INDIA vs PAKISTAN : વર્લ્ડ કપ 2023ની યજમાની ભારત કરી રહ્યું છે. વર્લ્ડ કપમાં INDIA – PAKISTAN મેચની રાહ ભારતીય જ નહિ પરંતુ વિશ્વના સમગ્ર ક્રિકેટપ્રેમીઓ આતુરતાથી રાહ દેખાતા હોય છે. પરંતુ આ વખતે INDIA vs PAKISTAN ની મેચમાં જે રીતે બંદોબસ્ત કરવામાં આવ્યો તેવો કદાચ ભારતની કોઇ પણ સ્પોર્ટસ ઇવેન્ટમાં આટલી ચુસ્ત અને અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા નહીં ગોઠવાઇ હોય, જેટલી અમદાવાદમાં યોજવામાં આવી રહેલી ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન ગોઠવવામાં આવી રહી છે.
14 ઓક્ટોબરના રોજ યોજાનારી IND-PAK મેચ દરમિયાન NSGની હાઈ ટ્રેઈન હિટ ટીમ સુરક્ષામાં તૈનાત રહેશે. NSGની હિટ ટીમ આતંકવાદીઓ અને આતંકી ગતિવિધિ પર નિયંત્રણ મેળવવા માટે ટ્રેઇન હોય છે. આ સાથે મેચ દરમિયાન સ્ટેડીયમમાં બ્લેક કેટ કમાન્ડો પણ તૈનાત રહેશે, જે કોઇ પણ પરિસ્થિતિનો તાગ મેળવીને ગણતરીની મિનિટોમાં નિયંત્રણ મેળવવા માટે સક્ષમ છે.
મોદી સ્ટેડીયમમાં NSGની એન્ટી ડ્રોન સહિત હિટ ટીમની તૈનાતી : ભારત-પાકિસ્તાન (#INDvsPAK)ની મેચ પર આતંકવાદીઓની નજર છે તેવી વાતો ફેલાઈ રહી છે. મેચને લઈને ધમકીભર્યા ઇ-મેઇલ, ઓડિયો ક્લીપ અને કેટલાક ઇનપુટ્સ મળતા અમદાવાદ પોલીસ કોઇ પણ કચાશ છોડવા માગતા નથી. વિશ્વના સૌથી મોટા સ્ટેડીયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર કોઈ પણ હુમલાની સ્થિતિને પહોંચી વળવા માટે NSGની એન્ટી ડ્રોન સહિત હિટ ટીમને તૈનાત કરવામાં આવી છે. આ હિટ ટીમ MP5 રાઇફલ, ઓટોમેટિક પિસ્તોલ અને AK 47 સાથે સજ્જ રેહશે.
આ ટીમને ખાસ આતંકવાદીઓ વિરુદ્ધ લડવા માટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે. તો બીજી તરફ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પેરામિલિટરી ફોર્સ બંદોબસ્તમાં રેહશે. જેના કારણે કોઈ પણ સ્થિતિ પર તાત્કાલિક નિયંત્રણ મેળવી શકાય. આ સાથે શહેરમાં 7 હજાર જેટલા પોલીસ જવાનો મેચના દિવસે તૈનાત રહેશે. જેમાં સિનિયર IPS અધિકારીઓ પણ સામેલ રહશે.
એન્ટી ડ્રોન સિસ્ટમ NSG એટલે તૈનાત : વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાનની મેચ સમયે ખાસ કરીને એન્ટી ડ્રોન સિસ્ટમ એક્ટિવ કરવામાં આવી છે, જે કોઈપણ જગ્યાથી ડ્રોન ફ્લાયને તોડી પાડવા અથવા લોકેટ કરીને ત્યાં સુધી પહોંચીને તેને ડિસ્ટ્રોય કરવા સક્ષમ છે. આ પ્રકારની ખાસ ટ્રેનિંગ NSG ટીમ પાસે હોય છે જે, જોખમી સમયે એર સર્વેલન્સની જવાબદારી સંભાળીને ગમે ત્યાંથી ગેરકાયદે પ્રવૃત્તિને શોધી કાઢી પરિસ્થિતિ પર કાબૂ મેળવે છે.
હિટ ટીમ એટલે હાઉસ ઇન્ટરવેન્શન : હિટ ટીમને એ રીતે ટ્રેઈન કરવામાં આવે છે કે તેઓ આતંકવાદી સ્થિતિ માટે તાત્કાલિક એક્શન મોડમાં આવી શકે. હિટ ટીમમાં એક કમાન્ડર અને તેમના અન્ડરમાં PSI કક્ષાના પાંચ લોકો હોય છે. આમ, હિટ ટીમમાં કુલ છ લોકોની એક ટીમ બને છે. જેમાં એક જવાન પાસે AK 47, બીજા જવાન પાસે MP5 ગન અને તમામની પાસે ઓટોમેટીક પિસ્ટલ હોય છે. જે ઇશારો મળતા જ સૂટ એટ સાઇટ માટે તૈયાર હોય છે.
હિટ ટીમ ગમે ત્યારે ગમે તે સમયે અને ગમે તેવી પરિસ્થિતિમાં એક્ટિવ મોડમાં હોય છે. તેની સાથે અન્ય લોકોને કઈ રીતે જોડવા અને કઈ રીતે ટાસ્ક સોંપવી તે અંગે ટ્રેનિંગ આપવામાં આવે છે. જરૂર પડે તો તેની ટીમમાં વધારો પણ કરી શકાય છે, જે ગમે તે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા સક્ષમ છે. હિટ ટીમના જવાનો શહેરી યુદ્ધ અને ક્લોઝ ફાઇટમાં નિષ્ણાત હોય છે. અત્યાધુનિક હથિયારોથી સજ્જ આ ટીમના જવાનો બજારથી લઈને ઘરની અંદર ગમે ત્યાં આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવવામાં સક્ષમ છે.
NSGના પૂર્વ વડાએ હિટ ટીમની ખાસિયત જણાવી : અમદાવાદ શહેરના પોલીસ કમિશનર રહી ચૂકેલા અને NSGના પૂર્વ વડા એ.કે.સિંઘે એક ચેનલ સાથે વાત કરતા હિટ ટીમ વિશે જણાવ્યું હતું કે, આ એક એવી ટીમ છે જે આતંકવાદીઓ સામે તથા આતંકવાદી ગતિવિધિ સામે લડવા માટે એક્ટિવ મોડમાં હોય છે. આ ટીમ કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે. તે ગમે ત્યારે મોટા સ્વરૂપમાં એક્ટિવ થઈ જાય છે. આ ટીમને કમાન્ડ કંટ્રોલ અને વિષમ પરિસ્થિતિમાં કામ કરવા માટે ખાસ ટ્રેઇનીંગ આપવામાં આવે છે.
ધમકી ભરી ઓડિયો ક્લિપ જુદા-જુદા વ્યક્તિને મળી : સૂત્રોનુસાર INDIA – PAKISTAN મેચ અંગે એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી ધમકીભરી ઓડિયો ક્લિપ જુદા-જુદા વ્યક્તિઓને મોકલવામાં આવી છે. આ ઓડિયો ક્લિપમાં છેલ્લે ગુરપતવંતસિંહ પન્નુ બોલવામાં આવે છે. ભારત બહાર ખાલિસ્તાન ચળવળમાં ગુરપતવંતસિંહ પન્નુ નામ મોખરે છે, જે ‘શીખ ફોર જસ્ટિસ’ (SFJ)ના નામથી ઓર્ગેનાઇઝેશનનો મુખ્ય સૂત્રધાર છે. ભારત સરકાર દ્વારા તેણે આંતકવાદી જાહેર કરવામાં આવ્યો છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવવાનો ધમકીભર્યો ઇ-મેઇલ : અગાઉ NIAને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી ભર્યો ઇ-મેઇલ મળ્યો હતો. આ ઉપરાંત અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમને પણ ઉડાવવાની ધમકીનો ઉલ્લેખ કરાયો છે. ઈ-મેઇલ મોકલનાર વ્યક્તિએ ₹.500 કરોડની ખંડણી અને જેલમાં બંધ ડોન લોરેન્સ બિશ્નોઈને પણ છોડી મુકવાની માંગ કરી હતી. લોરેન્સ બિશ્નોઈ વિરુદ્ધ સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા સહિત ઘણા કેસો નોંધાયેલા છે. અગાઉ તેણે સલમાન ખાનને પણ ધમકી આપી હતી.
મુખ્યમંત્રીની ભારત-પાકિસ્તાનની મેચ સંદર્ભે સમીક્ષા બેઠક : ગુજરાતના મુખ્યમંત્રીએ ભારત-પાકિસ્તાનની મેચ સંદર્ભે સમીક્ષા બેઠક બોલાવી હતી. તેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરે સુરક્ષા વ્યવસ્થાની તમામ માહિતીથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અવગત કર્યાં. આ વખતે વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન NSG તેમજ ચેતક કમાન્ડોને સુરક્ષાની સાથે જોડવામાં આવ્યા છે. આ કમાન્ડો આતંકવાદીઓ અથવા એવી કોઈ પણ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે.
રમત-જગત અને વર્લ્ડ કપ 2023ને લગતા વધુ સમાચાર માટે – કલિક કરો અહી –
ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ મેચમાં કાગડા ઉડયા, ખાલી સ્ટેડિયમના ફોટા થયા વાયરલ ; શું આ ODIનો અંત છે..?
એશિયન ગેમ્સ : મેડલમાં ભારત સેન્ચૂરીને પાર, વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા
Cricket World Cup 2023 : આખરે કેમ ક્રિકેટ વૈશ્વિક બની શકી નથી ?
બંગાળની ખાડી બગાડી શકે છે ભારત-પાક.ની મેચ ; અંબાલાલે ધોધમાર વરસાદની કરી આગાહી
વર્લ્ડ કપ 2023ની મેચ જોવા જવાના છો..? તો છોડો પાર્કિંગની ચિંતા : આ રહી ખાસ સુવિધા
વર્લ્ડ કપ મેચ જોવા માટે ફિઝિકલ ટિકિટ ફરજિયાત; ફિઝિકલ ટિકિટ નહિ હોય તો..? ‘નો એન્ટ્રી’