HomeDeshBRICS Business Forum: બ્રિક્સ બિઝનેસ ફોરમમાં પુતિનનો પશ્ચિમ પર કટાક્ષ, નબળા દેશો...

BRICS Business Forum: બ્રિક્સ બિઝનેસ ફોરમમાં પુતિનનો પશ્ચિમ પર કટાક્ષ, નબળા દેશો પોતાને G7 કેમ કહે છે; મોદી બોલ્યા- વિશ્વની 40% GDP બ્રિક્સ દેશો પાસે

BRICS Business Forum: BRICS સમિટ અંતર્ગત આયોજિત બિઝનેસ ફોરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિતના વૈશ્વિક નેતાઓએ વૈશ્વિક વેપાર અને આર્થિક સમીકરણો પર વિગતવાર ચર્ચા કરી હતી. આ મંચ પરથી રશિયન રાષ્ટ્રપતિએ અમેરિકા અને યુરોપ પર આકરા પ્રહારો કર્યા હતા, જ્યારે વડાપ્રધાન મોદીએ બ્રિક્સ સંગઠનની વૈશ્વિક આર્થિક તાકાત અને સુરક્ષિત વેપાર માર્ગોની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો.

BRICS Business Forum

BRICS Business Forum: પુતિનનો પશ્ચિમી દેશો પર પ્રહાર, PM મોદીનું સંબોધન

બિઝનેસ ફોરમને સંબોધતા રાષ્ટ્રપતિ પુતિને કટાક્ષ કર્યો હતો કે પશ્ચિમી દેશો હવે નબળા પડી રહ્યા છે અને સમજાતું નથી કે તેઓ પોતાને હજુ પણ G7 કેમ ગણાવે છે. તેમણે જણાવ્યું કે પર્ચેઝિંગ પાવર પેરિટી (PPP)ના આધારે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં BRICSનો હિસ્સો લગભગ 40% થઈ ચૂક્યો છે, જ્યારે G7નો હિસ્સો ઘટીને માત્ર 29% (PPP સંદર્ભે 18%) રહ્યો છે. ત્યારબાદ સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે વિશ્વની અડધી વસ્તી બ્રિક્સ દેશોમાં વસે છે અને વૈશ્વિક GDPમાં તેમનો હિસ્સો 40% જેટલો છે. ભારત વૈશ્વિક વેપાર વિસ્તારવા આતુર છે અને તેના માટે સુરક્ષિત દરિયાઈ માર્ગો અત્યંત આવશ્યક છે.

BRICS Business Forum

BRICS Business Forum: BRICS અને G7 વચ્ચેનું આર્થિક સંતુલન

આર્થિક કદ અને ઉત્પાદન ક્ષમતાની દ્રષ્ટિએ બ્રિક્સ જૂથ ઝડપથી આગળ નીકળી રહ્યું છે. તેની મુખ્ય તાકાત વિશાળ વસ્તી, સમૃદ્ધ કુદરતી સંસાધનો અને ઝડપથી વિસ્તરતી અર્થવ્યવસ્થાઓ છે. જોકે, વૈશ્વિક નાણાકીય માળખામાં ડૉલર, આંતરરાષ્ટ્રીય બેંકિંગ સિસ્ટમ, વૈશ્વિક રોકાણ અને અદ્યતન ટેકનોલોજીના પ્રભાવને કારણે G7ની પકડ પણ હજુ મજબૂત માનવામાં આવે છે.

BRICS Business Forum

BRICS Business Forum: મોદીએ પુતિનને ‘તિરુક્કુરલ’ ભેટ આપી; ડિફેન્સ ડીલ પર નજર

વડાપ્રધાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિને પ્રાચીન તમિલ કવિ અને દાર્શનિક તિરુવલ્લુવરની પ્રસિદ્ધ રચના ‘તિરુક્કુરલ’ ભેટ આપી ભારતની સમૃદ્ધ જ્ઞાન પરંપરાનો પરિચય કરાવ્યો હતો. ૧,૩૩૦ દોહા ધરાવતી આ કૃતિ નૈતિકતા, શાસન અને માનવીય મૂલ્યોનું માર્ગદર્શન આપે છે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષીય વેપાર ૧૦૦ અબજ ડૉલરે પહોંચાડવા સહિત S-400 મિસાઇલ સિસ્ટમની બાકીની ખેપ, એડવાન્સ બ્રહ્મોસ-NG અને Su-57 ફાઇટર જેટ સંદર્ભે રક્ષણ સહયોગ, તેમજ રેલવે, સ્ટીલ, ટનલિંગ, પરમાણુ ઊર્જા, ખાતર અને ક્રિટિકલ મિનરલ્સ ક્ષેત્રે મહત્વની ચર્ચાઓ આગળ ધપી છે.

BRICS Business Forum

BRICS Business Forum: વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકોનો દોર

સમિટ દરમિયાન પીએમ મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાન વચ્ચે ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં ભારત-ઈરાન સંબંધો અને ચાબહાર પોર્ટ સહિતના પરસ્પર હિતો પર મંત્રણા થઈ હતી. ત્યારબાદ પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે પણ મહત્વની બેઠક યોજી ભારત-યુએન સંબંધો અને વૈશ્વિક પડકારો પર વિચારવિમર્શ કર્યો હતો. બીજી તરફ, બ્રાઝિલના વિદેશ મંત્રી માઉરો વિએરાએ ભારતના BRICS અધ્યક્ષપદની કામગીરીને શાનદાર અને અત્યંત સફળ ગણાવી પ્રશંસા કરી હતી.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

BRICS સમિટમાં ‘ગુજરાતી ટચ’, દેશી ગુડી બેગ, ODOP સ્ટોલ અને આકાશ મિસાઇલો સાથે અભેદ્ય સુરક્ષા કવચ વચ્ચે મહાસંમેલનનો પ્રારંભ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments