Home State Gujarat Medical Negligence Alleged in Surat: ડિંડોલીની હોસ્પિટલમાં ઓપરેશન બાદ દર્દીનું મોત, પરિવારે...

Medical Negligence Alleged in Surat: ડિંડોલીની હોસ્પિટલમાં ઓપરેશન બાદ દર્દીનું મોત, પરિવારે તબીબ પર બેદરકારીનો આરોપ લગાવી મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર

0
108
Medical Negligence Alleged in Surat
Medical Negligence Alleged in Surat

Medical Negligence Alleged in Surat:  સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં પિત્તાશયની પથરીના ઓપરેશન બાદ દર્દીનું મોત નીપજતાં ભારે હોબાળો મચી ગયો છે. મૃતક દર્દીના પરિવારે હોસ્પિટલના તબીબ પર ઘોર બેદરકારીનો આરોપ લગાવ્યો છે અને જ્યાં સુધી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. ઘટનાની ગંભીરતાને જોતાં ડિંડોલી પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.

Medical Negligence Alleged in Surat: શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ, ધરમવીરસિંહ નામના દર્દીને પથરીનો અસહ્ય દુખાવો ઉપડતાં તેમને ડિંડોલી વિસ્તારમાં આવેલી ‘અનુપમ સર્જીકલ હોસ્પિટલ’માં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબે તપાસ કર્યા બાદ પરિવારને જણાવ્યું હતું કે પથરી કાઢવા માટે ઓપરેશન કરવું પડશે. ઓપરેશન પહેલાં દર્દીના તમામ જરૂરી રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા, જે તમામ નોર્મલ (સારા) આવ્યા હોવાનું તબીબે પરિવારને જણાવ્યું હતું.

પરિવારની સહમતિ બાદ ધરમવીરસિંહને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, ઓપરેશન બાદ દર્દીનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજતાં પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. હસતો-ખેડતો દર્દી અચાનક મોતને ભેટતાં પરિવારનો આક્રોશ ફાટી નીકળ્યો હતો.

Medical Negligence Alleged in Surat: હોસ્પિટલ બહાર મૃતદેહ મૂકી પરિવારનો વિરોધ

Medical Negligence Alleged in Surat

“ઓપરેશન પહેલાં બધા રિપોર્ટ સારા હતા, તો અચાનક એવું તે શું થયું કે દર્દીનું મોત થઈ ગયું?” – Medical Negligence Alleged in Surat: મૃતકના પરિવારજન

ડોક્ટરની બેદરકારીના કારણે જ ધરમવીરસિંહનું મોત થયું હોવાનો આક્ષેપ કરીને પરિવારે હોસ્પિટલની બહાર જ મૃતદેહ મૂકીને ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. પરિવારે ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી જવાબદાર તબીબ સામે કાયદેસરના પગલાં ભરી કાર્યવાહી કરવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ મૃતદેહનો કબજો લેશે નહીં.

Medical Negligence Alleged in Surat: ડોક્ટરે પોતાની સફાઈમાં શું કહ્યું?

બીજી તરફ, આ ગંભીર આરોપો અંગે અનુપમ સર્જીકલ હોસ્પિટલના તબીબે પોતાનું નિવેદન જાહેર કરી તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તબીબે જણાવ્યું હતું કે:

  • સ્થિતિ ગંભીર હતી: દર્દી ધરમવીરસિંહને પથરીની સમસ્યા હતી અને રિપોર્ટ સારા આવ્યા બાદ પરિવારને ઓપરેશન અંગે પૂરી સમજણ આપવામાં આવી હતી.
  • ઓપરેશન દરમિયાન મુશ્કેલી: જ્યારે દૂરબીન (Laparoscopy) વડે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું, ત્યારે અંદર પિત્તાશયની થેલીમાં ભારે ગંદકી (ઇન્ફેક્શન/પસ) જોવા મળી હતી.
  • પરિવારને લાઈવ બતાવાયું હતું: સામાન્ય રીતે બહુ ગંદકી હોય તો ચીરો મારીને ઓપરેશન કરવું પડે છે, છતાં દૂરબીનથી સફળ પ્રયાસ કરાયો હતો. ઓપરેશન દરમિયાન દર્દીના સગાને અંદર બોલાવીને દૂરબીનથી થઈ રહેલી પ્રક્રિયા લાઈવ બતાવવામાં પણ આવી હતી.
  • સર્જરી 90% સફળ રહી હતી: આ જટિલ ઓપરેશન આશરે ત્રણ કલાક સુધી ચાલ્યું હતું અને 90% જેટલું સફળ રહ્યું હતું. ઓપરેશન બાદ દર્દીના સગાને પિત્તાશયની થેલી કાઢીને રૂબરૂ બતાવવામાં પણ આવી હતી.

તબીબે વધુમાં ઉમેર્યું હતું કે, દુર્ભાગ્યવશ કોઈ પણ દર્દીનું મોત થાય એટલે સીધો તબીબ પર જ બેદરકારીનો આરોપ લગાવી દેવામાં આવતો હોય છે, જે યોગ્ય નથી.”

Medical Negligence Alleged in Surat: પોલીસ તપાસ શરૂ

Medical Negligence Alleged in Surat

ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે હાલ તબીબનું નિવેદન નોંધી દર્દીના મોતના સાચા કારણો જાણવા માટે મૃતદેહને પીએમ (પોસ્ટમોર્ટમ) માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે અને તે મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: બ્રાન્ડેડ કંપનીના નામે ચાલતું હતું નેટવર્ક: કમલાબાગ વિસ્તારમાંથી મુખ્ય આરોપી બાબુ ઓડેદરા રંગેહાથ પકડાયો, ૩૮ પેટી નકલી દારૂ અને કેમિકલ જપ્ત.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે