અમેરિકી હુમલો નિષ્ફળ ઈરાનના ફોર્ડો પરમાણુ એકમ ખાલી હતું #iranamerica #fordownuclear #fordow #americaattack #iran #bomb #war #iranamerica #fordownuclear #fordow #americaattack #iran #bomb #war – ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે વધુ ગંભીર બની રહ્યું છે. આ યુદ્ધમાં હવે અમેરિકાની એન્ટ્રી થઈ ગઈ છે. અમેરિકાના બી-2 બોમ્બરોએ બન્કર બસ્ટર બોમ્બથી રવિવારે વહેલી સવારે ઈરાનના ત્રણ પરમાણુ મથકો નતાંઝ, ફોર્ડો અને ઈસ્ફહાન પર હુમલો કર્યો હતો.
ઈરાનના ફોર્ડો પરમાણુ એકમ પર અમેરિકી હુમલો નિષ્ફળ ?
જોકે, આ ત્રણેય પરમાણુ મથકોમાંથી બધાની નજર ફોર્ડો પરમાણુ મથક પર હતી. ઈરાને અહીં જમીનથી લગભગ 250 ફૂટ નીચે પરમાણુ હથિયારો બનાવવા માટેના સેન્ટ્રીફ્યુઝ રાખ્યા હોવાનું મનાય છે. જોકે, અમેરિકાનો આ હુમલો નિષ્ફળ ગયો હોવાનં મનાય છે.
ઈરાને પહેલાં જ સેન્ટ્રીફ્યુઝ હટાવી લીધાનો દાવો અમેરિકી હુમલો નિષ્ફળ
ઈરાને રવિવારે કહ્યું કે ઈસ્ફહાન, ફોર્ડો અને નતાંઝમાં રેડિયેશનના કોઈ સંકેત મળ્યા નથી. આ ત્રણેય ન્યૂક્લિયર સાઇટ્સની આસપાસ રહેતા લોકો માટે કોઈ જોખમ નથી. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA)એ પણ કહ્યું કે ઈઝરાયેલના અગાઉના હવાઈ હુમલાઓમાં પણ આ સાઇટ્સની આસપાસના વાતાવરણમાં રેડિયોએક્ટિવ પદાર્થોના ઉત્સર્જનનો કોઈ રેકોર્ડ નથી. ન્યૂક્લિયર ટેક્નોલોજીના કેન્દ્રમાં સેન્ટ્રીફ્યુજ એક જટિલ પરંતુ નિર્ણાયક ટેક્નોલોજી છે.




પરમાણુ એકમોની આજુબાજુ રેડિયેશન લીક નહીં થયાનો ઈરાનનો દાવો
તે કોઈપણ ન્યૂક્લિયર પ્લાન્ટમાં યુરેનિયમ સંવર્ધન (એનરિચમેન્ટ) પ્રક્રિયાની કરોડરજ્જુ હોય છે, જે માત્ર ઊર્જા ઉત્પાદનમાં જ નહીં, પરંતુ રણનીતિક અને સુરક્ષા મામલાઓમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ઈરાને ફોર્ડો પરમાણુ એકમમાંથી મહત્વના પરમાણુ સાધનોને પહેલાં જ બહાર કાઢી લીધા હતા, જેના કારણે આ પ્લાન્ટને કોઈ ખાસ નુકસાન થયું નથી. ઈરાનના દાવા અનુસાર, અમેરિકાના હુમલાઓથી ફોર્ડો પરમાણુ મથકને કોઈ નોંધપાત્ર નુકસાન થયું નથી.
અમેરિકાના હુમલા પહેલાં જ ફોર્ડો સાઇટને ખાલી કરી દેવાઈ હતી : ઈરાન
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ફોર્ડો સહિત ઈરાનની ત્રણ મુખ્ય ન્યૂક્લિયર સાઇટ્સને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવી છે. જોકે, ઈરાની અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલા પહેલાં જ ફોર્દો સાઇટને ખાલી કરી દેવામાં આવી હતી અને મહત્વના ન્યૂક્લિયર સાધનોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે