HomeGujaratHigh-Speed Rail Revolution: ગુજરાતમાં 2027માં દોડશે બુલેટ ટ્રેન, સુરત-વાપી વચ્ચે પ્રથમ તબક્કાની...

High-Speed Rail Revolution: ગુજરાતમાં 2027માં દોડશે બુલેટ ટ્રેન, સુરત-વાપી વચ્ચે પ્રથમ તબક્કાની શરૂઆત; 280 કિમીની ઝડપે દોડશે સ્વદેશી ટ્રેન

High-Speed Rail Revolution: દેશની પ્રથમ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું સપનું હવે સાકાર થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. વર્ષ 2027માં ગુજરાતના પાટા પર બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારીઓ તેજ કરવામાં આવી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેર કરેલી સમયમર્યાદા અનુસાર, 2027ના છેલ્લા ક્વાર્ટરમાં એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન પ્રથમ તબક્કામાં સુરતથી વાપી વચ્ચે બુલેટ ટ્રેન સેવા શરૂ કરવાનું આયોજન છે. આ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મુંબઈ અને અમદાવાદ વચ્ચે મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે.

High-Speed Rail Revolution: 8 સ્ટેશનનું સિવિલ વર્ક પૂર્ણ

High-Speed Rail Revolution

મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરના નિર્માણમાં અત્યાર સુધી નોંધપાત્ર પ્રગતિ થઈ છે. મળતી માહિતી મુજબ, પ્રોજેક્ટમાં 456 કિલોમીટર સુધી પિલર અને 371 કિલોમીટર સુધી બ્રિજનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે. 299 કિલોમીટરના રૂટ પર અવાજનું પ્રદૂષણ ઘટાડવા માટે આશરે 6 લાખ નોઈઝ બેરિયર લગાવવામાં આવ્યા છે. જ્યારે 206 કિલોમીટરના બ્રિજ પર 9,300 ઓવરહેડ ઇલેક્ટ્રિક પોલ ઊભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રૂટનાં આઠ સ્ટેશનોનું સિવિલ વર્ક પૂર્ણ થયું છે અને હાલમાં આર્કિટેક્ચરલ ફિનિશિંગની કામગીરી ચાલી રહી છે.

High-Speed Rail Revolution: દરિયાની નીચે બનશે 7 કિમી લાંબી ટનલ

આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા મહારાષ્ટ્રમાં બનતી અંડરસી રેલ ટનલ છે. આશરે 21 કિલોમીટર લાંબી ટનલમાંથી 7 કિલોમીટરનો ભાગ થાણે ક્રીકની નીચેથી પસાર થશે. આ દેશની પ્રથમ અંડરસી રેલ ટનલ બનશે. તેના નિર્માણ માટે વિશાળ ટનલ બોરિંગ મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સાબરમતી, સુરત અને થાણે ખાતે ટ્રેનના મેન્ટેનન્સ ડેપો બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે.

High-Speed Rail Revolution

High-Speed Rail Revolution: 280 કિમીની ઝડપે દોડશે સ્વદેશી બુલેટ ટ્રેન

ભારતની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન તૈયાર કરવાની જવાબદારી ICF અને BEMLને સોંપવામાં આવી છે. B28 નામની ટ્રેનસેટ 280 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે તે રીતે તૈયાર થઈ રહી છે. તેનું પ્રથમ બોડી ફ્રેમ તૈયાર થઈ ગયું છે અને હાલમાં સ્ટ્રક્ચરલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. 2027ના મધ્યભાગથી ટ્રેક ટ્રાયલ શરૂ કરવાનું આયોજન છે. ત્યારબાદ વધુ ઝડપ ધરાવતી B35 ટ્રેન અને જાપાનની શિંકાનસેન E10 ટ્રેનને પણ પ્રોજેક્ટ સાથે જોડવાની યોજના છે.

High-Speed Rail Revolution: જમીન સંપાદન અને કોરોના મહામારીથી થયું મોડું

High-Speed Rail Revolution

પ્રોજેક્ટમાં થયેલા વિલંબ અંગે રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2017માં જાહેરાત થયા બાદ રાજ્ય સરકારની મંજૂરી અને જમીન સંપાદનને કારણે શરૂઆતના અઢી વર્ષ સુધી કામગીરી શરૂ થઈ શકી નહોતી. ત્યારબાદ કોરોના મહામારીને કારણે પણ સમય લાગ્યો હતો. વાસ્તવિક નિર્માણ કાર્ય 2021થી શરૂ થયું હતું. હવે પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો છે અને 2027માં ગુજરાતમાં બુલેટ ટ્રેન દોડાવવાની દિશામાં તૈયારીઓ કરવામાં આવી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: મુંબઈના ગાર્ડનમાં યુવક-યુવતી પર સગીરોનો હુમલો, મારામારીનો વીડિયો વાયરલ થતાં પોલીસ કાર્યવાહી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments