HomePower Play - ProgramPower Play 1316 | વાવાઝોડું વેરશે વિનાશ – તંત્ર અડીખમ

Power Play 1316 | વાવાઝોડું વેરશે વિનાશ – તંત્ર અડીખમ

વાવાઝોડું ગુજરાતના કચ્છ જીલ્લાના જખૌ બંદર નજીક લેન્ડ ફોલ થવાની જે શક્યતા હતી તે પ્રમાણે આગળ વધી રહ્યું છે અને તંત્ર અડીખમ છે. વાવાઝોડું ભારે તારાજી સર્જી શકે છે

વાવાઝોડાની આગાહીના પગલે માછીમારોને દરિયામાં નહિ જવા તેમજ લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા, સલામત સ્થળે રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી. ગુજરાત ના દરિયાઈ કિનારા તરફ ધીમી ગતિએ આગળ વધી રહેલા વાવાઝોએ તારાજી સર્જવાની શરૂઆત બપોર પછી કરી હતી. સમૂદ્ર કિનારા પર ભયજનક સિંગલ સાથે તંત્ર દ્વારા સમુદ્ર કિનારા તરફ લોકો ન જાવા અપીલ કરવામાં આવી છે. હાલ સમુદ્ર ની અંદર બીપોરજોય નામનું વાવાઝોડું સક્રિય બન્યું છે.

કચ્છ સહિત દેવભૂમિ દ્વારકા , ઉત્તર ગુજરાત સહિતના જિલ્લાઓમાં ભારે થી અતિ ભારે વરસાદ થઇ રહ્યો છે , નાગરિકોને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે અને તમામ જીવન જરૂરી ચીજ વસ્તુઓ સામાજિક સંસ્ર્થાઓ સાથે તંત્ર અડીખમ છે

 ભારતીય હવામાન વિભાગ દ્વારા સંભવિત વાવાઝોડા “બિપરજોય” અંગે આગાહી કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર અને તંત્ર સજ્જ હતું. .ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કલેક્ટર ઓફિસ, ખંભાળિયા ખાતે તમામ  સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે વાવાઝોડા પૂર્વેની સલામતી અને બચાવ રાહતની કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અધિકારીઓ પાસેથી વાવાઝોડા સંદર્ભે પૂર્વ તૈયારીઓની અંગેની  વિગતો જાણીને ઝીરો કેઝ્યુઆલટીના અભિગમ સાથે કામગીરી કરવા માટે આદેશ આપ્યો હતો.  ખાસ કરીને પ્રાથમિક જરૂરિયાત જેવી કે વીજળી, પાણીની વિતરણની સુવિધા અને કમ્યુનિકેશન નેટવર્ક વહેલીતકે ફરીથી સ્થાપિત થઈ શકે તે બાબતની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું. દરિયાકાંઠાના નજીકના વિસ્તારોમાં નાગરિકોના સ્થળાંતરની પ્રક્રિયા તુરંત કરવા અને શેલ્ટર હોમમાં તમામ જીવન જરૂરિયાતની સુવિધાઓ ઉપલબ્ધ કરવા અંગે તકેદારી રાખવા જણાવ્યું હતું. આ સિવાય જિલ્લામાં આરોગ્ય સેવા સુદ્રઢ રહે તે માટે તમામ વ્યવસ્થાઓ કરવા માટે જણાવ્યું હતું.દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની હવામાન વિભાગની આગાહીના પગલે પોલીસ વિભાગ  સતત પેટ્રોલિંગ કરીને કોઈ જ વ્યક્તિ દરિયાકાંઠે ના જાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત માઈક સાથેના વાહનોની મદદથી કાંઠાના વિસ્તારોમાં પ્રચાર-પ્રસાર કરી નાગરિકોને જાગૃત કરવા જણાવ્યું હતું.  નાગરિકોને કોઈપણ પ્રકારની અફવાઓમાં દોરાયા વગર સરકારી તંત્ર દ્વારા સમયાંતરે અપાતી સૂચનાઓનું પાલન કરવા સૂચનાઓ આપી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments