HomeGujaratKamrej Land Fraud: અમદાવાદની પ્રખ્યાત 'પતંગ હોટેલ'ના માલિક ઉમંગ ઠક્કરની સુરતમાં ધરપકડ:...

Kamrej Land Fraud: અમદાવાદની પ્રખ્યાત ‘પતંગ હોટેલ’ના માલિક ઉમંગ ઠક્કરની સુરતમાં ધરપકડ: ટાઇટલ ક્લિયર વગર પ્લોટ વેચી 1.56 કરોડનું કૌભાંડ

Kamrej Land Fraud: સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાંથી જમીન અને પ્લોટના નામે નાગરિકો સાથે લાખો-કરોડો રૂપિયાની ઠગાઈ આચરવાના કેસમાં કામરેજ પોલીસે એક મોટી અને સપાટો બોલાવતી કાર્યવાહી કરી છે. અમદાવાદની જાણીતી ‘પતંગ હોટેલ’ના માલિક ઉમંગ હરીભાઈ ઠક્કરની પોલીસે ધરપકડ કરી તેને જેલના હવાલે કર્યો છે. આરોપી દ્વારા ખોટા પ્રોજેક્ટના નામે લોકો સાથે વિશ્વાસઘાત કરીને મોટું નાણાકીય કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Kamrej Land Fraud: ટાઇટલ ક્લિયર વગર શરૂ કર્યો હતો ‘નિર્વાણા’ પ્રોજેક્ટ

Kamrej Land Fraud

કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના અનુસાર, ઉમંગ ઠક્કરે કામરેજના ખોલવડ ગામમાં નિર્વાણા’ (Nirvana) નામથી રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે જે જમીન પર આ પ્રોજેક્ટ દર્શાવવામાં આવ્યો હતો, તે જમીન અગાઉ વર્ષ ૨૦૧૮માં જ અન્ય વ્યક્તિને વેચાઈ ચૂકી હતી. જમીનનું ટાઇટલ ક્લિયર ન હોવા છતાં, આરોપીએ ખુલ્લા પ્લોટના વેચાણ અને બુકિંગના બહાને સામાન્ય નાગરિકોને ગેરમાર્ગે દોર્યા હતા.

Kamrej Land Fraud: ૧૬ લોકો સાથે 1.56 કરોડની છેતરપિંડી

Kamrej Land Fraud

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીએ ૧૫ થી વધુ નાગરિકો અને ફરિયાદીઓને પ્લોટ આપવાના ખોટા વાયદા કરી તેમની પાસેથી કુલ ૧ કરોડ ૫૬ લાખ જેટલી માતબર રકમ વસૂલી લીધી હતી. નાણાં પડાવ્યા બાદ ન તો નાગરિકોને પ્લોટની ફાળવણી કરવામાં આવી કે ન તો તેમના નાણાં પરત આપવામાં આવ્યા. લાંબા સમય સુધી વળતા જવાબ ન મળતા આખરે ભોગ બનનારાઓએ પોલીસનો આશરો લીધો હતો.

Kamrej Land Fraud: પોલીસની કડક કાર્યવાહી

Kamrej Land Fraud

ભોગ બનનાર નાગરિકોની લેખિત ફરિયાદના આધારે કામરેજ પોલીસે એપ્રિલ ૨૦૨૬માં BNSની કલમ ૩૧૬ અને ૩૧૮ હેઠળ ગુનો નોંધ્યો હતો. આરોપી ઉમંગ ઠક્કર પોતાના પ્રભાવ અને ઓળખાણનો ઉપયોગ કરી કાયદાની પકડથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ કામરેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી. ગોજિયા અને તેમની ટીમે બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે તેને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસ તપાસ આગળ વધતા આ કૌભાંડમાં અન્ય ખુલાસા થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સુરતની સરકારી શાળામાં કાળમુખો પીટીનો પિરિયડ: ધાબા પર વીજકરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું કરુણ મોત

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments