Nitin Patel: એ પાટીદાર નેતા જે 3 વખત મુખ્યમંત્રી બનતાં રહી ગયા, શું રાજકારણમાંથી સંન્યાસ લેશે નીતિન પટેલ?

0
456
Nitin Patel: પાટીદાર નેતા જે 3 વખત મુખ્યમંત્રી બનતાં રહી ગયા, નીતિન પટેલનું આગળનું ભવિષ્ય શું?
Nitin Patel: પાટીદાર નેતા જે 3 વખત મુખ્યમંત્રી બનતાં રહી ગયા, નીતિન પટેલનું આગળનું ભવિષ્ય શું?

Nitin Patel: લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં ગુજરાતની 26 બેઠકમાંથી  15 બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. જ્યારે 11 બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. જેમાં મહેસાણા બેઠકનો પણ સમાવેશ થાય છે. એટલે ભાજપે આ બેઠક પર પણ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. આ બધાની વચ્ચે નીતિન પટેલની એક ફેસબુક પોસ્ટથી ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું છે. આવો નજર કરીએ નીતીત પટેલના રાજકારણ સફર પર…

Nitin Patel: પાટીદાર નેતા જે 3 વખત મુખ્યમંત્રી બનતાં રહી ગયા
Nitin Patel: પાટીદાર નેતા જે 3 વખત મુખ્યમંત્રી બનતાં રહી ગયા

Nitin Patel: “હું મારી દાવેદારી પરત ખેંચુ છું”

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મોટી જાહેરાત કરી છે. મહેસાણા બેઠકથી દાવેદારી પાછી ખેંચ્યાની નીતિન પટેલની જાહેરાતી રાજકારણ ક્ષેત્રે અને તર્ક વિતર્ક ચર્ચાઇ રહ્યા છે.

ફેસબુક પોસ્ટ પર તેમણે લખ્યું છે કે, “ ભાજપના ઉમેદવાર તરીકે દાવેદારી પરત ખેંચુ છુ. કેટલાક કારણોસર મેં આ નિર્ણય લીધો છે”

ફેસબુક પર પોસ્ટ થકી નીતિન પટેલે આ જાહેરાત કરી છે. મહેસાણા બેઠક પરથી નીતિન પટેલે દાવેદારી પરત ખેંચી છે, મહેસાણા બેઠક પરથી ભાજપ  હવે કોને  આપશે ટિકિટ તેને લઈ ચર્ચા ચાલી રહી છે. મહેસાણા બેઠક પરથી નીતિન પટેલનું નામ  ચર્ચામાં હતું.

Nitin Patel Facebook Post
Nitin Patel Facebook Post

એ પાટીદાર નેતા જે ત્રણ વખત મુખ્યમંત્રી બનતાં રહી ગયા

મુખ્ય મંત્રી બનતા બનતા રહી ગયા નીતિન પટેલ… ગુજરાત ભાજપના ઇતિહાસને જોવામાં આવે તો કમ સે કમ બે વખત એવું થયું છે કે મુખ્ય મંત્રીનું નામ ‘સાર્વજનિક’ થઈ ગયું હોય અને છેલ્લી ઘડીએ તે બદલાઈ ગયું હોય. આ નામ હતાં નીતિન પટેલ તથા કાશીરામ રાણાનાં છે.

વર્ષ 2014માં નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન બન્યા ત્યારે આનંદીબહેન પટેલને રાજ્યની શાસનની ધૂરા સોંપવામાં આવી હતી. જોકે, તેમના શાસનકાળ દરમિયાન પાટીદાર અનામત આંદોલન થયું, જેના કારણે લાંબા સમયથી ભાજપની સાથે રહેલો પાટીદાર સમાજ નારાજ થઈ ગયો. જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે આ નારાજગીનું પરિણામ ભોગવવું પડ્યું.

નારાજગીને દૂર કરવા માટે તથા 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં સરકાર તથા પાર્ટીમાં નવેસરથી પ્રાણ ફૂંકવા માટે નેતૃત્વ-પરિવર્તનની જરૂર વર્તાઈ અને ઑગસ્ટ-2016માં ‘ઉંમર’નું કારણ આગળ કરીને નીતિન પટેલે મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી દીધું કે રાજીનામું લેવામાં આવ્યું તે આજદિન સુધી  ‘ઑપન સિક્રેટ’ રહ્યું છે.

આ બધાની વચ્ચે ફરી નીતિન પટેલના નામ પર કેન્દ્રીય નેતૃત્વે મંજૂરીની મહોર મારી, તેઓ પ્રભાવશાળી પાટીદાર સમાજના હતા, તેઓ આનંદીબહેન પટેલની નજીક હતા, સરકારમાં ‘નંબર ટુ’ પર પણ હતા એટલે મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પછી તેઓ આવે એમાં આશ્ચર્ય ન હતું.

નીતિન પટેલે મુખ્યમંત્રી જાહેર થયા પહેલા જ એક ઍક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ પણ આપ્યો. જેમાં પટેલે આગામી વિધાનસભા ચૂંટણી માટેના વિચાર, દલિતોમાં અસંતોષ, પાટીદાર આંદોલનને ઉકેલવા માટેના રસ્તાની ચર્ચા કરી હતી.

ઇન્ટરવ્યૂમાં નીતિન પટેલે મોદીનાં વખાણ કર્યાં હતાં, પરંતુ તે પૂરતા ના નિવડ્યા.. અને  તેમના સ્થાને વિજય રૂપાણીની મુખ્યમંત્રી તરીકે ‘સરપ્રાઇઝ’ જાહેરાત થઈ…

5 15

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ રાજ્યની શાસનની ધૂરા કોણ સંભાળશે, તેના વિશે અટકળો શરૂ થઈ ત્યારે નીતિન પટેલનું નામ ફરી ચર્ચામાં હતું. જોકે હવે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થઈ ગઈ.

8 5

જો કે આ બધાની વચ્ચે વીરજી ઠુમર વારંવાર નીતિનભાઈને કૉંગ્રેસમાં જોડવાનું આમંત્રણ આપી ચૂક્યા હતા. ફેબ્રુઆરી 2020માં વિશ્વ ઉમિયાધામમાં નીતિન પટેલે બળાપો કાઢ્તા કહ્યું હતું કે “મને એકલો પાડી દેવાની કોશિશ થઈ રહી છે’ ત્યારે અને તે પછી માર્ચમાં ગૃહમાં ફરી ઠુમરે કહ્યું, “15 ધારાસભ્યો સાથે આવી જાવ તમને મુખ્ય મંત્રી બનાવીશું.”

2 14

આમ, નરેન્દ્ર મોદી વડા પ્રધાન તરીકે દિલ્હી ગયા તે પછી કોણ અનુગામી બનશે તેની ભારે ઉત્સુકતા હતી. તે વખેત પણ નીતિન પટેલનું નામ ચાલતું હતું, પણ આખરે આનંદીબહેનને પસંદ કરાયાં હતાં.

આનંદીબહેન પટેલે રાજીનામું આપ્યું ત્યારે આ વખતે તો પાક્કું એવું હતું, ફરી નીતિનભાઈને કડવો અનુભવ થયો. છેલ્લી ઘડીએ અમિત શાહને કારણે વિજય રૂપાણીનું નામ જાહેર થયું. તે વખતે નીતિન પટેલને નાયબ મુખ્ય મંત્રી અને નાણાખાતું આપીને મનાવી લેવાયા હતા. ત્રીજી વખતે પણ નીતિન પટેલને લાગ્યું હતું કે કમ સે કમ હવે એક તક મોવડીમંડળ આપશે. આ વખતે માત્ર નીતિનભાઈ નહીં, કોઈને જાણકારી નહોતી – પસંદ થનારા ભૂપેન્દ્ર પટેલને પણ જાણકારી ન હોતી.  

નીતિન પટેલનું આગળનું ભવિષ્ય શું?

“બીજું બધું નહીં બોલું અહીં મીડિયા છે”… એવું બોલીને પણ નીતિનભાઈ દિલની વાત બોલી નાખતા હોય છે. પણ રાજકારણમાં દિલની વાત નહીં, દિમાગના કાવાદાવા ચાલતા હોય છે.

સૌથી વધારે મુલાકાતીઓ જેમની ઓફિસ આગળ બેઠા હોય તેવા મંત્રી, કાર્યકરોમાં લોકપ્રિય, નાગરિકનો ફોન ઉપાડીને પણ વાત કરી લે તેવા રાજકારણી રહ્યા નીતિન પટેલ…  વહીવટ પર પકડ પણ ખરી, અધિકારીઓ પાસેથી કામ કઢાવી શકે, રૂપાણી વિરુદ્ધ નીતિનભાઈનું જૂથ બન્યું હતું ખરું, પણ તે સિવાય પક્ષની શિસ્તમાં જ રહેલા અને કૉંગ્રેસની મુખ્ય મંત્રી બનવાની ઑફર પણ તેમણે ન હોતી સ્વીકારી.

રાજકીય ભવિષ્ય વિશે નીતિન પટેલે એવું કહ્યું છે કે ચૂંટણી લડવી કે નહીં તેનો નિર્ણય તેમણે જાતે લેવાનો છે. મંત્રી બનાવવા, કોઈ જવાબદારી સોંપવી તેનો નિર્ણય પક્ષમાં જ્યારે જે પણ હોય તે વ્યક્તિઓ કે હોદ્દેદારોએ લેવાનો છે.

સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલો રહીશ એમ તેઓ કહી ચૂક્યા છે. અત્યાર સુધીના અનુભવો કહે છે કે તેમના માટે હવે “માર્ગદર્શકમંડળ”નું સ્થાન જ બાકી રહ્યું છે.

આ બધાની વચ્ચે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે  ફેસબુક પોસ્ટ કરી  લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે દાવેદારી પરત ખેંચી છે. તેમને પોસ્ટમાં જણાવ્યું કે તેમને કેટલાક કારણોસર આ નિર્ણય લીધો છે. મહેસાણા બેઠક પરથી નામ જાહેર થાય તે પહેલા દાવેદારી પાછી ખેંચતા અને તર્ક વિતર્ક થઇ રહ્યાં છે. મહેસાણા બેઠક પરથી નીતિન પટેલનું નામ  ચર્ચામાં હતું. ચર્ચાઈ રહ્યું છે કે શું રાજકારણમાંથી સંન્યાસ લેશે નીતિન પટેલ?

7 4

કૉંગ્રેસી પિતાના પુત્ર નીતિન પટેલ 18 વર્ષના હતા ત્યારથી ભાજપમાં…

નીતિનભાઈને ચાર દાયકાના રાજકારણમાં અનેક મંત્રાલયો મળ્યાં છે. વજુભાઈ વાળા પછી બીજા નંબરે આઠ વખત તેમણે નાણામંત્રી તરીકે બજેટ રજુ કર્યું છે. આરોગ્ય, માર્ગ અને મકાન, કલ્પસર તથા નર્મદાયોજના જેવા અગત્યના મંત્રાલયો તેમણે સંભાળ્યાં છે.

વીસનગરમાં 22 જૂન 1956માં જન્મેલા નીતિનભાઈના દાદા ગર્ભશ્રીમંત હતા અને તેમનો તેલ- કાપડનો બહોળો વેપાર હતો. નીતિનભાઈ કૌટુંબિક વેપારમાં આગળ વધી શક્યા હોત પણ તેમને યુવાન વયે જ રાજકારણમાં રસ પડ્યો હતો. બી.કોમ.નો અભ્યાસ અધૂરો છોડીને તેઓ રાજકારણમાં આવ્યા.

તેમની રાજકીય કારકિર્દીના કેન્દ્રમાં કડી રહ્યું છે. તેઓ 1977માં કડી નગરપાલિકામાં પ્રમુખ બન્યા હતા. 1974માં કડી તાલુકા નવનિર્માણસમિતિના મહામંત્રી તરીકે જાહેરજીવનમાં સક્રિય થયા હતા. 1988 સુધી એક દાયકો કડી પાલિકામાં રહ્યા. મહેસાણા ડિસ્ટ્રીક્ટ કૉ-ઑપરેટિવ બૅન્કમાં પણ 8 વર્ષ ડિરેક્ટર અને કડી APMC માં ડિરેક્ટર રહ્યા.

1997-98 દરમિયાન તેઓ મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ હતા. આગળ જતાં ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લામેન્‍ટરી બોર્ડમાં અને રાષ્‍ટ્રીય કારોબારીમાં પણ સભ્ય બન્યા.

1990માં કડી બેઠક પરથી જ પ્રથમવાર ધારાસભ્યા બન્યા. 1995માં ભાજપ સરકારમાં તેઓ આરોગ્યમંત્રી બન્યા. 2001માં મોદીનું આગમન થયું અને વજુભાઈ વાળાએ તેમના માટે પોતાની બેઠક ખાલી કરી ત્યારે નીતિનભાઈને નાણાખાતું મળ્યું હતું.

આ રીતે ભાજપ સાથે તેમનો પણ સતત ઉદય થઈ રહ્યો થયો, પરંતુ 2002ની ચૂંટણીમાં તેઓ હારી ગયા અને પ્રથમ બ્રેક લાગી. 2007માં ફરીથી કડીમાં જ બળદેવજી ઠાકોરની સામે ઊભા રહ્યા અને આ વખતે માત્ર 1327 મતે જીતી શક્યા અને ફરીથી સરકારમાં પાછા ફર્યા. સીમાંકન પછી કડી બેઠક અનામત થઈ એટલે 2012 અને 2017માં  નીતિનભાઈ મહેસાણાથી જીત્યા. 

2016થી નાયબ મુખ્ય મંત્રી તરીકેનો દરજ્જો પણ મળ્યો, પણ અસલ સત્તા કદી તેમના હાથમાં આવી નહીં. તેઓ આકરું બોલે છે. તેમનાં કેટલાંક નિવેદનો વિવાદાસ્પદ પણ બનતાં રહ્યાં છે.

ત્રીજી વાર સીએમ ન બની શક્તા તેમણે હૈયાવરાળ કાઢતાં કહેલું કે,

“હું એકલો નથી જેમની બસ છૂટી ગઈ છે, મારા જેવા બીજા કેટલાય છે. પણ હું લોકોનાં દિલમાં રહું છું અને મને ત્યાંથી કોઈ નહીં કાઢી શકે.”

લોકોના દિલમાં રહેવાની વાત કદાચ સાચી પણ હશે, કેમ કે તેઓ સરળતાથી મળી શકતા હતા. અજાણ્યા નંબર પરથી ફોન આવે ત્યારે પણ તેઓ ઉપાડી લે છે. તેના કારણે જ તેમની સાથેની વાતચીતની ઑડિયો ક્લિપ પણ ઘણી વાર ફરતી થાય છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો