DC Creates History: સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલની હાઈ-વોલ્ટેજ મેચમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર પ્રદર્શન કરતા 7 વિકેટે વિજય મેળવ્યો છે. 226 રનનો વિશાળ ટાર્ગેટ ચેઝ કરીને દિલ્હીએ પોતાના આઈપીએલ ઇતિહાસનો સૌથી સફળ રન ચેઝ નોંધાવ્યો છે.
DC Creates History: મેચની મુખ્ય હાઈલાઈટ્સ:

- જયસ્વાલનો ગગનચુંબી છગ્ગો: મેચની શરૂઆત યશસ્વી જયસ્વાલે મિચેલ સ્ટાર્કના પહેલા જ બોલ પર સિક્સર ફટકારીને કરી હતી. આ સાથે જ જયસ્વાલે ચોથી વખત ઇનિંગ્સના પહેલા બોલે સિક્સર મારવાનો રેકોર્ડ બનાવ્યો છે.
- કાયલ જેમિસનનું રૌદ્ર સ્વરૂપ: 15 વર્ષીય બેટર વૈભવ સૂર્યવંશીને ક્લીન બોલ્ડ કર્યા બાદ જેમિસનનું ‘એગ્રેસિવ’ સેલિબ્રેશન ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.
- કેએલ રાહુલની ફિફ્ટી: દિલ્હી તરફથી કેએલ રાહુલે 75 રનની શાનદાર ઇનિંગ રમી હતી. રાજસ્થાન સામે આ તેની 9મી અડધી સદી હતી, જેનાથી તેણે એબી ડિવિલિયર્સના રેકોર્ડની બરાબરી કરી છે.
- ડોનોવન ફરેરાની આક્રમક બેટિંગ: રાજસ્થાન તરફથી ફરેરાએ માત્ર 14 બોલમાં 6 છગ્ગાની મદદથી અણનમ 47 રન ફટકારી સ્કોર 225 સુધી પહોંચાડ્યો હતો.


DC Creates History: વિવાદ અને મેચ મોમેન્ટ્સ:

મેચ દરમિયાન નીતિશ રાણાના આઉટ થવા પર વિવાદ સર્જાયો હતો. પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે થર્ડ અમ્પાયરના નિર્ણય પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે નિર્ણય ઉતાવળમાં લેવાયો હતો. આ ઉપરાંત, ફ્લડ લાઈટ બંધ થવાને કારણે અને આશુતોષ શર્માને હેલ્મેટ પર બોલ વાગવાને કારણે મેચ થોડીવાર માટે અટકી પડી હતી.
જીત ચાહકોને સમર્પિત:

દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે આ ઐતિહાસિક જીત તાજેતરમાં દિલ્હીમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા તેના બે ચાહકો (અભવ અને યજ્ઞ ભાટિયા) ને સમર્પિત કરી હતી.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગુજરાત સ્થાપના દિવસના પર્વે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’નો ભવ્ય આરંભ, 8 નવી સ્માર્ટ GIDCની જાહેરાત




