Cricket World Cup 2023 : આખરે કેમ ક્રિકેટ વૈશ્વિક બની શકી નથી ?

3
180

ભરચક સ્ટેડિયમ, ઉગ્ર ભીડ, સુપેર સીક્સેર ક્રિકેટના સૌથી મોટા કાર્નિવલ માટે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે, જે ભારતમાં 5 ઓક્ટોબરે શરૂ થયો છે. 10 રાષ્ટ્રો Cricket World Cup 2023 માટે સ્પર્ધા કરશે. એક અજબથી વધુ ક્રિકેટપ્રેમીઓ માટે Cricket World Cup 2023 સૌથી મોટી અને લોકપ્રિય ટુર્નામેન્ટ છે. તેમ છતાં સદીઓ પછી પણ આ રમતનું બજાર મોટાભાગે મુઠ્ઠીભર દેશો સુધી મર્યાદિત છે, આ વખતે વર્લ્ડ કપની આગેવાની ભારત કરી રહ્યું છે. પરંતુ Cricket World Cup 2023 ની પ્રથમ મેચ જે ‘ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ’ વચ્ચે યોજાઈ હતી તેમાં રહેલી પાંખી હાજરીએ સમગ્ર રમતજગતમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

19મી સદીના ઉત્તરાર્ધમાં રમાયેલી પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચો સાથે આ રમત બ્રિટિશ સામ્રાજ્યમાં ફેલાઈ હતી. નવા ફોર્મેટ અને વિવધ સ્પર્ધાઓ સાથે વર્ષોથી વિકસિત થયું હોવા છતાં, કોમનવેલ્થ દેશોની બહાર તેની પહોંચને વિસ્તારવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

ભારત, ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ ક્રિકેટિંગ પાવરહાઉસ તરીકે વર્ચસ્વ ધરાવે છે. આ ‘બિગ થ્રી’ સિવાય, અન્ય મુખ્ય ક્રિકેટ દેશોમાં પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને કેરેબિયન દેશોનો સમાવેશ થાય છે.

6 8

ક્રિકેટ વિશે :

ફૂટબોલની સંચાલક મંડળ FIFA 200થી વધુ સભ્ય દેશો ધરાવે છે. તેનાથી વિપરીત, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) માત્ર 12 કાયમી સભ્યો ધરાવે છે, જેમાં અન્ય ડઝનબંધ દેશો સહયોગી  સભ્યો છે.

આગામી, 50 ઓવરની વર્લ્ડ કપ 2027માં 14 ટીમો આમને-સામે લડશે. તે સંખ્યા 1998 માં ફૂટબોલ વર્લ્ડ કપમાં ભાગ લેનારા 32 રાષ્ટ્રો કરતા ઘણી ઓછી છે અને આગામી 2026માં યોજાનારી વર્લ્ડ કપમાં 48 ફૂટબોલ ટીમો ભાગ લેશે. જેની ટિકિટ બુકિંગ અત્યારથી ચાલુ છે.

1 25

તો આખરે કેવી રીતે ક્રિકેટ રમતને તેના પ્રેમ કરતા દેશોની બહાર વિસ્તારી શકાય ?

ટૂંકા ફોર્મેટ જેવા કે ટ્વેન્ટી20 (T20) ક્રિકેટ જેવા ફોર્મેટને સમગ્ર વિશ્વમાં સમર્થન અપાવી શકે છે?

શું ક્રિકેટનું વૈશ્વિક ભવિષ્ય પણ છે?

ટૂંકો જવાબ : ક્રિકેટમાં વિકાસનો અવકાશ છે, પરંતુ તે ટૂંક સમયમાં વૈશ્વિક ઘટના બની શકે તેવી કોઈ  શક્યતા દેખાતી નથી. નિષ્ણાતો કહે છે કે, યુનાઇટેડ સ્ટેટ્સ જેવા નવા બજારોમાં ફ્રેન્ચાઇઝી લીગના ઉદભવ સાથે ‘50-ઓવર’ના વર્લ્ડ કપ કરતાં T20 ક્રિકેટના ત્રણ કલાકની રમતને વધુ પ્રતિસાદ મળી રહ્યો છે.

ક્રિકેટ હજી વૈશ્વિક કેમ નથી બન્યું?

ફૂટબોલથી વિપરીત, ક્રિકેટ રમવામાં વધુ ખર્ચ થાય છે. સ્ટેડિયમ તૈયાર રાખવું, પીચની જાળવણી કરવી, વિવિધ સાધન-સામગ્રી જેવી બાબતોમાં વધુ ખર્ચ હોય છે.

ESPNCricinfo વેબસાઈટના આસિસ્ટન્ટ એડિટર રોલરે જણાવ્યું હતું કે, “ફક્ત મનોરંજનની રમત રમવા માટે જરૂરી સાધનો તેમજ, મોટાભાગની રમતોની સરખામણીમાં ક્રિકેટમાં પ્રવેશ કરવા માટે વધારે અવરોધ હોય છે.”

8 6

રોલરના મતે, “ફૂટબોલ લાંબા સમયથી વૈશ્વિક રમત છે; તેનું મુખ્ય કારણ છે કે તમારે ફક્ત એક બોલ અને કોઈપણ ખુલ્લી જગ્યાની જરૂર છે.”

કેટલાક નિષ્ણાતો માને છે કે ક્રિકેટની નિષ્ફળતા પાછળ અન્ય કારણો પણ જવાબદાર છે –

ક્રિકેટ વિશ્લેષક અને પત્રકાર જેમી અલ્ટેરે જણાવ્યું હતું કે, “સંસ્થાનવાદથી ક્રિકેટનો પાયો નાખવામાં આવ્યો હતો. રમતનું મુખ્ય હેતુ કોમનવેલ્થ દેશો સાથે જોડાવાનું હતું. સમગ્ર વિશ્વમાં ક્રિકેટને વિસ્તારવા માટે ICCના પ્રયાસો છતાં, તે એક મર્યાદિત રમત બની ને રહી ગઈ છે કારણ કે તે યોગ્ય રીતે વિકાસ અને વિસ્તરણ માટે ખૂબ ઓછા દેશો પર આધાર રાખે છે.”

Jamie Alter
Jamie Alter

‘ક્રિકેટ બજાર’ની વાત કરીએ તો ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા પરંપરાગત ક્રિકેટપ્રેમી રાષ્ટ્રો જ લગભગ બે અબજ લોકોનું બજાર ધરાવે છે.

અલ્ટેરે ભારત અને ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા વિકસિત ક્રિકેટ રમતા દેશોના આર્થિક પ્રભાવનો ઉલ્લેખ કરતા ઉમેર્યું કે, ક્રિકેટ અસંતુલિત સંચાલકો અને પહોંચને લીધે ભાવનાને નકામું કરી શકે છે.

ખૂબ ધીમી વૃદ્ધિ :

ધ ડેઇલી ટેલિગ્રાફ અખબારના ડેપ્યુટી ક્રિકેટ સંવાદદાતા ટિમ વિગ્મોરે જણાવ્યું હતું કે, ખૂબ લાંબી અને ઘણી ઓછી ટીમો સાથે વર્લ્ડ કપની ડિઝાઇન ખરાબ રીતે કરવામાં આવી છે. ભારતમાં Cricket World Cup 2023 માં 10 ટીમો સાથે 46 દિવસ સુધી 48 મેચ રમાશે. જયારે કતાર યોજાયેલી 2022 ફૂટબોલ વર્લ્ડ કપમાં 32 ટીમો હતી અને છતાં તે એક મહિના કરતાં પણ ઓછા સમય સુધી જ  ચાલી હતી.

ક્રિકેટ કોમેન્ટેટર અને પ્રેઝન્ટર જ્યોર્જી હીથે કહ્યું કે, નવા ચાહકોને આકર્ષવા માટે વર્લ્ડ કપનું પણ યોગ્ય રીતે માર્કેટિંગ કરવું જરૂરી છે.

“જેઓ પહેલેથી જ ક્રિકેટના ચાહકો છે અને કોઈપણ રીતે ક્રિકેટને જોવાના છે, તેઓની માટે વધુ જાહેરાત કરવાની જરૂર છે. નવા પ્રેક્ષકો, ખેલાડીઓ અને ચાહકો કેવી રીતે લાવશો અને રમત તેમને શું ઓફર કરે છે..? તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.”  – ક્રિકેટ કોમેન્ટેટર અને પ્રેઝન્ટર જ્યોર્જી હીથે


ઘણીવાર ફક્ત પે-ટુ-વ્યૂ ટેલિવિઝન પર પ્રસારણ કરવું પણ અવરોધરૂપ છે, તેમજ ટિકિટની કિંમતમાં વારંવાર વસૂલવામાં આવતા અલગ-અલગ ચાર્જ પણ એક કારણ છે.

વિશ્વ કપમાં અસ્તવ્યસ્ત ટિકિટ સિસ્ટમથી ચાહકો હતાશ થયા છે. BookMyShow સત્તાવાર ટિકિટ પ્લેટફોર્મ પર ટિકિટની કિંમત 499 રૂપિયા ($6) થી 40,000 રૂપિયા ($481) સુધીની છે. જયારે તે જ ટિકિટ બહુરાષ્ટ્રીય ટિકિટ એક્સચેન્જ અને ટિકિટ રિસેલ બ્રાંડ Viagogo પર 25 મિલિયન રૂપિયા ($300,545)માં વેચાય છે.

ભવિષ્ય કોનું : 20 કે 50 ઓવર?

મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) રમતના કાયદાના રક્ષક કરતા કલબે 2027 વર્લ્ડ કપ પછી ODI આંતરરાષ્ટ્રીય મેચોની સંખ્યા મર્યાદિત કરવાની ભલામણ કરી હતી.

10 4

આ સૂચન એવા સમયે આવે છે જ્યારે, ‘50-ઓવર’નું ફોર્મેટ તેની સુસંગતતા ગુમાવી રહ્યું છે.  પરંપરાગત ચાહકો માટે ટેસ્ટ મેચ અને ‘50-ઓવર’નું ફોર્મેટ પ્રાથમિકતા રહી છે, જ્યારે કેઝ્યુઅલ દર્શકોએ ઝડપી અને ચમકદાર T-20 ઓવર ફોર્મેટ વધુ સ્વીકારી રહ્યું છે. જે બહુવિધ ફ્રેન્ચાઇઝી લીગ પણ ઉભી કરી શકે છે.

ક્રિકેટરો પોતે પણ માની રહ્યા છે કે હવે ODIને વિદાય આપવાનો સમય આવી ગયો છે.

“મારા મતે આંતરરાષ્ટ્રીય સ્તરે વન-ડે ક્રિકેટ ઓછું રમાશે તો પણ વર્લ્ડ કપ એક એવી ટોચની ટુર્નામેન્ટ બની રહેશે, જેમાં ખેલાડીઓ ભાગ બનવાની ઈચ્છા રાખે છે.”ESPNCricinfoના આસિસ્ટન્ટ રોલર


Matt Roller Assistant Editor ESPNcricinfo
Matt Roller – Assistant Editor – ESPNcricinfo

રોલર વધુમાં કહ્યું કે T20 ફોર્મેટ લોકપ્રિય થઇ રહ્યું છે. T20 વર્લ્ડ કપ – દર બે વર્ષે યોજાય છે. દર બે વર્ષે ટુર્નામેન્ટ યોજવાથી ‘સુવર્ણ હંસને મારવા’ જેવું જોખમ પણ છે: અન્ય રમતોમાં લાંબાગાળે વર્લ્ડ કપ રમાવો તેમની પ્રતિષ્ઠા વધારવામાં મદદ કરે છે.

20 1

ભૂતપૂર્વ ICC CEO ડેવિડ રિચર્ડસને જણાવ્યું હતું કે, તે તદ્દન સ્પષ્ટ છે કે ‘T-20 ક્રિકેટ’ ફોર્મેટ એ એવું ફોર્મેટ છે જેનાથી ક્રિકેટ વિશ્વભરમાં વિકાસ કરી શકે છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) :

 ઇન્ડિયન પ્રીમિયર લીગ જેની અંદાજિત બ્રાન્ડ વેલ્યુ $8.4bn (8.4 બિલિયન ડોલર) છે, તેણે 2008માં શરૂઆતથી જ વિશ્વની ટોચની T-20 સ્પર્ધા તરીકે પોતાની સ્થિતિ બનાવી છે. ઓસ્ટ્રેલિયા, સંયુક્ત આરબ અમીરાત, દક્ષિણ આફ્રિકામાં પણ આકર્ષક લીગની શરૂઆત  થઈ છે.

રમત-જગત અને વર્લ્ડ કપ 2023ને લગતા વધુ સમાચાર માટે – કલિક કરો અહી –

Rachin Ravindra (રચિન રવિન્દ્ર) વિશે 6 ફેક્ટસ નહીં સાંભળ્યા હોય, જાણો ભારતીય મૂળના ક્રિકેટર વિશેની વિગતો

ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ મેચમાં કાગડા ઉડયા, ખાલી સ્ટેડિયમના ફોટા થયા વાયરલ ; શું આ ODIનો અંત છે..?

સચિન તેંડુલકર અને હરભજન સિંહની કોમેન્ટરી : મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023નો શુભારંભ

શિખર ધવને પત્ની આયેશાથી છૂટાછેડા લીધા, કોર્ટે સ્વીકાર્યું – પત્નીએ આચર્યું એ માનસિક ક્રૂરતા

વર્લ્ડકપ પાંચમી ઓક્ટોબરથી શરૂ થશે,જાણો ભારતની મેચોનું શિડ્યૂલ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

3 COMMENTS

Comments are closed.