Home State Gujarat Police Car or Reel Spot? અમદાવાદ: પોલીસની ‘જનરક્ષક’ ગાડી પર બેસી યુવકે...

Police Car or Reel Spot? અમદાવાદ: પોલીસની ‘જનરક્ષક’ ગાડી પર બેસી યુવકે બનાવી રીલ, વીડિયો વાયરલ થતા તપાસના આદેશ

0
236
Police Car or Reel Spot?
Police Car or Reel Spot?

Police Car or Reel Spot? શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ઉપયોગમાં લેવાતી પોલીસની ગાડીનો દુરુપયોગ થયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસની ‘112 જનરક્ષક’ સરકારી ગાડી પર બેસીને બનાવવામાં આવેલી એક રીલ સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઈ રહી છે, જેના કારણે પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

Police Car or Reel Spot? શું છે સમગ્ર મામલો?

Police Car or Reel Spot?

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવક રિવરફ્રન્ટના લોઅર પ્રોમિનાડ વિસ્તારમાં ઉભેલી પોલીસની સરકારી ગાડીના બોનેટ પર બેઠો છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં બોલિવૂડનું પ્રખ્યાત ગીત તું ખીચ મેરી ફોટો વાગી રહ્યું છે. રાત્રિના સમયે શૂટ કરવામાં આવેલી આ રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કે નાગરિકોની સુરક્ષા માટેની ગાડીનો ઉપયોગ સ્ટંટ અને શોબાજી માટે કેવી રીતે થઈ શકે?

Police Car or Reel Spot? પોલીસની કામગીરી પર સવાલો:

સામાન્ય રીતે પોલીસની જનરક્ષક ગાડી સતત પેટ્રોલિંગ અને લોકોની મદદ માટે હોય છે. ત્યારે રિવરફ્રન્ટ પર આ ગાડી કોની દેખરેખ હેઠળ હતી અને કોઈ ખાનગી વ્યક્તિને ગાડી પર બેસીને વીડિયો બનાવવાની મંજૂરી કોણે આપી, તે એક મોટો તપાસનો વિષય બન્યો છે.

Police Car or Reel Spot?

PI બી.પી. રજિયાનું નિવેદન:

આ મામલે સાબરમતી રિવરફ્રન્ટ (ઇસ્ટ) પોલીસ સ્ટેશનના પીઆઈ બી.પી. રજિયાએ જણાવ્યું હતું કે:

“સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોની અમે ગંભીરતાથી તપાસ કરી રહ્યા છીએ. વીડિયોમાં ગાડીનો નંબર સ્પષ્ટ દેખાતો નથી અને લોકેશનની પણ ખરાઈ કરવામાં આવી રહી છે. આ વીડિયો નવો છે કે જૂનો તે જાણવા માટે સાયબર સેલ અને સ્થાનિક સ્તરે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.”

હાલમાં પોલીસ આ વીડિયો બનાવનાર યુવક અને તે સમયે ફરજ પર હાજર પોલીસ કર્મચારીઓની શોધખોળ કરી રહી છે. તપાસ બાદ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી શક્યતા છે.

વધુ સમાચાર વાંચવ માટે અંહી ક્લિક કરો: દિલ્હી કેપિટલ્સનો ઐતિહાસિક વિજય, રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે