Nitin Patel : ગુજરાત રાજકારણમાં મોટા સમાચાર, નીતિન પટેલે લોકસભાની દાવેદારી પરત ખેંચી  

0
165
Nitin Patel
Nitin Patel

Nitin Patel :  લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભાની મહેસાણાની બેઠક પરથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે દાવેદારી પરત ખેચી લીધી છે. તેમણે ફેસબુક પોસ્ટ દ્રારા આ માહિતી આપી છે. કોઇ કારણોસર તેમણે દાવેદારી પરત ખેચવાનો નિર્ણય કર્યો છે

Nitin Patel : પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મોટી જાહેરાત કરી છે. મહેસાણા બેઠકથી દાવેદારી પાછી ખેંચ્યાની નીતિન પટેલની જાહેરાતી રાજકારણ ક્ષેત્રે અને તર્ક વિતર્ક ચર્ચાઇ રહ્યા છે. ફેસબુક પોસ્ટ પર તેમણે લખ્યું છે કે, “ ભાજપના ઉમેદવાર તરીકે દાવેદારી પરત ખેંચુ છુ. કેટલાક કારણોસર મેં આ નિર્ણય લીધો છે”ફેસબુક પર પોસ્ટ થકી નીતિન પટેલે આ જાહેરાત કરી છે.

Nitin Patel

Nitin Patel : મહેસાણા બેઠક પરથી નીતિન પટેલે દાવેદારી પરત ખેંચી છે, મહેસાણા બેઠક પરથી ભાજપ  હવે કોને  આપશે ટિકિટ તેને લઈ ચર્ચા ચાલી રહી છે. મહેસાણા બેઠક પરથી નામ જાહેર થાય તે પહેલા દાવેદારી પાછી ખેંચતા અને તર્ક વિતર્ક થઇ રહ્યાં છે. મહેસાણા બેઠક પરથી નીતિન પટેલનું નામ  ચર્ચામાં હતું.

Nitin Patel

Nitin Patel  : લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આજે  દિલ્હીમાં બીજેપી પાર્ટી હેડક્વાર્ટર ખાતે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ યાદીમાં 195 ઉમેદવારો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.   ભાજપની પ્રથમ યાદીમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. 

Nitin Patel : નીતિન પટેલ નહિ તો મહેસાણામાં કોણ

Nitin Patel


હવે જ્યારે નીતિન પટેલે દાવેદારી પરત ખેંચી છે, તો મહેસાણા બેઠક પર કોણ ઉમેદવાર રહેશે તેના પર સૌની નજર રહેશે. ચર્ચા એમ પણ છે કે, પાર્ટીએ મહેસાણામાં પોતાનો ઉમેદવાર નક્કી કરી લીધો છે. પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલનું નામ પણ હોઈ શકે છે. તેઓ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે. 

Nitin Patel ની રાજકીય સફર 

Nitin Patel


વિજય રૂપાણી સરકારમાં હતા નાયબ મુખ્યમંત્રી 
ગુજરાત સરકારમાં લાંબો સમય રહેવાનો અનુભવ 
નગરસેવકથી નાયબ મુખ્યમંત્રી સુધીની સફર 
2004માં મહેસાણાથી લડ્યા હતા લોકસભાની ચૂંટણી 
કોંગ્રેસના જીવાભાઈ પટેલ સામે થઈ હતી હાર  
ઉત્તર ગુજરાતના કડવા પાટીદાર સમાજના સૌથી મોટા નેતા  
બે વખત મુખ્યમંત્રી તરીકે ઉછળ્યું હતું નામ 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો