Junagadh : મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું જુનાગઢ

0
98
Junagadh
Junagadh

Junagadh : દર વર્ષે મહા વદ નોમથી તેરસ સુધી જુનાગઢ શિવરાત્રી મેળાનુ આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ ભવનાથમાં પરંપરા મુજબ મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે. 5 માર્ચથી 8 માર્ચ સુધી ચાલનારા આ મેળામાં આવતા ભાવિકોને કોઈ જાતની અગવડ ન પડે તે માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

Junagadh

Junagadh : ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવિધ સંગમ સાથે શિવઆરાધનામાં લીન થવાના ગિરનાર મહાશિવરાત્રિ મેળાનો આજથી આરંભ થયો છે. દેશભરમાંથી આવેલા નાગાસાધુઓએ ગિરી તળેટીમાં આવીને પોતાના નિશ્ચિત સ્થાનો પર ધૂણી ધખાવી શિવ આરાધના ઉપાસનામાં લીન જોવા મળી રહ્યા છે. આ સાથે જ બમ બમ બોલે, જય ગિરનારી અને હર હર મહાદેવના નાદથી ગિરી તળેટી ગુંજી ઉઠી છે.

Junagadh

Junagadh  : આજે સવારે 9 વાગ્યે ભવનાથ મંદિર ખાતે ગિરનાર ક્ષેત્રના તમામ મહામંડલેશ્વર, વરિષ્ઠ સાધુ-સંતો, મહંતો સહિતનાઓની ઉપસ્થિતિમાં હર હર મહાદેવના જયઘોષ સાથે 80 ફૂટ ઊંચા શિખર પર ધ્વજારોહણ બાદ ભવનાથમાં આવેલ 3 મુખ્ય અખાડા ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું છે. ત્યાર બાદ મેળાને ખુલ્લો મુકાયો છે. આ સાથે 250 જેટલા અલગ-અલગ સેવાકીય અન્નક્ષેત્રોમાં ધમધમાટ સાથે સંચાર જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત મનોરંજન માટે ચકરડી અને ચકડોળ જેવી રાઇડનો પણ યાત્રિકો લાભ ઉઠાવી રહ્યા છે. મેળો હોવાથી ભવનાથ મંદિર, દામોદર કુંડ, મુચકુંદ ગુફાને શણગાર્યા છે.

Junagadh

Junagadh : મૃગીકુંડમાં સાધુ સંતોના સ્નાન બાદ મેળો પૂર્ણ થશે

Junagadh

Junagadh  : મેળામાં ત્રણ અખાડામાં ધ્વજારોહણ થાય છે. ભવનાથમાં પરંપરાગત રવેડી બાદ સાધુ-સંતો વહેલી સવારે મૃગીકુંડમાં સ્નાન કરે છે અને આ સ્નાન બાદ મેળો સંપન્ન થાય છે. મહાશિવરાત્રીના કારણે સોમનાથ મંદિર સહિત સમગ્ર સોરઠમાં લોકો ભગવાન શિવની ભક્તિમાં લીન થાય છે અને જય ગિરનારી, બમ બમ ભોલે અને હરહર મહાદેવના નારા સાથે સમગ્ર વાતાવરણ શિવમય બની જાય છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો