HomeDeshNEET Fraud Busted: NEET પેપર કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઈમની મોટી એક્શન, રાજસ્થાન...

NEET Fraud Busted: NEET પેપર કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઈમની મોટી એક્શન, રાજસ્થાન અને બિહારથી વધુ 3 આરોપીઓ ઝડપાયા

NEET Fraud Busted: દેશભરમાં ચકચારી મચાવનારા NEET-UG પેપર લીક વિવાદ વચ્ચે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક સાથે મોટી સફળતા મેળવી છે. સાયબર ક્રાઇમે અલગ-અલગ રાજ્યોમાં ઓપરેશન પાર પાડીને કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર ફેક પેપર વેચતી ગેંગના 2 સાગરીતોને રાજસ્થાનથી અને પરીક્ષા ફીના રિફંડના નામે વિદ્યાર્થીઓ સાથે ઓનલાઇન ઠગાઈ આચરનારા એક મુખ્ય સૂત્રધારને બિહારથી દબોચી લેવાયો છે.

NEET Fraud Busted

NEET Fraud Busted: 1. ટેલિગ્રામ પર ચેનલો બનાવી લાખો રૂપિયાનું ફ્રોડ (રાજસ્થાનથી ધરપકડ)

દેશભરમાં ચાલી રહેલા NEET પેપર લીક વિવાદનો ગેરકાયદે ફાયદો ઉઠાવવા માટે અમુક સાયબર ગુનેગારો સક્રિય થયા હોવાની ચોક્કસ બાતમી અમદાવાદ સાયબર ક્રાઇમને મળી હતી.

  • મોડસ ઓપરેન્ડી: આરોપીઓ ટેલિગ્રામ પર અલગ-અલગ ચેનલો બનાવીને ‘NEETના પેપર ઉપલબ્ધ છે’ તેવા મેસેજ મૂકતા હતા.
  • ખોટા પેપરો પધરાવતા: જે વિદ્યાર્થીઓ કે વાલીઓ પેપર ખરીદવા માટે તેમનો સંપર્ક કરતા, તેમની પાસેથી આરોપીઓ લાખો રૂપિયા પડાવી લેતા હતા. જોકે, પૈસા લીધા બાદ આરોપીઓ કોઈ જૂના કે ખોટા (ફેક) પેપર અને આન્સર કી આપીને છેતરપિંડી આચરતા હતા. આ મામલે સાયબર ક્રાઈમે રાજસ્થાનથી બે આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
NEET Fraud Busted

NEET Fraud Busted: 2. ID-પાસવર્ડ હેક કરી રિફંડના નામે ઠગાઈ (બિહારથી ધરપકડ)

બીજી તરફ, NEETની પરીક્ષામાં રિફંડના નામે ફ્રોડ કરતા અન્ય એક શાતિર આરોપીની બિહારથી ધરપકડ કરવામાં આવી છે.

  • આ આરોપી વિદ્યાર્થીઓના ઓફિશિયલ આઇડી અને પાસવર્ડ સાથે ચેડાં (હેક) કરતો હતો.
  • ત્યારબાદ પરીક્ષા ફી રીફંડ કરાવવાના બહાને વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ઓનલાઇન નાણાકીય છેતરપિંડી આચરતો હતો.
NEET Fraud Busted

NEET Fraud Busted: NEET વિવાદ: અત્યાર સુધી શું થયું?

  • ૩ મે: દેશના 551 શહેરો અને વિદેશના 14 સેન્ટરોમાં પરીક્ષા યોજાઈ, જેમાં અંદાજે 23 લાખ ઉમેદવારો બેઠા હતા.
  • ૭ મે: NTAને પરીક્ષામાં ગેરરીતિ અને પેપર લીકની પ્રાથમિક માહિતી મળી.
  • ૧૨ મે: વિવાદ વકરતા પરીક્ષા રદ કરવામાં આવી અને ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો.
  • ૧૫ મે: શિક્ષણ મંત્રાલય અને NTA દ્વારા ૨૧ જૂનના રોજ NEET રી-એક્ઝામ યોજવાની જાહેરાત કરાઈ.
  • તપાસની સ્થિતિ: હાલ આ સમગ્ર કૌભાંડની તપાસ CBI કરી રહી છે અને અત્યાર સુધીમાં 12થી વધુ લોકોની ધરપકડ થઈ ચૂકી છે.

NEET Fraud Busted: મેડિકલ પ્રવેશ માટે કેમ મહત્વની છે NEET?

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) એ ભારતમાં મેડિકલ અને ડેન્ટલ કોર્સિસમાં પ્રવેશ માટેની એકમાત્ર રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા છે, જેની શરૂઆત વર્ષ 2013માં થઈ હતી. આ પરીક્ષાના આધારે જ દેશની તમામ સરકારી અને ખાનગી મેડિકલ કોલેજો (જેમાં AIIMS અને JIPMER જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ પણ સામેલ છે) માં MBBS, BDS, આયુષ (BAMS, BHMS) અને નર્સિંગ જેવા કોર્સમાં એડમિશન મળે છે. હાલ દેશમાં અંદાજે 1 લાખથી વધુ MBBS અને 27,000થી વધુ BDS બેઠકો ઉપલબ્ધ છે, જેના કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય આ પરીક્ષા સાથે જોડાયેલું છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

સાવધાન! મેટ્રિમોનિયલ સાઈટ પર ‘આદિત્ય પટેલ’ બની વિધવાઓને ફસાવતો કરીમ ઝડપાયો, 8000થી વધુ આપત્તિજનક ફોટા-વીડિયો અને બોગસ દસ્તાવેજો મળ્યા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments