HomeStock MarketMarket Rebound: શેરબજારમાં જોરદાર બાઉન્સબેક: સેન્સેક્સ 791 પોઈન્ટ ઉછળીને 77 હજારની નજીક,...

Market Rebound: શેરબજારમાં જોરદાર બાઉન્સબેક: સેન્સેક્સ 791 પોઈન્ટ ઉછળીને 77 હજારની નજીક, નિફ્ટી 24,000ને પાર; IT અને બેન્કિંગ શેરોમાં ધૂમ ખરીદી

Market Rebound: ગઈકાલના મોટા ઘટાડા બાદ આજે એટલે કે ૨૪ જૂને ભારતીય શેરબજારમાં શાનદાર રિકવરી જોવા મળી છે. વૈશ્વિક બજારના પોઝિટિવ સંકેતો અને ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાને કારણે રોકાણકારોનો ઉત્સાહ વધ્યો હતો. આજના ટ્રેડિંગ સેશનના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો સેન્સેક્સ 791 પોઈન્ટ (1.04%) ના જંગી ઉછાળા સાથે 76,991 ના સ્તરે બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ 198 પોઈન્ટ વધીને 24,022 ની ઐતિહાસિક સપાટી વટાવી બંધ રહ્યો છે.

આજના કારોબારમાં સૌથી વધુ ખરીદી IT, પ્રાઇવેટ બેન્કિંગ અને રિયલ્ટી સેક્ટરના શેરોમાં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે (૨૩ જૂને) સેન્સેક્સમાં 893 પોઈન્ટનો મોટો કડાકો બોલાયો હતો, જે નુકસાન આજે બજારે વ્યાજ સહિત વસૂલ કરી લીધું છે.

Market Rebound: બજારમાં તેજી લાવનારા 6 મુખ્ય કારણો:

  1. સસ્તું ક્રૂડ ઓઈલ: બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમત 1% ઘટીને 76.29 ડોલર પ્રતિ બેરલ પર આવી ગઈ છે. ઈરાન યુદ્ધ બાદ હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા ઓઈલ ટેન્કરો મુક્ત થવાના સમાચારથી કિંમતો ઘટી, જે ભારતીય અર્થતંત્ર માટે રાહતના સમાચાર છે.
  2. વિદેશી રોકાણકારોની વાપસી: સતત વેચવાલી કરી રહેલા વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ મંગળવારે બજારમાં રૂ. 17.86 કરોડની નેટ ખરીદી કરી સેન્ટિમેન્ટ સુધાર્યું છે.
  3. ભારત-અમેરિકા ટ્રેડ ડીલની આશા: અમેરિકી અધિકારીના જણાવ્યા મુજબ, ભારત અને અમેરિકા ટૂંક સમયમાં જ એક મોટા દ્વિપક્ષીય વ્યાપાર કરાર પર હસ્તાક્ષર કરી શકે છે.
  4. એશિયન બજારોનો ટેકો: સાઉથ કોરિયા અને હોંગકોંગના બજારોમાં મજબૂતી જોવા મળતા ઘરેલું બજારને ગ્લોબલ સપોર્ટ મળ્યો હતો.
  5. IT શેરોમાં રોકેટ ગતિ: આઇટી સેક્ટરના હેવીવેઇટ શેરો જેવા કે ટેક મહિન્દ્રા (2.6%), ઇન્ફોસિસ (1.3%) અને ટીસીએસ (0.6%) માં જોરદાર લેવાલી રહી હતી.
  6. બેંક નિફ્ટીમાં 1.5% નો ઉછાળો: ICICI બેંક અને HDFC બેંક જેવા લાર્જકેપ પ્રાઇવેટ બેંકોના શેરમાં ભારે ખરીદીથી બજારને મોટો બૂસ્ટ મળ્યો હતો.

Market Rebound: અદાણી ગ્રુપ AGM 2026: “અમે ભવિષ્ય માટે સંપૂર્ણ તૈયાર” – ગૌતમ અદાણી

અદાણી ગ્રુપની એન્યુઅલ જનરલ મીટિંગ (AGM) 2026માં ચેરમેન ગૌતમ અદાણીએ ભવિષ્યની ત્રણ મોટી વ્યૂહાત્મક યોજનાઓની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, ગ્રુપનું ફોકસ કાર્યક્ષમતા સુધારવા, ઓપરેશન મજબૂત કરવા અને કર્મચારીઓના કલ્યાણ પર છે. અદાણીએ ગર્વભેર ઉમેર્યું કે, “અમે હવે એ ગણતરીની વૈશ્વિક કંપનીઓમાં સામેલ છીએ જે ભવિષ્યની રાહ નથી જોતી, પણ તેના પડકારો માટે સંપૂર્ણપણે સજ્જ છે.”

Market Rebound: ગ્લોબલ માર્કેટ અપડેટ્સ (એશિયન અને અમેરિકી બજારો)

એશિયન બજારોમાં મિશ્ર પ્રવાહ:

ઇન્ડેક્સલેવલપોઇન્ટ ચેન્જપર્સેન્ટ ચેન્જ
કોસ્પી (સાઉથ કોરિયા)8,081-33-1.10%
નિકેઈ (જાપાન)69,524-265-0.38%
હેંગસેંગ (હોંગકોંગ)23,380+44+0.22%

Market Rebound: ગઈકાલે અમેરિકી બજારોમાં જોવા મળ્યો હતો ઘટાડો:

ઇન્ડેક્સલેવલપોઇન્ટ ચેન્જટકાવારી ચેન્જ
ડાઉ જોન્સ51,667-46-0.09%
નાસ્ડેક25,587-580-2.21%
S&P 5007,365-107-1.44%

Market Rebound: રોકાણકારોના આંકડા (FII/DII ની પ્રવૃત્તિ – કરોડ રૂપિયામાં):

કેટેગરીલેટેસ્ટ (ગઈકાલ)છેલ્લા 7 દિવસછેલ્લા 30 દિવસ
DII (ઘરેલું રોકાણકારો)+680+4,073+88,718
FII/FPI (વિદેશી રોકાણકારો)+18-3,216-68,219

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: વસઈ ગામ પાસે ચોકલેટના કારખાનામાં ભીષણ આગ, બે માળનું ગોડાઉન બળીને ખાખ, લાખોનું નુકસાન

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments