HomeRajkotGujarat TAT-H Exam 2026: રાજકોટમાં ટાટ (TAT-H) પરીક્ષાનો પ્રારંભ: ૫૭ શાળાઓમાં ૯,૮૬૮...

Gujarat TAT-H Exam 2026: રાજકોટમાં ટાટ (TAT-H) પરીક્ષાનો પ્રારંભ: ૫૭ શાળાઓમાં ૯,૮૬૮ ઉમેદવારો મેદાને, ૩ વર્ષ બાદ યોજાઈ રહી છે ભરતી પરીક્ષા

Gujarat TAT-H Exam 2026: રાજકોટ શહેરમાં આજ રોજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટેની અત્યંત મહત્વપૂર્ણ એવી TAT-H (Teacher Aptitude Test – Higher Secondary) ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ ગઈ છે. લાંબા સમયની રાહ જોયા બાદ રાજ્યમાં શિક્ષક બનવા માટે સપના સેવતા યુવાનો માટે આ પરીક્ષા મહત્ત્વની સાબિત થવાની છે.

Gujarat TAT-H Exam 2026

Gujarat TAT-H Exam 2026: ૫૭ શાળાઓમાં પરીક્ષાનું આયોજન અને ૧૦,૦૦૦ નજીક ઉમેદવારો

Screenshot 2026 08 08 120415

મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરમાં તંત્ર દ્વારા પરીક્ષા માટે સઘન આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટની કુલ ૫૭ જેટલી શાળાઓમાં આ પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. આ પરીક્ષામાં કુલ ૯,૮૬૮ પરીક્ષાર્થીઓ પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે અને શિક્ષક બનવા માટે પરીક્ષા આપી રહ્યા છે. કોપી કે ગેરરીતિ અટકાવવા માટે તમામ કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વહીવટી સ્ટાફની નજર રાખવામાં આવી છે.

Gujarat TAT-H Exam 2026: વર્ષ ૨૦૨૩ બાદ છેલ્લે લેવાઈ હતી પરીક્ષા

Screenshot 2026 08 08 120452

ઉલ્લેખનીય છે કે, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે છેલ્લે વર્ષ ૨૦૨૩માં આ પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારબાદ લાંબા સમયથી ઉમેદવારો નવી ભરતી અને પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા. આ પરીક્ષાના માધ્યમથી રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં યોગ્ય અને લાયકાત ધરાવતા ગુણવત્તાસભર શિક્ષકોની ભરતી કરવામાં આવશે, જેનાથી શિક્ષણનું સ્તર વધુ મજબૂત બનશે.

Gujarat TAT-H Exam 2026: ઉમેદવારોની પ્રતિક્રિયા

Screenshot 2026 08 08 120402

આ પરીક્ષાને લઈને ઉમેદવારોમાં એક તરફ ઉત્સાહ તો બીજી તરફ ઉત્સુકતા જોવા મળી હતી.

  • સોનલ ગઢીયા (ઉમેદવાર) જણાવે છે કે, “આ પરીક્ષા લાંબા સમય બાદ આવી છે અને અમે ખૂબ જ મહેનત કરી છે. પેપર સારું જશે તેવી આશા છે.”
  • ઉપેન્દ્ર જેઠવા (ઉમેદવાર) નું કહેવું છે કે, “શિક્ષક બનવા માટે આ યોગ્ય તક છે, સરકારે પરીક્ષા યોજી તે સરાહનીય પગલું છે, જોકે સ્પર્ધા ઘણી મોટી છે.”

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સુરતમાં તંત્રના લાલ આંખ: એનાલોગ પનીર, ચીઝ અને બટરના વેચાણ સામે મેગા ડ્રાઈવ, ૬૮ કિલો જથ્થાનો નાશ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments