Vibrant Gujarat 2027: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૭ના વૈશ્વિક પ્રચાર અને રાજ્યમાં નવા રોકાણોને આકર્ષવાના મુખ્ય ઉદ્દેશ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાના વિદેશી પ્રવાસે જઈ રહ્યા છે. આ મહત્વપૂર્ણ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીની સાથે રાજ્યના ટોચના IAS અધિકારીઓનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ જોડાશે.
Vibrant Gujarat 2027: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૭:

આ આગામી ૧૭ થી ૨૪ ઓગસ્ટ દરમિયાન યોજાનારા પ્રવાસમાં અમેરિકા અને કેનેડાના વિવિધ મહત્વપૂર્ણ શહેરોમાં રોડ-શો, ખાસ બિઝનેસ મીટિંગ્સ અને વૈશ્વિક રોકાણકારો સાથે વિશેષ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકો દ્વારા મુખ્યમંત્રી ગુજરાતની અગ્રેસર ઔદ્યોગિક નીતિઓ, મજબૂત અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સરળ વ્યવસાયિક પ્રક્રિયાઓ (Ease of Doing Business) તેમજ રોકાણ માટેની નવીન તકો અંગે વૈશ્વિક ઉદ્યોગજગતને સવિસ્તાર માહિતી આપશે.

પ્રવાસના સમયગાળા દરમિયાન અગ્રણી આંતરરાષ્ટ્રીય કંપનીઓના પ્રતિનિધિઓ અને દિગ્ગજ ઉદ્યોગપતિઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજાશે. જેમાં તેમને આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૭માં ઉત્સાહભેર ભાગ લેવા તથા ગુજરાતમાં મોટાપાયે રોકાણ કરવા માટે વિશેષ આમંત્રિત કરવામાં આવશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગુજરાતમાં ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરમાં મેઘરાજા ફરી મંડાઈ વળશે, 28 ઓગસ્ટથી ભારેથી અતિભારે વરસાદની આગાહી

