HomeBreaking Newsજંતર મંતર પર મોડીરાત્રે કુસ્તીબાજો પર પોલીસનો લાઠીચાર્જ

જંતર મંતર પર મોડીરાત્રે કુસ્તીબાજો પર પોલીસનો લાઠીચાર્જ

વિનેશ ફોગાટના ભાઈનું ફૂટ્યું માથું

જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે લાઠી ચાર્જ કરતા વિનેશ ફોગાટના ભાઈનું માથું ફૂટ્યું હતું. મળતી માહિતી પ્રમાણે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો જણાવી રહ્યા છેકે પોલીસકર્મીઓએ ગેરવર્તન કર્યું હતું.

હંગામા બાદ પોલીસે કેટલાક કુસ્તીબાજોની ટીંગાટોળી કરી હતી. આ દરમિયાન કુસ્તીબજોના સમર્થનમાં લોકો એકત્ર થવા લાગ્યા હતા. પોલીસ્ર ચારે બાજુથી રસ્તાઓ બંધ કર્યા હતા.

મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતીએ કુસ્તીબાજો માટે પથારીની વ્યવસ્થા કરી હતી. જે પોલીસની મંજુરી લેવામાં આવી ન હતી .

પોલીસના જણાવ્યા અનુસાર સોમનાથ ભારતીએ પથારીની વ્યવસ્થા ધારણા સ્થળે પૂરી પાડવા પરવાનગી વિના બેડ લગાવ્યા હતા જેથી સોમનાથ ભારતીની પણ અટકાયત કરવામાં આવી હતી.

વધુ માહિતી માટે જોતા રહી વી.આર.લાઈવ

સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments