HomeGujaratAmreli Tragedy: સાવરકુંડલામાં દિવાળીના કોકડા (ફટાકડા) બનાવતી વેળાએ શોર્ટ સર્કિટ થતા દુર્ઘટના;...

Amreli Tragedy: સાવરકુંડલામાં દિવાળીના કોકડા (ફટાકડા) બનાવતી વેળાએ શોર્ટ સર્કિટ થતા દુર્ઘટના; 17 વર્ષીય યુવકનું કરુણ મોત

Amreli Tragedy: અમરેલી જિલ્લાના સાવરકુંડલામાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. સાવરકુંડલામાં દિવાળીના તહેવાર માટે દેશી હર્બલ ફટાકડા અને તેના કોકડા (દારો) બનાવવાની પ્રક્રિયા દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા ૧૭ વર્ષીય કિશોરનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે, જેને કારણે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

Amreli Tragedy: ઘટના કેવી રીતે બની?

Amreli Tragedy

પ્રાપ્ત માહિતી અનુસાર, સાવરકુંડલામાં દેશી હર્બલ ફટાકડાનો દારૂગોળો અને કોકડા બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ઇલેક્ટ્રિક ઘંટી (ગ્રાઇન્ડર) ચાલુ હોવા સમયે અચાનક શોર્ટ સર્કિટ થતા તણખલા ઝર્યા હતા, જેના કારણે ત્યાં આગ ભડકી ઉઠી હતી. આ આગની ઝપેટમાં આવી જવાથી ત્યાં કામ કરી રહેલો ૧૭ વર્ષીય યુવક કિશન બાબુભાઈ મકવાણા ગંભીર રીતે દાઝી ગયો હતો.

Amreli Tragedy: રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે ઇજાગ્રસ્ત કિશન મકવાણાને પ્રાથમિક સારવાર આપીને વધુ ગંભીર હાલતમાં રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રાજકોટ ખાતે ટૂંકી સારવાર દરમિયાન યુવકે હોસ્પિટલના બિછાને જ અંતિમ શ્વાસ લીધા હતા. નાની વયે જ પુત્રનું આકસ્મિક અવસાન થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

વધુ સમાચાર વાંચવા મત એયનહી ક્લિક કરો: અમદાવાદની પ્રખ્યાત ‘પતંગ હોટેલ’ના માલિક ઉમંગ ઠક્કરની સુરતમાં ધરપકડ: ટાઇટલ ક્લિયર વગર પ્લોટ વેચી 1.56 કરોડનું કૌભાંડ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments