Heavy Rain Alert: લાંબા વિરામ બાદ ગુજરાતમાં મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી છે. રાજ્યના 60 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લો-પ્રેશર, મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત કુલ ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે. આ સિસ્ટમોની અસરને કારણે 15 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે.
Heavy Rain Alert: 13 સપ્ટેમ્બરે 20 જિલ્લામાં એલર્ટ

13 સપ્ટેમ્બરે રાજ્યના કુલ 20 જિલ્લામાં વરસાદી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ સહિત અન્ય 12 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
Heavy Rain Alert: 14 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ
14 સપ્ટેમ્બરે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. ખાસ કરીને વરસાદી સિસ્ટમોની અસર હેઠળ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
Heavy Rain Alert: 15 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર ફોકસ

15 સપ્ટેમ્બરે વરસાદનું મુખ્ય કેન્દ્ર સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો રહેવાની આગાહી છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
30થી 40 કિમીની ઝડપે પવનની શક્યતા
વરસાદ દરમિયાન ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ભારે વરસાદ અને પવનની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો:૭૬ હજાર કિચન ગાર્ડન રોપા વિતરણનું મહાઅભિયાન : ‘હરિત ઘર-સ્વસ્થ સમાજ’નો પ્રારંભ

