‘Vote Chori’ Protest: દિલ્હીમાં આકાશવાણી કચેરી બહાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત અન્ય નેતાઓએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા ભંગ કરવાનો અને બેરીકેડ તોડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
‘Vote Chori’ Protest: ‘વોટ ચોરી’ના મુદ્દે કોંગ્રેસનો વિરોધ

કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકાર સામે ‘વોટ ચોરી’ના આરોપોને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે ચૂંટણી પ્રક્રિયા અંગે ઉઠાવવામાં આવેલા સવાલોનો યોગ્ય જવાબ મળવો જોઈએ. આ મુદ્દે કોંગ્રેસ દ્વારા દેશભરમાં રાજકીય વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.
‘Vote Chori’ Protest: પોલીસની કાર્યવાહી અને ફરિયાદ
પોલીસના જણાવ્યા મુજબ વિરોધ પ્રદર્શન દરમિયાન મંજૂરી વિના ભેગા થવા, સુરક્ષા વ્યવસ્થામાં અડચણ ઉભી કરવા અને ધક્કામુક્કી જેવી ઘટનાઓ બની હોવાના આરોપ છે. ઘટનાને લઈને પોલીસે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના કેટલાક નેતાઓ સામે અલગ-અલગ કલમો હેઠળ કેસ નોંધ્યો હોવાનું જણાવાયું છે.

કોંગ્રેસે કાર્યવાહીનો વિરોધ કર્યો
કોંગ્રેસે પોલીસની કાર્યવાહી સામે વાંધો ઉઠાવ્યો છે. પાર્ટીનું કહેવું છે કે સરકાર સામેના વિરોધને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે ‘વોટ ચોરી’ના મુદ્દે પોતાનો વિરોધ ચાલુ રાખવાની વાત કરી છે.
પોલીસ દ્વારા ઘટનાના વીડિયો અને અન્ય ઉપલબ્ધ પુરાવાના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ મામલે આગળની કાર્યવાહી તપાસના પરિણામોના આધારે કરવામાં આવશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: RBIએ રેપો રેટ 5.25%થી વધારીને 5.50% કર્યો, લોન લેનારાઓ માટે મુશ્કેલી વધવાની શક્યતા

