રોકેટ ઘર પર પડ્યુ અને બધું જ નાશ પામ્યું, ઇઝરાયેલના એક નાગરિકની વ્યથા

2
136
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ : જેમ જેમ ઇઝરાયેલ અને હમાસ નો સંઘર્ષ તીવ્ર બની રહ્યો છે તેમ, ઇઝરાયેલના નાગરિકોના જીવન પણ પાયમાલ થઈ રહયા છે, જેમાંથી ઘણાંએ હમાસના ક્રૂર રોકેટ હુમલામાં પોતાના ઘર ગુમાવ્યા છે.

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ : ઇઝરાયેલના નાગરિકોના જીવન પર તબાહી મચી રહી છે, જેમાંથી દક્ષિણ યેહુદા હવેલીના રહેવાસીઓ એવા લોકોમાં સામેલ છે જેમને જાન-માલને ત્યાંના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટા પાયે નુકસાન પહોચાડ્યું છે. યેહુદા હવેલીએ રહેણાંક મકાનો અને ઈમારતોને વિનાશ અને નુકશાનના વિનાશક ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. ઇઝરાયેલ પર હમાસના હુમલામાં જેનું ઘર બરબાદ થઈ ગયું તે ઇઝરાયેલી નાગરિક દિમાએ પોતાનું દર્દ વ્યક્ત કર્યું.

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ : ANI સાથેના એક ઈન્ટરવ્યુમાં દિમા એ જણાવ્યું છે, “જયારે અમે રાત્રે સુતા હતા ત્યારે એક રોકેટ આવ્યું અને મારા ઘર પર પડ્યું અને સંપૂર્ણપણે નાશ પામ્યું અને ગંભીર ઈજાઓ થઇ. તેણે આગળ જણાવ્યું કે આ હુમલામાં તેનો પુત્ર ઘાયલ થયો છે અને તેની સારવાર ચાલી રહી છે. બીજા એક ઇઝરાયેલી નાગરિકે પણ પોતાનું દર્દ શેર કરતા કહયું કે, “અમે અહીં એટલા માટે આવ્યા કારણ કે અમારી બિલ્ડીંગ પર રોકેટ પડ્યું છે. હાલ અમારી પાસે કોઈ આશ્રય નથી, સ્થાનિક વહીવટતંત્રનો આભાર કે અમે બચી ગયા.

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ

તેમને અમને સૂચવ્યું હતું કે અમારે હોટેલમાં આવવું જોઈએ અને આ એક સેફ જગ્યા છે. તેણે આગળ વાત કરતા કહ્યું કે આ આતંકવાદને શક્ય હોય તેટલું વહેલા ખતમ કરો. મારા બાળકો ને મારી પત્ની અમે અહિયાં એ જોવા આવ્યા હતા કે અમારા પાડોશીના ઘરો પર રોકેટ પડ્યા અમે અહિયાં રહેતા હતા અને હવે અમને બધાને ખબર નથી કે આ સ્થાન અમારા બધા માટે કેટલું સુરક્ષિત છે કે નહિ… અમને નવી જગ્યા જોઈએ છે… હું અમારા વડાપ્રધાનને કહેવા માંગું છું કે… બને તેટલી વહેલી તકે આ આતંકવાદથી જલ્દી ખતમ કરો.

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ

ગાઝામાં લગભગ ૧,૦૦૦ લોકો માર્યા ગયા

ઇઝરાયેલ સંરક્ષણ દળોએ જણાવ્યું કે હમાસ પર હુમલો થવાનું શરુ થયા બાદ ૧૨૦૦ ઇઝરાયેલી મર્યા અને ૨૭૦૦ થી વધારે લોકો ઘાયલ થયા. IDF એ ભારપૂર્વક જણાવ્યું કે ઈઝરાયેલી સૈનિકો ગાઝામાં મિશન હાથમાં લઇને તૈયાર છે, સીએનએનએ ગાઝાના આરોગ્ય મંત્રાલયને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે હમાસના આ “આશ્ચર્યજનક હુમલા” પછી ઈઝરાયેલે સખત જવાબી કાર્યવાહીની શરુઆત કરી.

ઇઝરાયેલ હમાસ યુદ્ધ
ઇઝરાયેલ હમાસ યુદ્ધ

ઇસ્લામિક યુનિવર્સીટી પર હુમલો કર્યો – ઈઝરાયેલી એર ફોર્સ

આજે ઈઝરાયેલી એર ફોર્સે ગાઝા સિટીમાં ઇસ્લામિક યુનિવર્સીટી પર હુમલો કર્યો, જે તેઓએ કહ્યું કે હમાસ એન્જિનિયરો માટે એક મુખ્ય તાલીમ કેન્દ્ર તરીકે સેવા આપી રહી છે. ” યુદ્ધ વિમાનોએ તાજેતરમાં ઇસ્લામિક યુનિવર્સીટી પર હુમલો કર્યો, જે ગાઝા પટ્ટીમાં આતંકવાદી સંગઠન હમાસ માટે રાજકીય અને સૈન્ય શક્તિના મહત્વપૂર્ણ કેન્દ્ર અને હથિયારોના વિકાસ અને ઉત્પાદન માટેની સંસ્થા છે,” ઈઝરાયેલી વાયુસેના એ એક નિવેદન માં જણાવ્યું હતું. “વાયુસેના હજુ પણ ગાઝા પટ્ટીમાં વ્યાપક હુમલાઓ કરી રહી છે.

ઈઝરાયેલ સૈન્યમાં સામેલ 2 ગુજરાતી દીકરીઓ હમાસ આતંકવાદીઓને આપી રહી છે મુહ તોડ જવાબ

2 COMMENTS

Comments are closed.