ઈઝરાયેલ સૈન્યમાં સામેલ 2 ગુજરાતી દીકરીઓ હમાસ આતંકવાદીઓને આપી રહી છે મુહ તોડ જવાબ

3
63
Gujarati Girl Nitsha Muliyasha
Gujarati Girl Nitsha Muliyasha

Hamas Attack  : પેલેસ્ટિનિયન ઇસ્લામિક જૂથ હમાસ (Hamas) છેલ્લા કેટલાક દાયકાઓમાં ઇઝરાયેલ પરના સૌથી વિનાશક હુમલા માટે લગભગ 1,000 લડવૈયાઓની સેના તૈયાર કરી હતી. હમાસના હુમલા બાદ ઈઝરાયેલમાં સ્થિતિ ગંભીર છે. ઇઝરાયેલ હમાસ (Hamas) ને જડબાતોડ જવાબ આપવાના મૂડમાં છે, ત્યારે ગુજરાતના જુનાગઢની 2 દીકરીઓ ઇઝરાયેલના જાંબાઝ સૈનિક ટીકડીમાં સામેલ છે. આ હુમલામાં સામેલ IDF (ઇઝરાયેલ સંરક્ષણ દળો) ટીમમાં ગુજરાતી મૂળની મહિલા નીતશા મુલિયાશા અને તેની બહેનનો સમાવેશ થાય છે.

1 34
Nitsha Muliyasha And Her Sister

ઇઝરાયેલ પર હમાસ અને હિઝબુલ્લાના હુમલા સામે લડનાર ઇઝરાયલ આર્મીમાં જુનાગઢના માણાવદરના એક નાનકડા ગામના પરિવારની બે દીકરીઓ પણ ફરજ બજાવી રહી હોવાનું સામે આવ્યું છે.

માણાવદર તાલુકાના 1200 ની વસ્તી ધરાવતા કોઠડી ગામમાં રહેતા ભરતભાઈ મુળિયાસીયાના જણાવ્યાનુસાર, વર્ષો પહેલા તેઓના બે કાકા – જીવાભાઈ મુળિયાસીયા અને સવદાસભાઈ મુળિયાસીયા ઇઝરાયલ સ્થાયી થયા હતા. બંને કાકાઓને ઇઝરાયેલનું નાગરિત્વ ધરાવે છે. તે બંને ભાઈઓની એક-એક દીકરી હાલ ઇઝરાયલ આર્મીમાં ઓફ્સિર તરીકે ફરજ બજાવે છે.

Gujarati Girl Nitsha Muliyasha
Gujarati Girl Nitsha Muliyasha

  • પ્રાપ્ત માહિતીનુસાર હાલ ગુજરાતી લોકો સહી સલામત
  • જુનાગઢના માણાવદર તાલુકાના 1200ની વસ્તી ધરાવતા કોઠડી ગામના અનેક યુવાનો ઇઝરાયેલમાં
  • ઇઝરાયેલ-હમાસ યુધ્ધની સ્થિતિમાં પણ બંને બહેનો ફરજ પર હાજર
  • ઇઝરાયેલમાં ઘર દીઠ એક વ્યક્તિએ સેનામાં સામેલ થવું ફરજિયાત

ઇઝરાયેલ-હમાસ વચ્ચેની યુધ્ધની પરિસ્થિતિએ પણ ગુજરાતની આ બંને દીકરીઓ પોતાની ફરજ બજાવવાથી ચૂકી નથી. ઇઝરાયેલનો નિયમ છે  કે એક ઘર દીઠએક વ્યક્તિએ ફરજિયાતપણે આર્મીમાં ફરજ બજાવવી. હાલ માણાવદરના જીવાભાઈ અને સવદાસભાઈની બંને દીકરીઓ ઇઝરાયેલ આર્મીમાં સામેલ છે, તેઓ સુરક્ષિત છે, પરિવાર સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે, જયારે મિસાઈલ મારો કરવામાં આવે તે પહેલા સાયરન વાગે અને ત્યાં દરેક ઘરમાં બંકર હોય છે, તે બંકરમાં  નાગરિકો જતા રહે છે. ઇઝરાયેલ બોર્ડર ઉપર ગંભીર સ્થિતિ છે, પરંતુ સેન્ટ્રલ વિસ્તારમાં કોઈ તકલીફ્ નથી. ઇઝરાયલમાં ઘણા ગુજરાતી લોકો વસવાટ કરે છે, ગામના સરપંચ ભરમીબેનના પતિ રામદેભાઈ મુળિયાસીયાએ જણાવ્યું કે, તેમના કોઠડી ગામમાંથી અનેક યુવાનો 30-35 વર્ષથી કામધંધા માટે ઇઝરાયેલ ગયેલા છે.

2 32

નીતશાના પિતા જીવાભાઈ મુલિયાસાએ વધુમાં જણાવ્યું હતું કે, નીતશાને બે વર્ષ પહેલા IDF (ઇઝરાયેલ સંરક્ષણ દળો)માં ઇઝરાયેલ દેશની ભરતી પ્રણાલીના ભાગરૂપે સામેલ કરવામાં આવી હતી. આ પ્રણાલી મુજબ 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકો માટે સેનામાં ફરજ બજાવવી ફરજીયાત છે. મુલિયાસા અનુસાર, ઇઝરાયેલની શિક્ષણ પ્રણાલી બાળકોમાં નેતૃત્વના ગુણો કેળવે છે. પોતાની દીકરી વિશે વાત કરતાં તેણે કહ્યું, “મારી દીકરી છેલ્લા બે વર્ષથી લેબનોન, સીરિયા, જોર્ડન અને ઇજિપ્તની સરહદો પર તૈનાત છે. હાલમાં, તે ગુશ ડેનમાં તૈનાત છે, તે લડાઇ સ્થળ જ્યાંથી ઇઝરાયેલી દળો ગાઝામાં હમાસ પર હુમલો કરી રહ્યા છે.

દેશ, દુનિયાને લગતા વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –

હમાસ (Hamas) શું છે? સશસ્ત્ર પેલેસ્ટિનિયન જૂથ માટે એક સરળ સમજુતી

જાણો હથિયારોના મામલે ઇઝરાઇલના મુકાબલે હમાસ કેટલું તાકાતવર

ફક્ત ઈઝરાયેલ જ નહીં, દુનિયામાં ચાલી રહ્યા છે અનેક યુદ્ધ (war); કેટલા દેશો, કેટલા યુદ્ધો…

Cricket World Cup 2023 : આખરે કેમ ક્રિકેટ વૈશ્વિક બની શકી નથી ?

ઇઝરાયેલ-પેલેસ્ટાઇન : હમાસનું ઓપરેશન Al-Aqsa Flood (અલ-અક્સા ફ્લડ) શરૂ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

3 COMMENTS

Comments are closed.