એસિડિટી, હાર્ટબર્ન અને પેટમાં દુખાવોથી પરેશાન છો? આ કામ કરવાથી એસિડ રિફ્લક્સથી મેળશે રાહત

ગોળ  ગોળ ખાવાથી પેટની એસિડિટી ઓછી થાય છે. તમે જમ્યા પછી થોડા સમય પછી ગોળના નાના ટુકડાનું સેવન કરી શકો છે

લવિંગ  જઠરાંત્રિય માર્ગમાં ગેસની અસર ઘટાડવામાં લવિંગ ફાયદાકારક હોઈ શકે છે. પેટ ફૂલવાની સમસ્યાથી પણ લવિંગ રાહત આપે છે.

જીરું  જીરું એસિડ ન્યુટ્રલાઈઝરનું કામ કરે છે. તે પાચનમાં મદદ કરે છે અને પેટમાં  દુખાવો દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. થોડા શેકેલા જીરાને વાટી લો, તેને એક  ગ્લાસ પાણીમાં ઓગાળી લો અથવા એક કપ ઉકાળેલા પાણીમાં એક ચમચી જીરું ઉમેરો  અને જમ્યા પછી પીવો.

વરિયાળી વરિયાળીની ચા પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. વરિયાળીના બીજમાં રહેલા તત્વો અપચો અને સોજામાં પણ રાહત આપે છે .

તજ  એસિડિટીથી રાહત મેળવવા માટે તજની ચા પીવો. તજ પોષક તત્વોનું પાવરહાઉસ છે અને તે ફાયદાકારક ગુણોથી ભરપૂર છે. 

તુલસીના પાન ગેસના પ્રથમ સંકેત પર, એક તુલસીના પાન ખાઓ અથવા 3-4 તુલસીના પાનને એક કપ  પાણીમાં ઉકાળો અને થોડીવાર ઉકળવા દો. જ્યારે તે ગરમ હોય ત્યારે તેનું સેવન  કરો 

ઠંડુ દૂધ દૂધ પેટમાં ગેસ્ટ્રિક એસિડને સ્થિર કરવામાં મદદ કરી શકે છે. તે કેલ્શિયમથી  ભરપૂર છે, જે પેટમાં એસિડની રચનાને અટકાવી શકે છે. એક ગ્લાસ ઠંડુ દૂધ  પીવાથી એસિડિટી દૂર થાય છે.