Real Life Has No Syllabus: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. આ સમારોહમાં 3,000થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જેમાં 587 પીએચડી (PhD) વિદ્યાર્થીઓ પણ સામેલ હતા. આ અવસરે PM મોદીએ વિદ્યાર્થીઓ સાથે હળવાશભર્યા અંદાજમાં વાતચીત કરી અને જીવનના મહત્વના પાઠ શીખવ્યા હતા.

Real Life Has No Syllabus: “હું બાબા બાગેશ્વર નથી, પણ…”
સમારોહ દરમિયાન પીએમ મોદીએ મજાકીયા અંદાજમાં કહ્યું કે, “આજે બધા વિદ્યાર્થીઓ ડિગ્રી લેવા આવ્યા છે, પણ તેમના મનમાં ભવિષ્યને લઈને કંઈક ને કંઈક ચોક્કસ ચાલતું જ હશે. હું બાબા બાગેશ્વર તો નથી, પરંતુ કંઈક તો ચાલતું જ હશે!” તેમણે કહ્યું કે દરેક વિદ્યાર્થી આવતીકાલ માટે કોઈને કોઈ સપનું જોઈ રહ્યો છે – કોઈ પહેલી સેલરીની રાહ જોઈ રહ્યું છે, તો કોઈ સ્ટાર્ટઅપ શરૂ કરવા ઈચ્છે છે.

Real Life Has No Syllabus: વાસ્તવિક જીવનનું ‘આઉટ ઓફ સિલેબસ’ સત્ય
વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા વડાપ્રધાને જણાવ્યું કે કેમ્પસ જીવન અને બહારની વાસ્તવિક દુનિયામાં ઘણો ફરક હોય છે. IITમાં ચોક્કસ સિલેબસ હોય છે, પરંતુ વાસ્તવિક જીવનમાં બધું જ ‘આઉટ ઓફ સિલેબસ’ હોય છે. કઈ પરીક્ષા આવશે અને કયો કોર્સ હશે તેની કોઈ અગાઉથી ખબર હોતી નથી. જ્યારે પણ કોઈ મોટો પડકાર સામે આવે ત્યારે ગભરાઈ જવાને બદલે તેને નાના-નાના ભાગોમાં વહેંચીને ઉકેલ શોધવો જોઈએ.

Real Life Has No Syllabus: ‘પરમ પ્રજ્ઞા’ AI સુપરકમ્પ્યુટરનું લોકાર્પણ
આ કાર્યક્રમમાં PM મોદીએ IIT દિલ્હીના સોનીપત કેમ્પસમાં સ્થાપિત ‘પરમ પ્રજ્ઞા’ નામના અત્યાધુનિક AI-આધારિત હાઈ-પર્ફોર્મન્સ સુપરકમ્પ્યુટરનું રિમોટથી ઉદ્ઘાટન કર્યું હતું. આ સુપરકમ્પ્યુટર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડેટા સાયન્સ અને એડવાન્સ્ડ રિસર્ચ ક્ષેત્રે દેશની ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે.

Real Life Has No Syllabus: PM મોદીના ભાષણની 7 મુખ્ય વાતો:
- નવી યાત્રાની શરૂઆત: ઓરિએન્ટેશનથી લઈને કોન્વોકેશન સુધીની સફર યાદગાર રહી છે. હવે પરિવારના ગર્વ અને દેશ માટે કંઈક મોટું કરવાના સપના સાથે નવી યાત્રા શરૂ થઈ રહી છે.
- IIT એ આપેલું બીજું ઘર: હોસ્ટેલ, મિત્રો, મેસનું ભોજન અને પ્રોફેસરો સાથેના સંબંધો જીવનભર સાથે રહેશે. સફળતામાં આ સંસ્થાની યાદો હંમેશા પ્રેરણા આપશે.
- સતત શીખતા રહેવું જરૂરી: બદલાતી ટેકનોલોજી અને દુનિયામાં માત્ર તે જ આગળ વધશે જે સતત નવું શીખતો રહેશે અને પડકારોના ઉકેલ લાવશે.
- પડકારો સાથે તકો પણ: બદલાવની સાથે નવી તકો પણ આવે છે. જે વ્યક્તિ નવા પડકારોનો ઉકેલ શોધશે, તે જ વિજયী બનશે.
- બહારની દુનિયા આઉટ ઓફ સિલેબસ: વાસ્તવિક જીવનમાં કોઈ ફિક્સ્ડ સિલેબસ નથી હોતો, સાચો પ્રશ્ન અને તેનો જવાબ બંને જાતે જ શોધવા પડે છે.
- આગામી 35 વર્ષ દેશ માટે મહત્વપૂર્ણ: આવનારો સમય ખૂબ પડકારજનક છે. આગામી 35 વર્ષમાં તમે જે કામ કરશો તે વિકસિત ભારતના નિર્માણનો મુખ્ય આધાર બનશે.
- કોઈની સાથે સરખામણી ન કરો: તમારી દોડ બીજા કોઈની સાથે નહીં, પણ પોતાની સાથે છે. પેકેજ કે અન્ય બાબતોની ચિંતા કર્યા વગર દરરોજ પોતાને વધુ સારા બનાવવાનો પ્રયાસ કરો અને શારીરિક-માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો