસર પરિવારને જાણ કરવામાં આવી નહોતી અને મામલો છુપાવવાનો પ્રયાસ કરાયો હતો. હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં એકઠા થયેલા સંબંધીઓએ શાળા પ્રશાસન સામે આક્રોશ વ્યક્ત કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

સત્તાધીશોનો જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ

ઘટના બાદ જ્યારે મીડિયા અને પત્રકારો દ્વારા સવાલો પૂછવામાં આવ્યા ત્યારે શાળાના આચાર્ય અને સત્તાધીશો ગોળ-ગોળ જવાબો આપીને પોતાની જવાબદારી ખંખેરવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા. “અમે પર્સનલી ધ્યાન રાખીએ છીએ” અને “બાળકને આઈડિયા નહીં હોય” જેવા બહાના રજૂ કરી થાંભલામાં કરંટ કઈ રીતે આવ્યો તેની અજ્ઞાનતા દાખવી હતી. પત્રકારોના સવાલોથી બચવા અન્ય વ્યક્તિએ “હવે કોઈએ કાંઈ બોલવું નથી” કહીને વાતચીત બંધ કરાવી દેતા ઘટનાને રફેદફે કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગાંધીનગરના ‘ખ’ રોડ પર ગમખ્વાર અકસ્માત: કુતરું આડું ઉતરતા બેકાબૂ બનેલી કાર ઝાડ સાથે અથડાતા બે ઇજાગ્રસ્ત

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments