Home Main મોંઘવારીના માર વચ્ચે પીસાતી ગૃહિણી, ટામેટાં, ઘઉં બાદ હવે…આ વસ્તુ થઇ મોંઘી

મોંઘવારીના માર વચ્ચે પીસાતી ગૃહિણી, ટામેટાં, ઘઉં બાદ હવે…આ વસ્તુ થઇ મોંઘી

0
512
સિંગતેલ
સિંગતેલ

શાકભાજી અને કઠોળ પછી હવે તેલના ભાવ વધતાં મધ્યમવર્ગને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેથી લોકોની માગ છે કે મોંઘવારી ને કાબુમાં લેવા સરકારે નક્કર પગલાં લેવા જોઈએ.તહેવારો નજીક આવતા જ દરેક ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે. સતત ત્રીજા દિવસે સિંગતેલના ભાવ માં વધારો થયો છે. આજે સિંગતેલના ભાવમાં 20 રૂપિયા વધ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં સિંગતેલ નો ભાવ 60 રૂપિયા વધતાં 15 કિલો સિંગતેલ ના ડબ્બાનો ભાવ 3,120 રૂપિયા પાર પહોંચ્યો છે. સિંગતેલ માં ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. શાકભાજી અને કઠોળ પછી હવે તેલના ભાવ વધતાં મધ્યમવર્ગને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેથી લોકોની માગ છે કે મોંઘવારીને કાબુમાં લેવા સરકારે નક્કર પગલાં લેવા જોઈએ.

સીંગતેલના ભાવમાં ફરી ભડકો
સીંગતેલના ભાવમાં ફરી ભડકો જોવા મળી રહ્યો છે. સતત ત્રીજા દિવસે સિંગતેલના ભાવમાં રૂપિયા 20નો વધારો ઝીંકવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં સીંગતેલમાં ડબ્બે રૂપિયા 60નો વધારો થયો છે. સીંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ 3120 પર પહોંચ્યો છે. સીંગતેલમાં ચીનના નિકાસ વેપાર થયાના અહેવાલોથી તેજી જોવા મળી રહી છે. સીંગતેલના ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. સાતમ આઠમના તહેવારોમાં રાંધણ છઠના દિવસે મોટા ભાગની ગૃહિણીઓ ઘરે ફરસાણ બનાવતી હોય છે.

ડુંગળીના ભાવમાં વધારો
ટામેટાં, ઘઉં, કઠોળ બાદ હવે ડુંગળીના ભાવ વધારાની શક્યતા સેવાઈ રહી છે. સ્થાનિક રિટેલ બજારમાં પ્રતિકિલો ડુંગળીનો ભાવે 10થી 15 રૂપિયા હતો તે વધીને 15થી 20 રૂપિયાએ પહોંચી ગયો છે. આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં નવો પાક ઓછો જોવા મળી રહ્યો છે. ડુંગળીના પુરવઠાની અછત વચ્ચે ભાવ વધારો થવાની પૂરી શક્યતા ગણી શકાય.

ગૃહિણીઓ માટે રાહતના સમાચાર
ગૃહિણીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આસમાને પહોંચેલા ટામેટાના ભાવમાં ઘટાડો થયો છે. જી હાં એક કિલો ટામેટાનો ભાવ 200 રૂપિયાથી ઘટીને 120 રૂપિયા થયો છે. ઘણા દિવસ પછી ટામેટાના ભાવ ઘટતા ગૃહિણીઓમાં ખુશી જોવા મળી. હજુ પણ ટામેટાના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. ટામેટાના ભાવ વધતાં ટામેટાની ખરીદી કરવી ગૃહિણી માટે મુશ્કેલ હતી. આખરે ભાવ ઘટાડાની શરૂઆત થતાં ગૃહિણીઓએ રાહતના શ્વાસ લીધો છે.

નોંધનીય છે કે, શાકભાજી તેમજ કઠોળના ભાવમાં પણ ત્રણથી ચાર ગણો વધારો ઝીંકવામાં આવ્યો છે. હાલ લોકોની આવક મર્યાદિત છે જ્યારે મોંઘવારી બેફામ વધી રહી છે. મોંઘવારીને કાબુમાં લાવવા માટે સરકારે નક્કર પગલાં લેવા જોઈએ. 1000 રૂપિયા લઇ જ્યારે માર્કેટમાં કઠોળ કે અનાજ ખરીદવા જઈએ ત્યારે બધી વસ્તુ ખૂબ જ મોંઘી હોવાથી એક હજાર રૂપિયાનું કહી ઉપજતું નથી.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે