HomeDeshTragedy in Mumbai: મુંબઈમાં ગણેશ આગમન યાત્રા બની દુર્ઘટના: 22 ફૂટની પ્રતિમા...

Tragedy in Mumbai: મુંબઈમાં ગણેશ આગમન યાત્રા બની દુર્ઘટના: 22 ફૂટની પ્રતિમા પડતાં બેના મોત

Tragedy in Mumbai:  ગણેશોત્સવ પહેલાં મુંબઈના દક્ષિણ વિસ્તારમાં ગણેશ આગમન યાત્રા દરમિયાન દુઃખદ અકસ્માત સર્જાયો છે. ભુલેશ્વર વિસ્તારમાં શનિવારે રાત્રે આશરે 10 વાગ્યે 22 ફૂટ ઊંચી ગણેશ પ્રતિમા અચાનક ધરાશાયી થતાં બે લોકોનાં મોત થયા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં 5 અને 7 વર્ષની બે બાળકીઓનો પણ સમાવેશ થાય છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ‘ભુલેશ્વર્યા રાજા’ ગણેશ મંડળની પ્રતિમા આગમન યાત્રા દરમિયાન મંડપથી આશરે 50થી 60 મીટર દૂર હતી. આ દરમિયાન પ્રતિમાએ અચાનક સંતુલન ગુમાવ્યું અને નીચે પડી હતી. ઘટનાને પગલે યાત્રામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Tragedy in Mumbai: ગણેશ મંડળના પ્રમુખ સહિત બેના મોત

Tragedy in Mumbai

અકસ્મતમાં ગણેશ મંડળના પ્રમુખ સંકેત નેવશે અને બ્રિજેશ હેમંત જોશી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બાદમાં બંનેનાં મોત થયાં હતાં. બીજી તરફ પાંચ લોકોને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અધિકારીઓના જણાવ્યા મુજબ, ઘાયલ તમામ લોકોની હાલત હાલમાં સ્થિર છે. હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે.

Tragedy in Mumbai: ફિટિંગ કે વેલ્ડિંગમાં ખામીની તપાસ

Tragedy in Mumbai

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં પ્રતિમાને ટેકો આપવા માટે બનાવવામાં આવેલા ફ્રેમના ફિટિંગ અથવા વેલ્ડિંગમાં ખામી હોવાની શક્યતા તપાસવામાં આવી રહી છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

Tragedy in Mumbai: ગણેશોત્સવ પહેલાં ગંભીર સવાલો

ગણેશોત્સવ પહેલાં જ બનેલી આ દુર્ઘટનાએ મોટા કદની ગણેશ પ્રતિમાઓના પરિવહન અને આગમન યાત્રા દરમિયાન સલામતી વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે. ખાસ કરીને ઊંચી પ્રતિમાઓ માટે ફ્રેમની મજબૂતી, વેલ્ડિંગ, ફિટિંગ અને પરિવહન દરમિયાન સુરક્ષા ધોરણોનું પાલન કેટલું થાય છે તે અંગે ચર્ચા શરૂ થઈ છે.

હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને પ્રતિમા તૈયાર કરનાર તથા તેની આગમન યાત્રા સાથે સંકળાયેલા લોકો પાસેથી પણ માહિતી મેળવવામાં આવી રહી છે. અકસ્માતમાં બે લોકોનાં મોત અને બે નાની બાળકીઓ સહિત પાંચ લોકો ઘાયલ થતાં ગણેશોત્સવના આનંદ વચ્ચે શોકનો માહોલ છવાયો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: 8.7 કરોડ યુવાનો શિક્ષણ-રોજગારથી દૂર: ભારતના ‘ડેમોગ્રાફિક ડિવિડન્ડ’ સામે મોટો પડકાર

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments