યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઈલની અછત #iranisrael #iranamerica #indiarussia #russia #crudeoil #war -ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. આ યુદ્ધમાં હવે અમેરિકા પણ સામેલ થઈ ગયું છે, જેના કારણે ક્રૂડના બજારમાં ભારે અસ્થિરતા જોવા મળી શકે છે. આ તકનો ફાયદો ઉઠાવીને ભારત રશિયા પાસેથી મોટા પાયે ક્રૂડની ખરીદી કરી રહ્યું છે. ભારત જૂન 2025માં રશિયા પાસેથી દરરોજ 20થી 22 લાખ બેરલ ક્રૂડ ઓઇલની ખરીદી કરી શકે છે.
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઈલની અછત ભારતે રશિયા સાથે કર્યો કરાર
આ આંકડો છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ છે અને તે ઇરાક, સાઉદી અરેબિયા, યુએઈ અને કુવૈતમાંથી ખરીદેલા કુલ ક્રૂડના જથ્થા કરતાં પણ વધારે છે. આ ઉપરાંત, અમેરિકા પાસેથી પણ ભારતે ક્રૂડની આયાત વધારી છે. એક અંદાજ મુજબ, જૂન મહિનામાં મધ્ય પૂર્વથી ક્રૂડની આયાત દૈનિક લગભગ 20 લાખ બેરલ રહેશે, જે ગયા મહિનાની સરખામણીમાં થોડી ઓછી છે. ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં અમેરિકા કૂદી પડતા હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર જોખમ વધી ગયું છે.

મધ્ય-પૂર્વમાં યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઈલની અછત ભરતમાં નહીં થાય
આ સ્ટ્રેટ દ્વારા વિશ્વનું લગભગ 20% ક્રૂડ અને મોટા પ્રમાણમાં LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ)નું પરિવહન થાય છે. ભારત તેનું 40% ક્રૂડ અને 50% ગેસ આ સ્ટ્રેટ મારફત આયાત કરે છે. ઈરાને આ સ્ટ્રેટને બંધ કરવાની ધમકી આપી છે, જેના કારણે ક્રૂડના ભાવ $400 પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે તેમ ઈરાની મીડિયાએ દાવો કર્યો છે. ભારતની ક્રૂડ આયાત રણનીતિ છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર રીતે બદલાઈ છે.
ભારતે રશિયા પાસેથી દૈનિક 22 લાખ બેરલ ક્રૂડ ખરીદી શકે ભારતમાં ક્રૂડ ઓઈલ અછત દુર
રશિયન ક્રૂડ (ઉરલ્સ, ESPO, સોકોલ) સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી સંપૂર્ણપણે અલગ રૂટ મારફત આવે છે, જેમાં સુએઝ કેનાલ, કેપ ઓફ ગુડ હોપ અથવા પેસિફિક મહાસાગરનો સમાવેશ થાય છે. આ સાથે, ભારતે અમેરિકા, નાઇજીરિયા, અંગોલા અને બ્રાઝિલ જેવા દેશો તરફ પણ વૈકલ્પિક સ્ત્રોત તરીકે ધ્યાન આપ્યું છે. આ રણનીતિ ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત કરે છે અને ભૂ-રાજનીતિક અસ્થિરતા વચ્ચે પણ તેની આર્થિક સ્થિરતા જાળવવામાં મદદ કરે છે.
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે