GUJRAT HIGHCOURT :હાઈકોર્ટમાં શું ચાલી રહ્યું છે? ટોઇલેટ બાર હવે બીયર પાટી

    0
    29

    GUJRAT HIGHCOURT: ગુજરાત હાઈકોર્ટમાં શરમજનક ઘટના, સિનિયર એડવોકેટ સામે સુઓમોટો કાર્યવાહી

    ગુજરાત હાઈકોર્ટમાં એક શરમજનક ઘટના બની છે. 26 જૂનના રોજ હાઈકોર્ટની વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન સિનિયર એડવોકેટ ભાસ્કર તન્ના બીયર જેવું પીણું પીતા અને ફોન પર વાત કરતાં દેખાયા, જેના આધારે હાઈકોર્ટની ખંડપીઠે તેમના પર સુઓમોટો અવમાનનાની કાર્યવાહી શરૂ કરવાની જાહેરાત કરી છે.

    જસ્ટિસ એસ. એસ. સુપૈયા અને જસ્ટિસ આર. ટી. વાછાણીની ખંડપીઠે જણાવ્યું કે, વરિષ્ઠ વકીલ તરીકે તન્નાની આ વર્તન ન્યાયતંત્રની ગરિમાના હનન સમાન છે. તેઓ યુવા વકીલો માટે રોલ મોડેલ છે અને આવું વર્તન કાયદાના શાસન માટે વિનાશક છે.

    GUJRAT HIGHCOURT

    GUJRAT HIGHCOURT :વકીલનું વર્ચ્યુઅલ કોર્ટમાં અસંયમિત વર્તન, કોર્ટની પ્રતિષ્ઠા પર પ્રશ્નચિન્હ

    સૂત્રોના અનુસાર, વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે અને તેના કારણે હાઈકોર્ટની પ્રતિષ્ઠાને પણ ઘા લાગ્યો છે. આ ઘટના જસ્ટિસ સંદીપ ભટ્ટની કોર્ટમાં વર્ચ્યુઅલ ઉપસ્થિતિ દરમિયાન બની હતી. તન્નાએ બાદમાં ખંડપીઠ સામે બિનશરતી માફી માંગી હતી અને સમગ્ર ઘટનાને ટેકનિકલ ગ્લિચ કહેતા કોર્ટ જે શસ્તિ આપે તે સ્વીકાર્ય હોવાનું જણાવ્યું હતું.

    કોર્ટના જણાવ્યા અનુસાર, ગુજરાત હાઈકોર્ટના નિયમો 2021ના નિયમ 5(J) મુજબ, કોર્ટની કાર્યવાહી દરમિયાન બધા સભ્યોએ શિસ્ત અને શિષ્ટાચાર જાળવવો જરૂરી છે, પછી ભલે પ્રેસન્સ રૂબરૂ હોય કે વર્ચ્યુઅલ. આ ઘટના એટલી ગંભીર માનવામાં આવી છે કે, કોર્ટે કહ્યું કે આવું વર્તન અવગણવું ન્યાયતંત્ર માટે હાનિકારક રહેશે અને તે હાઈકોર્ટની પ્રતિષ્ઠા માટે ખતરો છે.

    GUJRAT HIGHCOURT
    ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
    યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
    ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
    યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: GUJRAT HIGHCOURT :હાઈકોર્ટમાં શું ચાલી રહ્યું છે? ટોઇલેટ બાર હવે બીયર પાટી