હજારો ગરીબોને મફત શિક્ષણ આપનારએ શરૂઆત પુલ નીચેથી કરેલી

0
131
પાણીપત હરિયાણા ગરીબોને મફત શિક્ષણ
પાણીપત હરિયાણા ગરીબોને મફત શિક્ષણ

હરિયાણામાં પનીપત પાસે એક વ્યક્તિએ ગરીબોને શિક્ષણ આપવા માટે જગ્યા ના મળતા પુલ નીચે ભણવાનું શરુ કર્યું હતું જે આજે હજારો ગરીબોને એક સાથે મફત શિક્ષણ પ્રદાન કરે છે.ગરીબીના કારણે ઘણા લોકો બાળકોને ભણવાનું કરાવી શકતા નથી.પૈસા અને સંસાધનોના અભાવ તેમને સફળતાના શિરને હાસલ કરવામાં અવરોધો ઉભા કરે છે. પરંતુ ગરીબ બાળકોને ભણતર મળવું તો જોઈએ જ ને.આ દિશામાં ઘણા લોકો કામ કરી રહ્યા છે અને બીજી તરફ એક સમૃદ્ધ પરિવારનો બાળક લાખો ખર્ચીને શિક્ષણ મેળવે છે.મિશન બુનિયાદ નવીન મિશ્રાએ આવા કામ માટે જ શરૂઆત કરી છે.જે હરિયાણામાં હજારો બાળકોને મફત અને ઉત્તમ શિક્ષણ આપી રહયા છે.જેમાં આધુનિક સાધનો તથા પુરતા શિક્ષણના શાળાનો પણ જોવા મળે છે.

મિશન બુનિયાદ ૨૦૧૪થી સરકારી શાળાના વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપી રહ્યું છે.જેનો ઉદ્દેશ સારું શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય થઇ શકે છે.મિશન બુનિયાદ હેઠળ જે શિક્ષણ મળે છે તેવી ગુણવતાનું શિક્ષણ મેળવા માટે લાખો રૂપિયા ખર્ચતા હોય છે.મિશન બુનિયાદ હેઠળ અભ્યાસ કરતા બાળકો IIT, NEET, NDA, JE સુહ્દીની પરીક્ષાઓ માટે ભણતર મેળવી શકતા હોય છે.હાલ પાણીપતમાં પાંચ કેન્દ્રો આ યોજનામાં કાર્યરત છે.અને હરિયાણામાં ટોટલ ૧૦૩ કેન્દ્રો હાલ કાર્યરત છે.૨૦૧૪મ નવીન મિશ્રાએ આ યોજનાણી શરૂઆત કરી હતી.એ વખતે શરૂઆતમાં તેઓ પુલ નીચે બાળકોને મફત શિક્ષણ આપી રહયા હતા.ટે સમયે આ યોજનામાં ૧૮ બાળકો ભણી રહયા હતા જેમાં ૧૬ બાળકો પ્રથમ પ્રયાસમાં જ IIT ણી પરીક્ષા પાર પાડીને સફળતા જીવનમાં મેળવી છે.મિશન બુનિયાદ હેઠળ હવે રાજ્યોના હજારો બાળકોને સાંકડી લેવામાં આવ્યા છે.

મિશન બુનિયાદનું લક્ષ્ય બાળકોના ભણતરનો પાયો મજબુત કરવાનો અને ગરીબ બાળકોના પરિણામ સુધારે એના માટે સતત કાર્યરત છે.પાણીપતમાં પણ DIETણી સરકારી બિલ્ડીંગમાં બાળકોને મિશન બુનિયાદ હેઠળ આવરી લેવામાં આવે છે.જ્યાં બાળકોને સ્માર્ટ ભણતર સાથે પ્રગતિના પંથ માટે તૈયાર કરાય છે.બાળકોનું કેહવું છે કે અહી સારું શિક્ષણ મળે છે અને દરેક શંકાઓ શિક્ષક દ્વારા દુર કરવામાં આવે છે.આ એક ખુબ જ સારો વિકલ્પ છે અને આ પ્રશંસનીય પગલું છે.જેનો ફાયદો બાળકોને ભવિષ્યના સુધારા માટે થઇ રહ્યો છે.

દિલ્હીની સનસનીખેજ ઘટના,લૂંટ વીથ મર્ડર