ધારાસભ્યની ખુરશી હલી જશે! ખેડૂતને જાહેરમાં લાફો મારવો ભારે પડશે, જાણો શું છે ખેડૂતોની રણનીતિ?

0
191
ખેડૂત
ખેડૂત

બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે ત્રણ દિવસ અગાઉ મળેલી અટલ ભુજલ યોજનાની બેઠક દરમિયાન ખેડૂત આગેવાન અમરાભાઇ પર થયેલા હુમલા નો વિવાદ હવે ગાંધીનગર સુધી પહોંચી રહ્યો છે દિયોદર ધારાસભ્ય કેશાજીના સમર્થકે ખેડૂત આગેવાન પર હુમલો કર્યા હોવાના આક્ષેપ સાથે દિયોદર ધારાસભ્યના રાજીનામાની માર્ગને લઈ ખેડૂત આગેવાનોએ દિયોદર થી ગાંધીનગર સુધી કુચયાત્રાનો પ્રારંભ થયો છૅ. 

બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે ત્રણ દિવસ અગાઉ દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ સહિત અધિકારીઓની હાજરીમાં અટલ ભુજલ યોજનાને લઈ એક બેઠક મળી હતી અને જે બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતોને બોલાવાયા હતા. જોકે આ બેઠક પૂર્ણ થઈ તે બાદ ખેડૂત આગેવાન અમરાભાઇ ચૌધરીને કોઈ શખ્સએ બોલાચાલી કરી લાફો મારતો વિડીયો વાયરલ થયો હતો. 

જોકે આ વિડીયોએ સમગ્ર જિલ્લાના ખેડૂત આલમમાં ભારે ખળભળાટ મચાવી દીધો હતો. જોકે આ વીડિયોને લઈને ખેડૂતો દ્વારા આક્ષેપો કરાયા છે કે ખેડૂત આગેવાન પર હુમલો કરનાર શખ્સ દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ નો સમર્થક હતો અને તે બાદ ખેડૂતો દ્વારા ધારાસભ્ય કેશાજી ચૌહાણના રાજીનામાની માંગ થઈ રહી છે.

સણાદર થી નીકળેલી ખેડૂતોની આ કુચયાત્રા જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ અલગ અલગ ગામોમાં આ કૂચનું અલગ અલગ રીતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને અલગ અલગ ગામોના લોકો પણ આ કુચમાં જોડાતા જઈ રહ્યા છે.. મહત્વની વાત છે કે સણાદર થી આજે સવારે નીકળેલી ખેડૂતોની આ કુચ ગામે ગામ ફરી 18 ઓગસ્ટે ગાંધીનગર ખાતે પહોંચશે અને ગાંધીનગર રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને આવેદનપત્ર પાઠવી દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણના રાજીનામાની માંગ કરાશે.

જોકે ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારાય છે કે ગાંધીનગર રજૂઆત કરાયા બાદ જો કોઈ ઉકેલ નહીં આવે તો આ ખેડૂતો ફરી દિયોદર થી દિલ્લી સુધી કુચ યોજશે. ત્યારે આજે તો ખેડૂતોની કુચ ગાંધીનગર જવા રવાના થઈ છે ત્યારે હવે જોવું રહ્યું કે કુચ ગાંધીનગર ક્યારે પહોંચે છે અને શું નિરાકરણ આવે છૅ.

બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે ત્રણ દિવસ અગાઉ મળેલી અટલ ભુજલ યોજનાની બેઠક દરમિયાન ખેડૂત આગેવાન અમરાભાઇ પર થયેલા હુમલા નો વિવાદ હવે ગાંધીનગર સુધી પહોંચી રહ્યો છે દિયોદર ધારાસભ્ય કેશાજીના સમર્થકે ખેડૂત આગેવાન પર હુમલો કર્યા હોવાના આક્ષેપ સાથે દિયોદર ધારાસભ્યના રાજીનામાની માર્ગને લઈ ખેડૂતોએ દિયોદર થી ગાંધીનગર સુધી કુચયાત્રાનો પ્રારંભ થયો છૅ. 