HomeGujaratMajor Crackdown in Kutch: કચ્છમાં ISISની વિચારધારા ફેલાવનાર શખસની ધરપકડ:SOGએ ભુજના લોડાઈથી...

Major Crackdown in Kutch: કચ્છમાં ISISની વિચારધારા ફેલાવનાર શખસની ધરપકડ:SOGએ ભુજના લોડાઈથી ઝડપ્યો; ઇસ્લામિક યુદ્ધ, ખિલાફત તેમજ જિહાદ કરવા એકઠા થવાની પોસ્ટ મુકતો

Major Crackdown in Kutch: કચ્છ જિલ્લામાં સોશિયલ મીડિયાના માધ્યમથી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ભુજ તાલુકાના લોડાઈ ગામમાં પ્રતિબંધિત સંગઠન ISISની વિચારધારાનો પ્રચાર કરવા અને ઉશ્કેરણીજનક સામગ્રી શેર કરવા બદલ એક શખસ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Major Crackdown in Kutch: શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી અનુસાર, પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને બાતમી મળી હતી કે, લોડાઈ ગામનો રહેવાસી ફકીરમામદ ઈસા ગગડા નામનો શખસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શંકાસ્પદ પ્રવૃત્તિઓ કરી રહ્યો છે.

તપાસ દરમિયાન સામે આવ્યું કે, આરોપી સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ્સ શેર કરતો હતો. જેમાં તે ઇસ્લામિક યુદ્ધ, ખિલાફત તેમજ જિહાદ કરવા એકઠા થવાની પોસ્ટ મુકી આતંકવાદી સંગઠન ISISની વિચારધારાને પ્રોત્સાહન આપતી સામગ્રી ફેલાવતો હતો. એટલું જ નહીં છેલ્લા ચાર વર્ષથી સતત દેશની એકતા અને અખંડિતતા જોખમાય તે પ્રકારનું કન્ટેન્ટ પોસ્ટ કરી રહ્યો હતો.

Major Crackdown in Kutch: પોલીસ કાર્યવાહી અને તપાસ

Major Crackdown in Kutch

આ ગંભીર મામલાની નોંધ લઈને પશ્ચિમ કચ્છ SOG દ્વારા આરોપી વિરુદ્ધ પધ્ધર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ આરોપી વિરુદ્ધ દેશવિરોધી પ્રવૃત્તિઓ અને ઉશ્કેરણી ફેલાવવા બદલ ગુનો દાખલ કરાયો છે. આ શખસ કોના સંપર્કમાં હતો અને તેની પાછળ અન્ય કોઈ નેટવર્ક કામ કરી રહ્યું છે કે કેમ, તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. તેના ડિજિટલ ઉપકરણો અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

Major Crackdown in Kutch: તંત્રની કડક ચેતવણી

પશ્ચિમ કચ્છ પોલીસ હાલમાં સોશિયલ મીડિયા પર સતત બાજ નજર રાખી રહી છે. પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, કોઈપણ પ્રકારની ઉશ્કેરણીજનક કે રાષ્ટ્રવિરોધી પોસ્ટ શેર કરવી નહીં, અન્યથા કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમદાવાદ: પોલીસની ‘જનરક્ષક’ ગાડી પર બેસી યુવકે બનાવી રીલ, વીડિયો વાયરલ થતા તપાસના આદેશ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments