Fentanyl Precursor Smuggling Case: સુરતની રેક્સક્યુટર કેમિકલ્સના સ્થાપક ભાવેશ રણછોડભાઈ લાઠિયાને અમેરિકાની ફેડરલ કોર્ટે ફેન્ટાનિલ પ્રિકર્સર કેમિકલની દાણચોરીના કેસમાં 54 મહિના એટલે કે સાડા ચાર વર્ષની જેલની સજા ફટકારી છે.
અમેરિકી તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, કંપની દ્વારા 50 પાઉન્ડથી વધુ કેમિકલ ગેરકાયદે રીતે અમેરિકા મોકલવામાં આવ્યું હતું. કસ્ટમ્સ તપાસથી બચવા માટે કેટલાક પાર્સલ પર કેમિકલને ‘Vitamin C’ અને ‘Antacid’ તરીકે ખોટી રીતે લેબલ કરવામાં આવ્યું હતું.
Fentanyl Precursor Smuggling Case: ન્યૂયોર્કમાં થઈ હતી ધરપકડ

ભાવેશ લાઠિયાની 4 જાન્યુઆરી 2025ના રોજ ન્યૂયોર્કમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ એપ્રિલ 2026માં તેણે પોતાના ગુનાની કબૂલાત કરી હતી. કેસની સુનાવણી દરમિયાન અમેરિકી કોર્ટ દ્વારા તેમને 54 મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી છે.
સજા બાદ ભારત ડિપોર્ટ કરાશે

કોર્ટે ભાવેશ લાઠિયા પાસેથી 24,560 અમેરિકી ડોલરની રકમ જપ્ત કરવાનો આદેશ પણ આપ્યો છે. જેલની સજા પૂર્ણ થયા બાદ તેમને અમેરિકાથી ભારત ડિપોર્ટ કરવામાં આવશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ફરી એન્ટ્રી, સુકાતા પાકને રાહતની આશા

