Home State Gujarat Rain Alert in South Gujarat: ગુજરાતમાં ડબલ ઋતુનો માહોલ, દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની...

Rain Alert in South Gujarat: ગુજરાતમાં ડબલ ઋતુનો માહોલ, દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર હજુ પણ ગરમીમાં શેકાશે

0
95
Rain Alert in South Gujarat
Rain Alert in South Gujarat

Rain Alert in South Gujarat: દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્ર, તેલંગાણા, છત્તીસગઢ અને બિહારના વધુ વિસ્તારોમાં પ્રવેશ્યા બાદ આગામી 48 કલાકમાં ચોમાસું મુંબઈ સહિત મહારાષ્ટ્રના બાકીના ભાગોને આવરી લેશે. ગુજરાતમાં પણ ચોમાસાની વિધિવત શરૂઆત પહેલાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે મેઘરાજાએ ધમાકેદાર હાજરી પુરાવી દીધી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 52 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ભાવનગરમાં 1.85 ઇંચ અને સુરતના ઉમરપાડામાં 1.77 ઇંચ વરસાદ ખાબક્યો છે.

Rain Alert in South Gujarat

જોકે, રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલને કારણે લોકોને ગરમીથી મોટી રાહત મળી છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકો હજુ પણ અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરી રહ્યા છે. સોમવારે ગાંધીનગર 41.0°C તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું.

Rain Alert in South Gujarat

Rain Alert in South Gujarat: વલસાડ-નવસારીમાં સાર્વત્રિક વરસાદથી નદીઓ-ડેમમાં નવા નીર

  • વલસાડ જિલ્લો: છેલ્લા ત્રણ દિવસના વાદળછાયા વાતાવરણ બાદ વહેલી સવારે 4થી 6 વાગ્યાના માત્ર બે કલાકમાં જ ઉમરગામ સહિતના વિસ્તારોમાં 17 mm જેટલો વરસાદ ખાબક્યો હતો. અસહ્ય બફારાથી પરેશાન લોકોને આનાથી મોટી રાહત મળી છે.
  • નવસારી જિલ્લો: જિલ્લામાં સતત બીજા દિવસે અષાઢી માહોલ જામ્યો છે. તોફાની પવન સાથે શરૂ થયેલા વરસાદને કારણે જલાલપોર પંથકમાં સવા ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જિલ્લાની મુખ્ય નદીઓ અને ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે:
    • પૂર્ણા નદી: વર્તમાન સપાટી 8 ફૂટ (ભયજનક સપાટી: 23 ફૂટ)
    • અંબિકા નદી: વર્તમાન સપાટી 11 ફૂટ (ભયજનક સપાટી: 28 ફૂટ)
    • જૂજ ડેમ: વર્તમાન સપાટી 147.80 ફૂટ (ઓવરફ્લો લેવલ: 167.5 ફૂટ)
    • કેલીયા ડેમ: વર્તમાન સપાટી 99.13 ફૂટ (ઓવરફ્લો લેવલ: 113.5 ફૂટ)
Rain Alert in South Gujarat

Rain Alert in South Gujarat: સુરતમાં પારો 3.5°C ગગડ્યો, અન્ય શહેરોમાં રાત્રે પણ ભારે અકળામણ

વરસાદી માહોલ વચ્ચે સુરતમાં મહત્તમ તાપમાનમાં 3.5°Cનો મોટો ઘટાડો નોંધાતા પારો 32.4°C પર આવી ગયો છે, જે રાજ્યનું સૌથી ઓછું મહત્તમ તાપમાન ધરાવતું કેન્દ્ર બન્યું છે. જ્યારે અમદાવાદમાં પારો 40.5°C નોંધાયો હોવા છતાં, લઘુત્તમ તાપમાન 29.6°C રહેતાં રાત્રે પણ લોકોએ ભારે ઉકળાટ સહન કરવો પડ્યો હતો.

Rain Alert in South Gujarat: મુખ્ય શહેરોના તાપમાનની સ્થિતિ:

  • ગાંધીનગર: 41.0°C (રાજ્યમાં સૌથી વધુ)
  • અમદાવાદ: 40.5°C
  • સુરેન્દ્રનગર: 40.5°C
  • રાજકોટ: 40.3°C
  • ડીસા: 39.7°C
  • વડોદરા: 38.4°C
  • ભાવનગર: 35.7°C (1.3°C નો ઘટાડો)

Rain Alert in South Gujarat: હવામાન વિભાગની આગામી 7 દિવસની આગાહી

  • 23 જૂન: અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ તેમજ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને દીવમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે.
  • 24 અને 25 જૂન: ઉત્તર ગુજરાત અને કચ્છમાં હવામાન સંપૂર્ણ સૂકું થઈ જશે. વરસાદનું જોર માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા દીવ પૂરતું મર્યાદિત રહેશે.
  • 26થી 29 જૂન: અઠવાડિયાના અંતમાં વરસાદ ફરી વ્યાપ પકડશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. બાકીના ભાગોમાં ગરમી યથાવત રહેશે.

અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ: અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે સાંજના સમયે ગાજવીજ સાથે વરસાદના એક-બે રાઉન્ડ પડી શકે છે, પરંતુ તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા હોવાથી બફારાનું જોર ચાલુ રહેશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

સુરતમાં બ્રિજ ધરાશાયી થવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ; તંત્રએ અફવા ગણાવી કરી સ્પષ્ટતા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે