“અયોધ્યાનું રામ મંદિર અપવિત્ર છે, હિન્દુઓએ પૂજા ન કરવી જોઈએ”: TMC નેતાનું વિવાદાસ્પદ નિવેદન

0
101
"અયોધ્યાનું રામ મંદિર અપવિત્ર છે, હિન્દુઓએ પૂજા ન કરવી જોઈએ": TMC નેતાનું વિવાદાસ્પદ નિવેદન

TMC: બંગાળના શાસક તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય રામેન્દુ સિન્હા રાયે અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય રામ મંદિરને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે રામ મંદિરને અપવિત્ર સ્થળ ગણાવ્યું છે. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે કોઈ પણ ભારતીય હિંદુએ આવા અપવિત્ર સ્થાન પર પૂજા કરવી જોઈએ નહીં. હુગલી જિલ્લાના તારકેશ્વરના તૃણમૂલ ધારાસભ્યની આ ટિપ્પણીથી ખળભળાટ મચી ગયો છે.

"અયોધ્યાનું રામ મંદિર અપવિત્ર છે, હિન્દુઓએ પૂજા ન કરવી જોઈએ": TMC નેતાનું વિવાદાસ્પદ નિવેદન
“અયોધ્યાનું રામ મંદિર અપવિત્ર છે, હિન્દુઓએ પૂજા ન કરવી જોઈએ”: TMC નેતાનું વિવાદાસ્પદ નિવેદન

TMC નેતાના નિવેદન BJP રોષ

બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા અને ભાજપના ધારાસભ્ય સુવેન્દુ અધિકારીએ આ નિવેદનની સખત નિંદા કરી છે અને કહ્યું છે કે તૃણમૂલ ધારાસભ્ય સામે FRI દાખલ કરવાની વાત કરી છે.

TMC નેતાઓ ભગવાનને અપવિત્ર કહી રહ્યા છે: સુવેન્દુ અધિકારી

તૃણમૂલ પર પ્રહાર કરતા સુવેન્દુએ કહ્યું કે આ સત્તાધારી પક્ષના નેતાઓનું સત્ય છે. હિંદુઓ પર હુમલો કરતી વખતે તેમની હિંમત એટલી વધી ગઈ છે કે તેઓ હવે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરને ‘અપવિત્ર’ કહેવાની હિંમત ધરાવે છે. તેમનું આ વર્ણન ભગવાન શ્રી રામ પ્રત્યે તૃણમૂલ નેતૃત્વની લાગણીઓને દર્શાવે છે. તમને જણાવી દઈએ કે રામેન્દુ સિંહા રાય આરામબાગ સંગઠનાત્મક જિલ્લાના તૃણમૂલ અધ્યક્ષ પણ છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો