Free Online Coaching: આજરોજ 80મા સ્વતંત્રતા દિવસના પાવન અવસરે પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવીને દેશને 13મી વખત સંબોધિત કર્યો હતો. લાલ કિલ્લા પર પ્રથમવાર ‘વંદે માતરમ્’નું ગાન થયું હતું અને 21 તોપોની સલામી સાથે રાષ્ટ્રગાન યોજાયું હતું. પ્રધાનમંત્રીએ તેમના 76 મિનિટના આ સંબોધનમાં દેશની પ્રગતિ, યુવાનોના ભવિષ્ય અને વિકસિત ભારતના લક્ષ્ય વિશે મહત્વની વાત કરી હતી.
Free Online Coaching: યુવાનો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ફ્રી કોચિંગની ભેટ

દેશના યુવાનોને ભવિષ્યની તકનીકો માટે તૈયાર કરવા માટે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે આગામી એક વર્ષમાં દેશના 1 કરોડ યુવાનોને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) સ્કિલ્સની ટ્રેનિંગ આપવામાં આવશે. આ સાથે જ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની મફત ઓનલાઈન કોચિંગ વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવશે, જેથી દરેક પ્રતિભાશાળી યુવાનને આગળ વધવાની સમાન તક મળી રહે.
Free Online Coaching: માનસિક નક્સલવાદથી સાવચેત રહેવા અપીલ

દેશની સુરક્ષા અને પ્રગતિ પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશે નક્સલવાદ સામે કડક પગલાં લીધા છે અને આજે નક્સલ પ્રભાવિત વિસ્તારો પણ વિકાસના પંથે આગળ વધી રહ્યા છે. જો કે, તેમણે ચેતવણી આપી હતી કે હથિયારબંધ નક્સલવાદીઓ તો નબળા પડ્યા છે, પરંતુ કેટલાક માનસિક નક્સલવાદીઓ સમાજને અને યુવા પેઢીને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરી રહ્યા છે. દેશે આવા તત્વોને ઓળખીને યુવાનોને સાચા માર્ગે જોડવા પડશે.
Free Online Coaching: 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય
દેશને 2047 સુધીમાં ‘વિકસિત રાષ્ટ્ર’ બનાવવાનો સ્પષ્ટ રોડમેપ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણી વિચારસરણી અને કાર્ય-સંસ્કૃતિમાં બદલાવ લાવવો જરૂરી છે. જે કામો અગાઉના દાયકાઓમાં નહોતા થયા, તે લક્ષ્યો આપણે આગામી 5 થી 7 વર્ષમાં જ હાંસલ કરવાના છે. આત્મનિર્ભરતાના મુદ્દે વાત કરતા તેમણે જણાવ્યું કે દેશે હવે પોતાની ક્ષમતાઓ જાતે જ વિકસાવવી પડશે અને અન્ય દેશો પરની નિર્ભરતા ઘટાડવી પડશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: વડોદરાની કરજણ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ચકચારી સ્વીટી પટેલ હત્યા કેસમાં તત્કાલીન PI અજય દેસાઈને આજીવન કેદ

