NSE IPO GMP: દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ NSEનો બહુપ્રતીક્ષિત IPO 17 સપ્ટેમ્બર 2026થી ખુલશે અને 21 સપ્ટેમ્બરે બંધ થશે. કંપનીએ IPO માટે પ્રતિ શેર ₹1,700થી ₹1,785નો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે. ઉપલા ભાવે ઈશ્યુનું કુલ કદ આશરે ₹22,561 કરોડ રહેવાની શક્યતા છે.
NSE IPO GMP: સંપૂર્ણપણે OFS રહેશે IPO

NSEનો આ IPO સંપૂર્ણપણે Offer for Sale (OFS) આધારિત છે. એટલે IPO દ્વારા એકત્ર થનારી રકમ સીધી NSEને નહીં મળે, પરંતુ કંપનીના હાલના શેરહોલ્ડર્સ પોતાના શેર વેચશે અને તેની રકમ તેમને મળશે.
એન્કર રોકાણકારો માટે 16 સપ્ટેમ્બરે બિડિંગ યોજાશે. ત્યારબાદ સામાન્ય રોકાણકારો માટે IPO ખુલશે. કંપનીના શેરનું સંભવિત લિસ્ટિંગ 24 સપ્ટેમ્બરે થઈ શકે છે.
GMP ₹200થી નીચે આવ્યાના અહેવાલ

દરમિયાન NSE IPOના ગ્રે માર્કેટ પ્રીમિયમ એટલે કે GMPમાં નરમાઈ જોવા મળી રહી છે. મળતા અહેવાલો અનુસાર GMP ₹200થી નીચે આવી ગયો છે. જોકે GMP સત્તાવાર સૂચકાંક નથી અને તેમાં સતત ફેરફાર થઈ શકે છે.
રોકાણકારોએ માત્ર GMPના આધારે રોકાણનો નિર્ણય ન લેતા IPOના દસ્તાવેજો, કંપનીના નાણાકીય પરિણામો, વેલ્યુએશન અને જોખમોનું મૂલ્યાંકન કર્યા બાદ જ નિર્ણય લેવો યોગ્ય રહેશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લીક કરો: ગુજરાતમાં વેપારને નવી ગતિ: પાંચ કાયદામાં સુધારાનું વિધેયક રજૂ

