Priyanka Gandhi: સંસદમાં પ્રિયંકાની થશે એન્ટ્રી, રાયબરેલીથી નહીં અહીંથી લડી શકે છે ચૂંટણી…

0
187
Priyanka Gandhi: સંસદમાં પ્રિયંકાની થશે એન્ટ્રી, રાયબરેલીથી નહીં અહીંથી લડી શકે છે ચૂંટણી...
Priyanka Gandhi: સંસદમાં પ્રિયંકાની થશે એન્ટ્રી, રાયબરેલીથી નહીં અહીંથી લડી શકે છે ચૂંટણી...

Priyanka Gandhi: ભારતમાં આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ માટે તમામ પાર્ટીઓ પૂરા જોશ સાથે તૈયારીઓ કરી રહી છે. રાજકીય પક્ષો પણ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે. ભાજપે 195 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. સાથે જ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધી વાડ્રા આ વખતે રાયબરેલીથી નહીં પરંતુ દમણ-દીવથી ચૂંટણી લડી શકે છે.

Priyanka Gandhi: સંસદમાં પ્રિયંકાની થશે એન્ટ્રી, રાયબરેલીથી નહીં અહીંથી લડી શકે છે ચૂંટણી...
Priyanka Gandhi: સંસદમાં પ્રિયંકાની થશે એન્ટ્રી

પ્રિયંકા ગાંધીની રહેશે મહત્વની ભૂમિકા

પ્રિયંકા ગાંધી વાડ્રાની મદદથી બે બેક ટુ બેક કટોકટી ટાળી છે. જ્યારે કોંગ્રેસ-સામાવાદી પાર્ટી વચ્ચેનું ગઠબંધન તૂટી રહ્યું હતું ત્યારે તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકાર મુશ્કેલીમાં આવી ત્યારે તેમની ‘મહત્વપૂર્ણ ભૂમિકા’ પણ સ્પષ્ટ હતી. હવે પ્રિયંકા ગાંધી વાડ્રા લોકસભાની ચૂંટણી લડશે તેવા સંકેતો મળી રહ્યા છે.  

Priyanka Gandhi: રાયબરેલીથી નહીં, અહીંથી લડી શકે છે ચૂંટણી…

લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં તમામ રાજકીય પક્ષો હવે આખરી ઓપ આપી રહ્યાં છે. સત્તાધારી ભાજપ પક્ષે ગઇકાલે જ પોતાની પ્રથમ યાદી જાહેર કરીને બધાંને ચોંકવ્યા છે. હવે સમાચાર છે કે, કોંગ્રેસ પણ બહુ જલદી પોતાની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. આ લિસ્ટમાં પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) નું નામ આવી શકે છે. સુત્રો અનુસાર, લોકસભા 2024ની ચૂંટણીને લઈને કોંગ્રેસ તરફથી મોટા સમાચાર મળી શકે છે. દમણ-દિવની લોકસભા બેઠક પરથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી શકે છે. દમણ-દિવ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલે પણ આ વાતનો દાવો કર્યો છે. 

કેતન પટેલે વધુમાં કહ્યું, ‘પ્રિયંકા ગાંધી વાડ્રા આ વખતે દમણ અને દીવથી ચૂંટણી લડી શકે છે. હું આ પ્રસ્તાવને આવકારું છું. કોંગ્રેસ હાઈકમાન્ડે અમને કેટલાક ડેટા એકત્રિત કરવા કહ્યું છે. જો કે, આખરે પાર્ટી આ અંગે નિર્ણય લેશે.

બીજી તરફ દમણ-દિવની લોકસભા બેઠક પરથી પ્રિયંકા ગાંધીનું નામ ચર્ચાઈ રહ્યું છે ત્યારે ખાસ વાત છે કે, ભાજપે દમણ-દિવ બેઠકથી પહેલાથી જ નામની જાહેરાત કરી દીધી છે, ભાજપે લાલુ પટેલને ટિકિટ આપી છે, લાલુ પટેલનું નામ જાહેર થતા સમર્થકોમાં ઉત્સાહનો માહોલ છે.  

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો